Pramāṇa · Search · About · API

Viyahapannatti 1281

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1281

Language
Gujarati

1281

વિવેચન :–૮૫૬
નારકોમાં અસંખ્યાત વર્ષાયુષ્ક ન ઉપજે, તેથી ઉત્કૃષ્ટ પૂર્વકોડી આયુ કહ્યું. પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થનાર અસુરકુમારોની જે વક્તવ્યતા - પરિમાણાદિ પૂર્વે કહ્યા, તે જ અહીં નારકોના પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થનારના કહેવા. - X - ઉત્પત્તિ સમયાશ્રીને ‘જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ’ એમ કહ્યું. ઉત્કૃષ્ટ સાત ધનુષ્‌ તે ૧૩-માં પ્રતર આશ્રીને છે. પહેલા પ્રસ્તટાદિમાં આ પ્રમાણે - (૧) રત્ની, (૨) ત્રણ હાથ, પછી પ્રત્યેકમાં સાડા છપ્પન અંગુલની વૃદ્ધિ કહેવી. - - ભવધારણીય અવગાહનામાં ઉત્કૃષ્ટ અવગાહના સૂત્રમાં કહી, તેનાથી બમણી-૧૫ ધનુષ્‌ ઉત્તર વૈક્રિયની જાણવી. - X - દૃષ્ટિ આદિ, અસુરકુમારોની માફક કહેવી. - X - બાકી ઔઘિક પહેલા ગમ મુજબ છે. આ રીતે બાકીના સાતે ગમો કહેવા. - આ રીતે નારકોની જેવી જઘન્યાદિ સ્થિતિ પહેલા ત્રણ ગમકમાં કહી, તેવી જ મધ્ય અને છેલ્લામાં હોય? જેમ નૈરયિક ઉદ્દેશકમાં પહેલા સંજ્ઞી પંચે૦ તિર્યંચ સાથે નારકોનું વચલા અને છેલ્લા ત્રણ ગમકોમાં સ્થિતિ વૈવિધ્ય છે, તેમ અહીં પણ કહેવું.
શરીરાવગાહના પ્રજ્ઞાપના પદ-૨૧-મુજબ છે. - X - X - બીજી આદિ નરકમાં સંજ્ઞી જ ઉપજે, માટે ત્રણ જ્ઞાન-ત્રણ અજ્ઞાન નિયમા હોય છે. ૬૬-સાગરોપમ, આ ભવોના કાળનું બહુત્વ કહ્યું છે, તે જઘન્ય સ્થિતિક નારકોને હોય છે. ૨૨-સાગરોપમાયુ નારક થઈને, પંચેન્દ્રિય તિર્યંચમાં પૂર્વ કોટી આયુએ જન્મી, ત્રણ વારે ૬૬-સાગરોપમ અને ત્રણ પૂર્વકોટી થાય. જો ૩૩-સાગરોપમનો ઉત્કૃષ્ટ સ્થિતિક નારક થઈને પૂર્વકોટી આયુ પંચે૦માં જન્મે તો બે વખતમાં ૬૬-સાગરોપમ અને બે પૂર્વકોટી થાય.
હવે તિર્યંચયોનિકથી તેનો ઉત્પાદ કહે છે – પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થનારની જે વક્તવ્યતા કહી, તે જ અહીં પણ કહેવી. માત્ર પરિમાણ દ્વારમાં પ્રતિસમય અસંખ્યાતા ઉપજે તેમ કહ્યું. અહીં તે એકાદિ કહેવા.
પૃથ્વીકાયિકથી પૃથ્વી૦ ઉત્પન્ન થનારને સંવેધ દ્વારમાં પહેલા, બીજા, ચોથા, પાંચમાં ગમમાં ઉત્કૃષ્ટથી અસંખ્યાત ભવગ્રહણ, બાકીનામાં આઠ, નહીં નવે ગમકમાં આઠ. કાલાદેશથી સંવેધ પૃથ્વીકાયિકના અને સંજ્ઞી પંચેન્દ્રિયની સ્થિતિથી કહેવો. - X - X - એ રીતે બધે સંવેધ જાણવો.
અપ્‌કાયિકથી ચઉરિન્દ્રિય સુધી ઉદ્વર્તીને બધે જ પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પાદ છે. અપ્‌કાયાદિની લબ્ધિ, પરિમાણાદિ કહેવા, જે પૂર્વ સૂત્રોથી જાણવા. હવે તેને સ્પષ્ટ કરે છે - જેમ પૃથ્વીકાયિકથી પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થનાર જીવોની લબ્ધિ કહી, તેમજ અપ્‌કાયાદિની કહેવી.
અસંજ્ઞીથી પંચે૦તિર્યંચ ઉત્પાદાધિકારમાં - પલ્યોપમના અસંખ્યાત ભાગ સ્થિતિ દ્વારા અસંજ્ઞી પંચેન્દ્રિયોનો અસંખ્યાત વર્ષાયુષ્ક પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પત્તિ કહી. - X - પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થનાર અસંજ્ઞીનો પૃથ્વીકાયિક ઉદ્દેશકમાં કહ્યા મુજબ અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થનારને કહેવા. પૂર્વ કોટી આયુષ્ક અસંજ્ઞી પૂર્વ કોટી આયુષ્ક પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થાય, એમ સાત ભવગ્રહણમાં સાત પૂર્વકોટી, આઠમામાં યુગલિક તિર્યંચમાં પલ્યોપમનો અસંખ્યાત ભાગ પ્રમાણાયુષ્કમાં ઉપજે.
ત્રીજા ગમકમાં - સંખ્યાત કહ્યા, કેમકે અસંખ્યાતનો અભાવ છે. - - ચોથા ગમકમાં પૂર્વકોડી આયુષ્કમાં ઉત્કૃષ્ટથી ઉપજે કહ્યું, કેમકે જઘન્ય આયુ અસંજ્ઞી સંખ્યાતાયુષ્કમાં જ ઉપજે. - X - X - X - હવે સંજ્ઞી પંચેન્દ્રિયથી સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પાદ કહે છે – અવશેષ - પરિમાણાદિ. તેમાં અવગાહના સાત ધનુષ્‌ આદિ કહી, અહીં ઉત્કર્ષથી ૧૦૦૦ યોજન માન છે, તે મત્સ્યાદિને આશ્રીને છે. - X - X - લબ્ધિ આ સૂત્રાનુસાર જાણવી. સંવેધ - X - ભવાદેશથી જઘન્યથી બે ભવ, ઉત્કૃષ્ટથી આઠ ભવ. કાલાદેશથી જઘન્યથી બે અંતર્મુહૂર્ત્ત, ઉત્કર્ષથી ચાર અંતર્મુહૂર્ત્ત અધિક ચાર પૂર્વકોટી. આ જઘન્યસ્થિતિક ઔઘિકોમાં અહીં સંવેધ છે. - X - X -
નવમાં ગમકમાં-તેમાં પરિમાણ ઉત્કૃષ્ટથી સંખ્યાતા ઉપજે, અવગાહના-ઉત્કૃષ્ટથી ૧૦૦૦ યોજન. - - હવે મનુષ્યથી ઉપપાત કહે છે–
લબ્ધિ-પરિમાણાદિ. અસંજ્ઞી મનુષ્યને ત્રણે ગમકમાં આદ્યમાં - X - જઘન્ય અને ઉત્કૃષ્ટથી મનુષ્યો દેવોમાં જ ઉત્પન્ન થાય, તિર્યંચમાં નહીં. તેથી નો અસંખેજ્જવાસાઉએહિંતો૦ એમ સૂત્રમાં કહ્યું.
તે સંજ્ઞીમનુષ્યની યથા તે સંજ્ઞી મનુષ્યના પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થનારની પહેલા ગમમાં કહી છે, તે જ પરિમાણથી જઘન્યથી એક, કે બે અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા જ ઉપજે, કેમકે સ્વભાવથી પણ સંજ્ઞી મનુષ્યો સંખ્યાતા જ છે. તથા છ સંઘયણી, ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુષ્‌, અવગાહના, છ સંસ્થાન, છ લેશ્યા, ત્રણ દૃષ્ટિ, ભજનાએ ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન, ત્રણે યોગ, બે ઉપયોગ, ચાર સંજ્ઞા, ચાર કષાય, પાંચ ઈન્દ્રિય, છ સમુદ્ઘાત, બંને વેદના, ત્રણે વેદ, જઘન્યથી અંતર્મુહૂર્ત્ત સ્થિતિ, ઉત્કૃષ્ટથી પૂર્વકોટી આયુ, બંને અધ્યવસાય, સ્થિતિ સમાન અનુબંધ. ઈત્યાદિ - X -
બીજા ગમકમાં પહેલા ગમ મુજબ જ. માત્ર સંવેધ, કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી ચાર અંતર્મુહૂર્ત્ત ચાર પૂર્વ કોટી. - - ત્રીજા ગમમાં પણ એમ જ છે. જઘન્યાવગાહના અંગુલ પૃથક્ત્વ - અર્થાત્‌ આનાથી હીનતર શરીરી મનુષ્ય ઉત્કૃષ્ટાયુ તિર્યંચમાં ન ઉપજે. - X - X - સર્વથા સમાનતા નિવારવા કહે છે – ત્યાં પરિમાણ દ્વારમાં ઉત્કૃષ્ટ અસંખ્યેયા ઉપજે તેમ કહ્યું, અહીં સંજ્ઞી મનુષ્યો સંખ્યેયત્વથી સંખ્યાતા ઉપજે કહ્યું. સંહનનાદિ સમાન છે - છ સંઘયણ, અંગુલના અસંખ્ય ભાગ અવગાહના, છ સંસ્થાન ત્રણ લેશ્યા, મિથ્યાદૃષ્ટિ, બે અજ્ઞાન, કાયયોગ, બે ઉપયોગ, ચાર સંજ્ઞા, ચાર કષાય, પાંચ ઈન્દ્રિયો, ત્રણ સમુદ્ઘાત૦ ઈત્યાદિ - X -
હવે દેવોથી આવીને પંચેન્દ્રિયમાં ઉપજે તે કહે છે – - X - X - જે રીતે પૃથ્વીકાયિકોમાં દેવોની ઉત્પત્તિ કહી, તે રીતે અસુરકુમારથી ઈશાનક દેવ સુધી તેઓની પંચેન્દ્રિય તિર્યંચમાં કહેવી. - X - અસુરકુમારોની એકથી અસંખ્યેય સુધી પંચેન્દ્રિય તિર્યંચમાં એક સમયથી ઉત્પાદ છે, સંહનનો અભાવ છે, જઘન્યથી અંગુલનો અસંખ્યેય ભાગ, ઉત્કૃષ્ટથી સાત હાથ પ્રમાણ ભવધારણીયની અવગાહના છે, ઉત્તર વૈક્રિયની જઘન્ય તે જ છે, ઉત્કૃષ્ટથી લાખ યોજન પ્રમાણ, સંસ્થાન સમચતુરસ્ર, ઉત્તર વૈક્રિય અપેક્ષાએ વિવિધ આકારે, ચાર લેશ્યા, ત્રણે દૃષ્ટિ, ત્રણ જ્ઞાનો અવશ્ય - ત્રણ અજ્ઞાન ભજનાએ યોગાદિ પાંચ પદ પ્રતીત છે, સમુદ્ઘાતો પહેલા પાંચ, વેદના બે ભેદે, વેદનપુંસક વર્જિત, સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ જઘન્યા, ઉત્કૃષ્ટી સાતિરેક સાગરોપમ. નાગકુમારાદિ વક્તવ્યતા સૂત્રાનુસાર કહેવી. અવગાહના, પ્રજ્ઞાપનાના ૨૧-માં પદ મુજબ. તે ભવનપતિથી ઈશાન સુધી સાત હાથ, પછી એકૈકની હાની બાકીના બે, બે, બે, ચારમાં થાય.

Linked texts (1)