Pramāṇa · Search · About · API

Viyahapannatti 1276

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1276

Language
Gujarati

1276

‘ભગવતી’ સૂત્ર-૮૪૯ થી૮૫૨ :–[૨૪/–/૧૩ થી ૧૬/૮૪૯ થી ૮૫૨] [અનુક્રમે ઉદ્દેશા ૧૩ થી ૧૬]
[૮૪૯] ભગવન્‌! અપ્‌કાયિક ક્યાંથી આવીને ઉપજે છે? જેમ પૃથ્વીકાયિક ઉદ્દેશકમાં કહ્યું છે તેમ, યાવત્‌ ભગવન્‌! પૃથ્વીકાયિક જીવ જે અપ્રકાયિકમાં ઉપજવા યોગ્ય હોય, તે કેટલા કાળની સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી ૭૦૦૦ વર્ષની સ્થિતિવાળામાં ઉપજે, એ રીતે પૃથ્વીકાયિક ઉદ્દેશક સદૃશ કહેવું. માત્ર સ્થિતિ, સંવેધ જાણવો બાકી પૂર્વવત્‌. ભગવન્‌! તે એમ જ છે, એમ જ છે.
[૮૫૦] ભગવન્‌! તેઉકાયિક ક્યાંથી આવીને ઉપજે છે? પૃથ્વીકાયિકના ઉદ્દેશામાં કહ્યું તેમ કહેવું. માત્ર સ્થિતિ અને સંવેધ જાણવા. દેવમાંથી આવી ન ઉપજે. બાકી પૂર્વવત્‌. ભગવન્‌! તે એમ જ છે (૨).
[૮૫૧] ભગવન્‌! વાયુકાયિક ક્યાંથી આવીને ઉપજે? ગૌતમ! તેઉકાયિક ઉદ્દેશક મુજબ જાણવું. માત્ર સ્થિતિ અને સંવેધ જાણી લેવા. - X -
[૮૫૨] ભગવન્‌! વનસ્પતિકાયિક ક્યાંથી આવીને ઉપજે? પૃથ્વીકાયિક સમાન ઉદ્દેશો કહેવો. માત્ર વનસ્પતિકાયિક જીવ વનસ્પતિકાયમાં ઉપજે ત્યારે પહેલા, બીજા, ચોથા, પાંચમાં ગમકમાં પરિમાણ આ છે - પ્રતિ સમય, નિરંતર અનંતા ઉપજે, ભવાદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટથી અનંતા ભવગ્રહણ. કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી અનંત કાળ રહે. બાકીના પાંચ ગમકો આઠ ભવગ્રહણવાળા તેમજ છે. માત્ર સ્થિતિ અને સંવેધ જાણી લેવો. ભગવન્‌! તે એમજ છે - એમ જ છે.

Linked texts (1)