Pramāṇa · Search · About · API

Viyahapannatti 127

Viyāhapannatti: ṭīkānusārī vivecana 127

Language
Gujarati

127

વિવેચન :–૮૩
ગર્ભમાં ઉત્પન્ન થતો, નિવૃત્તિ-ઉપકરણરૂપ દ્રવ્યેન્દ્રિયો. તે ઈન્દ્રિય પર્યાપ્તિ પૂરી થતાં થાય, માટે અનિન્દ્રિય ઉત્પન્ન થાય તેમ કહ્યું. લબ્ધિ-ઉપયોગ લક્ષણ ભાવેન્દ્રિય. તે સંસારીને સર્વાવસ્થામાં હોય. શરીરવાળો તે શરીરી, તેના નિષેધથી અશરીરી ઉત્પન્ન થાય છે.
ગર્ભમાં ઉપજતા જ સૌ પ્રથમ માતાનું આર્તવ-લોહી અને પિતાનું શુક્ર તદ્રુપ આહાર ખાય છે તે બંનેથી સંશ્લિષ્ટ કે સંસૃષ્ટ જે તે ગર્ભના જીવની માતા દૂધ આદિ રસ વિગઈ, તેનો એક દેશ, તેની સાથે ઓજનો આહાર કરે છે. ઉચ્ચાર - વિષ્ઠા, નિષ્ઠીવન્‌ - ખળ થૂંકવું, સિંઘાણ - નાકનો મેલ, શ્મશ્રુ - દાઢીના વાળ, રોમ - કાંખના વાળ, સવ્વઓ - સર્વાત્મ વડે વારંવાર કે કદાચિત ખાય કે ન ખાય.
ગર્ભગત બાળક આખા શરીર વડે આહાર કરે છે, માટે મુખ વડે કવલાહાર કરતો નથી. [શંકા] આખા શરીર વડે કઈ રીતે ખાય? જેનાથી રસ લેવાય તે નાભિની નાળ, માતાના જીવનની રસહરણી તે માતૃરસહરણી, પુત્રને રસના ઉપાદાનમાં કારણભૂત તે પુત્રજીવરસહરણી. માતૃજીવ પ્રતિબદ્ધ અને પુત્ર જીવને સ્પર્શતી. અહીં પ્રતિબદ્ધતા તે ગાઢ સંબંધ અને સ્પૃષ્ટતા તે સંબંધ માત્ર. અથવા આવી બે નાડી છે. - X - માતૃજીવ પ્રતિબદ્ધ રસહરણીથી પુત્ર જીવ સ્પર્શથી આહાર કરે છે.
બીજી પુત્રજીવ રસહરણી પણ પુત્ર જીવને બદ્ધ અને માતૃ જીવને સ્પર્શતી છે, તેનાથી શરીરનો ચય કરે છે. બીજા તંત્રોમાં એમ કહ્યું છે - પુત્રની નાભિમાં અને માતાના હૃદયે નાડીનો સંબંધ છે.
ગર્ભાધિકારથી જ કહે છે – માતાના આર્તવનો ભાગ વધુ હોય તે માતૃઅંગ. મત્થુલુંગ - માથાનું ભેજું અથવા ચરબી, ફેફસા વગેરે પિતાના વીર્યનો ભાગ જેમાં વધુ હોય તે પિતૃઅંગો - હાડકાનો મધ્ય ભાગ, કેશ આદિ સમાનરૂપ હોવાથી એક સમાન છે. આ સિવાયના જે અંગો છે, તે માતા-પિતાના સાધારણ અંગો કહેવાય. કેમ કે તે અંગોમાં પિતાના શુક્રનો અને માતાનો આર્તવ સમભાગે હોય છે.
શરીરના અવયવો શરીરના ઉપચારથી ઉક્ત લક્ષણવાળાં માતા-પિતાના અંગો. જીવનું ભવધારણીય શરીર રહે ત્યાં સુધી - મનુષ્યાદિ ભવોપગ્રાહક શરીર રહે ત્યાં સુધી રહે, પછી નાશ પામે. ઉપચયના અંતિમ શરીર પચી નષ્ટ થાય. - ગર્ભાધિકારથી બીજું સૂત્ર.

Linked texts (1)