Viyahapannatti 1280
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1280
- Language
- Gujarati
1280
‘ભગવતી’ સૂત્ર-૮૫૬ :– [૨૪/–/૨૦/૮૫૬]
ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચયોનિક, ક્યાંથી આવીને ઉપજે છે? શું નૈરયિકથી યાવત્ દેવથી આવીને ઉપજે? ગૌતમ! ચારેથી આવીને ઉપજે.
જો નૈરયિકથી આવીને ઉપજે તો શું રત્નપ્રભા યાવત્ અધઃસપ્તમી પૃથ્વી નૈરયિકથી આવીને ઉપજે? ગૌતમ! સાતે નરકથી આવીને૦
ભગવન્! રત્નપ્રભા પૃથ્વી નૈરયિક, જે પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાં ઉપજવાને યોગ્ય હોય, તે કેટલા કાળની સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત્ત સ્થિતિમાં, ઉત્કૃષ્ટ પૂર્વ કોડી આયુવાળામાં ઉપજે.
ભગવન્! તે જીવો એક સમયમાં કેટલા ઉપજે? અસુરકુમારની વક્તવ્યતા મુજબ કહેવું. વિશેષ એ કે - સંઘયણમાં અનિષ્ટ, અકાંત યાવત્ પુદ્ગલો પરિણમે છે. અવગાહના બે ભેદે - ભવધારણીય, ઉત્તરવૈક્રિય. તેમાં જે ભવધારણીય છે, તે જઘન્યે અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટે સાત ધનુષ્, ત્રણ રત્ની, છ અંગુલ છે. તેમાં જે ઉત્તરવૈક્રિય છે, તે જઘન્યા અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટી ૧૫-ધનુષ્, અઢીરત્ની છે.
ભગવન્! તે જીવોના શરીરો કયા આકારે છે? ગૌતમ! તે બે ભેદે - ભવધારણીય, ઉત્તરવૈક્રિય. તેમાં જે ભવધારણીય છે તે હુંડક સંસ્થિત છે. જે ઉત્તરવૈક્રિય છે, તે પણ હુંડક સંસ્થાને છે.
તેમને એક કાપોતલેશ્યા, ચાર સમુદ્ઘાત, માત્ર નપુંસકવેદ, સ્થિતિ - જઘન્યા ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી સાગરોપમ છે, અનુબંધ એમ જ છે. બાકી પૂર્વવત્. ભવાદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ આઠ ભવ છે. કાલાદેશથી જઘન્યા અંતર્મુહૂર્ત્ત અધિક ૧૦,૦૦૦ વર્ષ. ઉત્કૃષ્ટી ચાર પૂર્વકોડી અધિક ચાર સાગરોપમ છે - આટલો કાળ રહે.
તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત્ત સ્થિતિમાં ઉત્પન્ન થાય. બાકી પૂર્વવત્. વિશેષ આ - કાલાદેશથી જઘન્યા પૂર્વવત્, ઉત્કૃષ્ટથી ચાર અંતર્મુહૂર્ત્ત અધિક ચાર સાગરોપમ. આટલો કાળ રહે. એ રીતે બાકીના સાતે ગમકો જે રીતે નૈરયિક ઉદ્દેશકમાં સંજ્ઞી પંચેન્દ્રિય સાથે નૈરયિકો છે તે મુજબ કહેવા. મધ્યમ ત્રણ ગમકો અને છેલ્લા ત્રણ ગમકોમાં સ્થિતિમાં વિશેષતા છે. બાકી પૂર્વવત્ બધે જ સ્થિતિ અને સંવેધ જાણી લેવા.
ભગવન્! શર્કરાપ્રભા પૃથ્વી નૈરયિક૦? જેમ રત્નપ્રભામાં નવ ગમકો કહ્યા, તેમ અહીં પણ કહેવા. માત્ર શરીરાવગાહના અવગાહના સંસ્થાન પદ મુજબ કહેવી. ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન નિયમા. સ્થિતિ, અનુબંધ પૂર્વે કહ્યા છે. એ રીતે નવે ગમક ઉપયોગ-પૂર્વક કહેવા. એ રીતે છઠ્ઠી પૃથ્વી સુધી કહેવું. વિશેષ એ કે – અવગાહના, લેશ્યા, સ્થિતિ, અનુબંધ, સંવેધ જાણવા.
ભગવન્! અધઃસપ્તમી પૃથ્વીનૈરયિક૦? એ રીતે નવ ગમકો કહેવા. વિશેષ આ - અવગાહના, સ્થિતિ, અનુબંધ જાણી લેવા. સંવેધ - ભવાદેશથી બે ભવ, ઉત્કૃષ્ટથી છ ભવગ્રહણ. કાલાદેશથી જઘન્યા અંતર્મુહૂર્ત્ત અધિક ૨૨-સાગરોપમ, ઉત્કૃષ્ટી ત્રણ પૂર્વકોડી અધિક ૬૬-સાગરોપમ.
પહેલા છ એ ગમકમાં જઘન્યથી બે ભવ, ઉત્કૃષ્ટી છ ભવ ગ્રહણ, છેલ્લા ત્રણ ગમકોમાં જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટા ચાર ભવગ્રહણ.
નવે ગમકોમાં લબ્ધિ પ્રથમ ગમક મુજબ છે. વિશેષ એ કે – સ્થિતિ વિશેષ છે. કાલાદેશથી બીજા ગમકમાં જઘન્યથી અંતર્મુહૂર્ત્ત અધિક ૨૨-સાગરોપમ, ઉત્કૃષ્ટી અંતર્મુહૂર્ત્ત અધિક ૬૬-સાગરોપમ આટલો કાળ રહે. ત્રીજા ગમકમાં જઘન્યથી પૂર્વકોડી અધિક ૨૨-સાગરોમ, ઉત્કૃષ્ટથી ત્રણ પૂર્વ કોડી અધિક ૬૬-સાગરોપમ. પાંચમાં ગમકમાં જઘન્યા પૂર્વવત્, ઉત્કૃષ્ટી ત્રણ અંતર્મુહૂર્ત્ત અધિક ૬૬-સાગરોપમ, છઠ્ઠા ગમકમાં જઘન્યા પૂર્વકોડી અધિક ૨૨-સાગરોપમ. ઉત્કૃષ્ટી ત્રણ પૂર્વકોટી અધિક ૬૬-સાગરોપમ. સાતમાં ગમકમાં જઘન્યા અંતર્મુહૂર્ત્ત અધિક ૩૩-સાગરોપમ, ઉત્કૃષ્ટી બે પૂર્વકોડી અધિક ૬૬-સાગરોપમ. આઠમાં ગમકમાં જઘન્યા અંતર્મુહૂર્ત્ત અધિક ૩૩-સાગરોપમ, ઉત્કૃષ્ટી બે અંતર્મુહૂર્ત્ત અધિક ૬૬-સાગરોપમ. નવમાં ગમકમાં જઘન્યા પૂર્વકોડી અધિક ૩૩-સાગરોપમ, ઉત્કૃષ્ટી બે પૂર્વકોડી અધિક ૬૬-સાગરોપમ છે.
જો તિર્યંચયોનિકથી આવીને ઉત્પન્ન થાય તો શું એકેન્દ્રિય૦થી આવીને ઉત્પન્ન થાય? ઉપપાદ પૃથ્વીકાયિક ઉદ્દેશકવત્ કહેવો યાવત્ ભગવન્! જે પૃથ્વીકાયિક પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્યા અંતર્મુહૂર્ત્ત સ્થિતિમાં, ઉત્કૃષ્ટી પૂર્વ કોડી આયુવાળામાં ઉપજે. - - ભગવન્! તે જીવો૦ એ રીતે પરિમાણાદિ અનુબંધ પર્યન્ત જેમ પોતાના સ્વસ્થાનમાં વક્તવ્યતા છે, તે બધી પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાં પણ ઉત્પન્ન થનારની કહેવી. વિશેષ એ કે નવે ગમકોમાં પરિમાણ જઘન્યથી એક, બે કે ત્રણ, ઉત્કૃષ્ટમાં સંખ્યાત, અસંખ્યાતમાં ઉપજે છે. ભવાદેશથી નવે ગમકોમાં જઘન્યથી બે ભવ, ઉત્કૃષ્ટથી આઠ ભવગ્રહણ. બાકી પૂર્વવત્. કાલાદેશથી બંને સ્થિતિ કરવી.
જો અપ્કાયથી આવીને ઉપજે તો૦ એ પ્રમાણે અપ્કાય પણ જાણવું.
આ પ્રમાણે યાવત્ ચતુરિન્દ્રિયનો ઉપપાત્ કહેવો. વિશેષ એ કે - બધે જ પોત-પોતાની લબ્ધિ કહેવી. નવે ગમકોમાં ભવાદેશથી જઘન્યથી બે ભવ, ઉત્કૃષ્ટથી આઠ ભવગ્રહણ. કાલાદેશથી બંને સ્થિતિ બધામાં કરવી. જેમ પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થનારની લબ્ધિ તેમજ સર્વત્ર સ્થિતિ અને સંવેધ જાણી લેવો.
જો પંચેન્દ્રિય તિર્યંચયોનિકથી આવીને ઉપજે તો સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકથી ઉપજે કે અસંજ્ઞી૦થી? ગૌતમ! આ બંન ભેદો પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થનારની માફક યાવત્ હે ભગવન્! અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક, જે પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજે?
ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી, પલ્યોપમનો અસંખ્યાત ભાગ સ્થિતિમાં. - X - બાકી જેમ પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થનાર અસંજ્ઞીને સંપૂર્ણ તેમજ કહેવું યાવત્ ભવાદેશ. કાલાદેશથી જઘન્યા બે અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ પૂર્વકોડી પૃથક્ત્વ અધિક કાળ રહે.
બીજા ગમકમાં પણ આ જ લબ્ધિ છે. વિશેષ આ – કાલાદેશથી જઘન્યા બે અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટી ચાર અંતર્મુહૂર્ત્ત અધિક ચાર પૂર્વકોડી.
તે જ ઉત્કૃષ્ટ કાલ સ્થિતિકમાં ઉપજે તો જઘન્યા પલ્યોપમના અસંખ્ય ભાગ, ઉત્કૃષ્ટ પણ તેમજ ઉપજે. - - ભગવન્! તે જીવો૦ એ પ્રમાણે જે રત્નપ્રભામાં ઉત્પન્ન થનાર અસંજ્ઞીને તેમજ સંપૂર્ણ કહેવા યાવત્ કાલાદેશ. વિશેષ એ - પરિમાણમાં જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટા સંખ્યાતા૦ ઉત્પન્ન થાય. બાકી પૂર્વવત્.
તે જ પોતાની જઘન્ય કાલ સ્થિતિક, જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી પૂર્વકોડી આયુવાળામાં ઉપજે. ભગવન્! તે જીવો૦ બાકી બધું જેમ આ પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થનારને મધ્યના ત્રણ ગમકમાં છે, તેમ અહીં પણ મધ્યમ ત્રણ ગમકોમાં કહેવું યાવત્ અનુબંધ. ભવાદેશથી જઘન્યથી બે ભવ, ઉત્કૃષ્ટથી આઠ ભવગ્રહણ. કાલાદેશથી જઘન્યા બે અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી ચાર અંતર્મુહૂર્ત્ત અધિક ચાર પૂર્વકોડી.
તે જ જઘન્યકાલ સ્થિતિમાં ઉત્પન્ન હોય, આ જ વક્તવ્યતા. વિશેષ એ કે - કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ આઠ અંતર્મુહૂર્ત્ત.
તે જ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિકમાં ઉત્પન્ન૦ જઘન્ય પૂર્વ કોડી આયુષ્કમાં, ઉત્કૃષ્ટથી પણ તેમજ ઉપજે. આ જ વક્તવ્યતા છે. વિશેષ એ કે - કાલાદેશથી જાણી લેવું.
તે જ પોતાની ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં જન્મે, તો સંપૂર્ણ પ્રથમ ગમક વક્તવ્યતા કહેવી. વિશેષ એ કે - સ્થિતિ, જઘન્ય પૂર્વકોડી ઉત્કૃષ્ટ પણ પૂર્વકોડી. બાકી પૂર્વવત્. કાલાદેશથી જઘન્યા અંતર્મુહૂર્ત્ત અધિક પૂર્વકોડી, ઉત્કૃષ્ટથી પૂર્વકોડી પૃથક્ત્વ અધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ.
તે જ જઘન્યકાળ સ્થિતિકમાં ઉપજે તો આ જ વક્તવ્યતા, જેમ સાતમાં ગમકમાં છે. માત્ર કાલાદેશથી જઘન્યા અંતર્મુહૂર્ત્ત અધિક પૂર્વ કોડી, ઉત્કૃષ્ટથી ચાર અંતર્મુહૂર્ત્ત અધિક ચાર પૂર્વ કોડી.
તે જ ઉત્કૃષ્ટ સ્થિતિકમાં ઉત્પન્ન હોય તો જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ. એ પ્રમાણે જેમ રત્નપ્રભામાં ઉત્પન્ન થનાર અસંજ્ઞીનો નવ ગમક છે, તેમ સંપૂર્ણ કહેવા યાવત્ કાલાદેશ. વિશેષ એ કે – પરિમાણ જેમ આના જ ત્રીજા ગમમાં છે તેમ.
જો સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાં ઉપજે તો શું સંખ્યાત વર્ષાયુ કે અસંખ્યાત? ગૌતમ! સંખ્યાત૦ અસંખ્યાત નહીં. જો સંખ્યાત૦ યાવત્ શું પર્યાપ્ત સંખ્યાત કે અસંખ્યાતમાં? બંનેમાં ઉપજે.
સંખ્યાત વર્ષાયુ સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જે પંચેન્દ્રિય તિર્યંચ યોનિમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે કેટલી સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટી ત્રણ પલ્યોપમ સ્થિતિમાં ઉપજે. ભગવન્! તે૦ બાકીનું જેમ આના સંજ્ઞીના રત્નપ્રભામાં ઉત્પન્ન થનાર પહેલા ગમક માફક કહેવું. માત્ર અવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટી ૧૦૦૦ યોજન, બાકી પૂર્વવત્ યાવત્ ભવાદેશ. કાલાદેશથી જઘન્યથી બે અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટી ત્રણ પલ્યોપમ અને પૂર્વકોડી પૃથક્ત્વ અધિક કાળ રહે.
તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય, આ જ વક્તવ્યતા, વિશેષ એ કે – કાલાદેશથી જઘન્યથી બે અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી ચાર પૂર્વકોડી અને ચાર અંતર્મુહૂર્ત્ત અધિક છે. - - - તે જ ઉત્કૃષ્ટ કાળસ્થિતિમાં - જઘન્ય ત્રણ પલ્યોપમ સ્થિતિમાં ઉત્પન્ન થાય. ઉત્કૃષ્ટ પણ તે જ છે. આ જ વક્તવ્યતા છે. વિશેષ એ કે પરિમાણ જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા ઉત્પન્ન થાય. અવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી ૧૦૦૦ યોજન. બાકી પૂર્વવત્ યાવત્ અનુબંધ. ભવાદેશથી બે ભવ, કાલાદેશથી જઘન્યા અંતર્મુહૂર્ત્ત અધિક ત્રણ પલ્યોપમ, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ અને પૂર્વકોડી અધિક.
તે જ સ્વયં જઘન્યકાળ સ્થિતિક જન્મે તો જઘન્ય અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ પૂર્વકોડી આયુવાળામાં જન્મે, લબ્ધિ - આના સંજ્ઞી પંચેન્દ્રિયના પૃથ્વીકાયિકના ઉત્પન્ન થનારના મધ્યમ ત્રણ ગમકમાં છે તેમ અહીં પણ મધ્યના ત્રણ ગમકોમાં કહેવી. સંવેધ - અસંજ્ઞી મધ્યમ ત્રણ ગમકમાં છે.
તે જ સ્વયં ઉત્કૃષ્ટ કાલ સ્થિતિકમાં જન્મે તો પ્રથમ ગમક મુજબ કહેવું. વિશેષ આ - સ્થિતિ, અનુબંધ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોડી. કાલાદેશથી જઘન્યા અંતર્મુહૂર્ત્ત અધિક પૂર્વકોડી. ઉત્કૃષ્ટી ત્રણ પલ્યોપમ અને પૂર્વકોડી પૃથક્ત્વ અધિક.
તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો આ જ વક્તવ્યતા. માત્ર કાલાદેશથી જઘન્યા પૂર્વકોડી અંતર્મુહૂર્ત્ત અધિક, ઉત્કૃષ્ટથી ચાર અંતર્મુહૂર્ત્ત અધિક ચાર પૂર્વ કોડી.
તે જ ઉત્કૃષ્ટકાળ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને પલ્યોપમ સ્થિતિ, બાકી પૂર્વવત્. માત્ર પરિમાણ, અવગાહના આના ત્રીજા ગમક મુજબ છે. ભવાદેશથી બે ભવ ગ્રહણ. કાલાદેશથી જઘન્યા પૂર્વકોડી અધિક ત્રણ પલ્યોપમ, ઉત્કૃષ્ટથી પણ તેમજ રહે.
જો મનુષ્યમાં ઉત્પન્ન થાય તો શું સંજ્ઞીમાં કે અસંજ્ઞીમાં? ગૌતમ! બંનેમાં. ભગવન્! અસંજ્ઞી મનુષ્ય જે પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થવાને યોગ્ય હોય, તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ પૂર્વકોડી આયુવાળામાં ઉપજે. લબ્ધિ-ત્રણે ગમકોમાં પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થનારની માફક છે. સંવેધ - અહીં અસંજ્ઞી પંચેન્દ્રિયના મધ્યમ ત્રણ ગમક મુજબ સંપૂર્ણ કહેવો.
જો સંજ્ઞી મનુષ્યમાં ઉપજે તો શું સંખ્યાત વર્ષાયુષ્કમાં ઉપજે કે અસંખ્યાત વર્ષાયુષ્કમાં? ગૌતમ! સંખ્યાત૦માં, અસંખ્યાત૦માં નહીં.
જો સંખ્યાત વર્ષાયુવાળામાં ઉપજે તો શું પર્યાપ્તા૦ કે અપર્યાપ્તામાં૦? ગૌતમ! બંનેમાં. - - ભગવન્! સંજ્ઞી મનુષ્ય, જે પંચેન્દ્રિય તિર્યંચમાં ઉપજવાને યોગ્ય હોય, તે કેટલી કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ સ્થિતિમાં ઉપજે.
ભગવન્! તે૦ લબ્ધિ, અહીંના સંજ્ઞી મનુષ્યના પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થનાર પ્રથમ ગમક મુજબ યાવત્ ભવાદેશ. કાલાદેશથી જઘન્ય બે અંતમુહૂર્ત્ત, ઉત્કૃષ્ટા પૂર્વકોડી અધિક ત્રણ પલ્યોપમ.
તે જ જઘન્યકાળ સ્થિતિકમાં ઉત્પન્ન થાય તો આ જ વક્તવ્યતા છે. માત્ર કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ ચાર અંતર્મુહૂર્ત્ત અધિક ચાર પૂર્વકોડી છે.
તે જ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને ત્રણ પલ્યોપમ સ્થિતિમાં ઉપજે. પૂર્વોક્ત વક્તવ્યતા કહેવી. માત્ર અવગાહના જઘન્યથી અંગુલ પૃથક્ત્વ, ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુષ્, સ્થિતિ જઘન્ય માસ પૃથક્ત્વ, ઉત્કૃષ્ટ પૂર્વ કોડી. એ પ્રમાણે અનુબંધ પણ છે. ભવાદેશથી બે ભવગ્રહણ. કાલાદેશથી જઘન્ય માસ પૃથક્ત્વ અધિક ત્રણ પલ્યોપમ, ઉત્કૃષ્ટથી પૂર્વકોડી અધિક ત્રણ પલ્યોપમ, આટલો કાળ રહે.
તે જ સ્વયં જઘન્ય કાળ સ્થિતિક૦ જન્મે, જેમ સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ યોનિકના પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાં ઉત્પન્ન થનારના મધ્યમ ત્રણ ગમકમાં વક્તવ્યતા કહી, તે જ અહીં મધ્યમ ત્રણ ગમકમાં કહેવી. વિશેષ આ - પરિમાણ-ઉત્કૃષ્ટા સંખ્યાતા ઉપજે, બાકી પૂર્વવત્.
તે સ્વયં ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં જન્મે, બધી વક્તવ્યતા પહેલા ગમ મુજબ કહેવી. માત્ર અવગાહના-જઘન્ય અને ઉત્કૃષ્ટ-૫૦૦ ધનુષ્ સ્થિતિ, અનુબંધ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોડી. બાકી તેમજ યાવત્ ભવાદેશ. કાલાદેશથી જઘન્ય અંતર્મુહૂર્ત્ત અધિક પૂર્વકોડી, ઉત્કૃષ્ટ પૂર્વકોડી પૃથક્ત્વ અધિક ત્રણ પલ્યોપમ-આટલો કાળ રહે.
તે જ જઘન્યકાળ સ્થિતિકમાં ઉત્પન્ન હોય, આ જ વક્તવ્યતા. વિશેષ આ - કાલાદેશથી જઘન્યા અંતર્મુહૂર્ત્ત અધિક પૂર્વકોડી, ઉત્કૃષ્ટી ચાર અંતર્મુહૂર્ત્ત અધિક ચાર પૂર્વકોડી કાળ રહે.
તે જ ઉત્કૃષ્ટ સ્થિતિકમાં ઉત્પન્ન હોય તો જઘન્ય અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ, આ જ લબ્ધિ સાતમા ગમક મુજબ છે. ભવાદેશથી બે ભવગ્રહણ, કાલાદેશથી જઘન્યા પૂર્વકોડી અધિક ત્રણ પલ્યોપમ, ઉત્કૃષ્ટથી પણ આ જ કાળ. ગમનાગમન કરે.
જો દેવમાંથી આવીને ઉપજે તો શું ભવનવાસી દેવથી કે વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક દેવથી ઉપજે? ગૌતમ! ચારેથી ઉપજે.
જો ભવનવાસીથી આવીને ઉપજે તો શું અસુરકુમારથી કે યાવત્ સ્તનિતકુમારથી આવીને ઉપજે? ગૌતમ! દશેમાંથી આવીને ઉપજે.
ભગવન્! જે અસુરકુમાર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં ઉપજવા યોગ્ય હોય, તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્યા અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટી પૂર્વકોડી આયુવાળામાં ઉપજે.
અસુરકુમારોની લબ્ધિ નવે ગમકોમાં, પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થનારની માફક કહેવી. એ રીતે યાવત્ ઈશાન દેવની લબ્ધિ કહેવી. ભવાદેશથી સર્વત્ર આઠ ભવગ્રહણ ઉત્કૃષ્ટથી, જઘન્યથી બે ભવસ્થિતિ, સંવેધ સર્વત્ર જાણી લેવો.
ભગવન્! જે નાગકુમાર પંચે૦ તિર્યંચમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તો આ જ વક્તવ્યતા. વિશેષ એ કે - સ્થિતિ, સંવેધ જાણી લેવા યાવત્ સ્તનિતકુમાર સુધી આમ કહેવું.
જો વ્યંતરમાં ઉપજે તો શું પિશાચમાં૦? પૂર્વવત્ યાવત્ હે ભગવન્! જે વ્યંતર પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય૦? પૂર્વવત્ જ. માત્ર સ્થિતિ અને સંવેધ જાણી લેવા.
જો જ્યોતિષ્કમાં ઉપજે? તેમ જ જાણવું. યાવત્ જે જ્યોતિષ્ પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, આ જ વક્તવ્યતા કહેવી જે પૃથ્વીકાયિક ઉદ્દેશમાં કહી, નવે ગમકમાં આઠ ભવગ્રહણ, કાલાદેશથી જઘન્યા અંતર્મુહૂર્ત્ત અધિક આઠ પલ્યોપમ, ઉત્કૃષ્ટથી ચાર પૂર્વકોડી ચાર લાખ વર્ષ અધિક ચાર પલ્યોપમ કાળ રહે. એ રીતે નવે ગમકમાં સ્થિતિ અને સંવેધ જાણી લેવો.
જો વૈમાનિક દેવમાં ઉપજે તો શું કલ્પોપકથી૦ કે કલ્પાતીત૦? ગૌતમ! કલ્પોપક વૈમાનિકથી આવીને ઉપજે, કલ્પાતીતથી નહીં.
જો કલ્પોપકથી૦ યાવત્ સહસ્રાર કલ્પોપક વૈમાનિક દેવથી આવીને ઉપજે, પણ આનત યાવત્ અચ્યુત કલ્પોપકથી આવીને નહીં.
ભગવન્! સૌધર્મ દેવ, જે પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે કેટલી કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ પૂર્વકોટી આયુમાં, બાકી નવે ગમકોમાં પૃથ્વીકાયિક ઉદ્દેશક મુજબ જાણવું. વિશેષ આ - નવ ગમકમાં જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ આઠ ભવગ્રહણ, સ્થિતિ અને કાલાદેશ જાણી લેવો. એ રીતે ઈશાન દેવમાં પણ કહેવું. એ રીતે આ ક્રમથી બાકીના યાવત્ સહસ્રાર દેવોનો ઉત્પાદ કહેવો. માત્ર અવગાહના, ‘અવગાહના સંસ્થાન’ પદ મુજબ કહેવી, લેશ્યા સનત્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોકમાં એક જ પદ્મલેશ્યા, પછીનાને એક જ શુક્લલેશ્યા, વેદમાં સ્ત્રી, પુરુષવેદક, આયુ, અનુબંધ સ્થિતિપદ મુજબ. બાકીનું ઈશાનક મુજબ. કાય સંવેધ જાણી લેવો.
ભગવન્! તે એમ જ છે, એમ જ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit