Pramāṇa · Search · About · API

Viyahapannatti 1279

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1279

Language
Gujarati

1279

વિવેચન :–૮૫૩ થી ૮૫૫
જે પૃથ્વીકાયિકની પૃથ્વીકાયિકમાં ઉત્પત્તિ તે લબ્ધિ, પૂર્વોક્ત બેઈન્દ્રિયોમાં પણ તે જ છે. તે જ ચાર ગમકોમાં પહેલા-બીજા-ચોથા-પાંચમાં લક્ષણરૂપ અને બાકીના પાંચ તૃતીય આદિ. જે રીતે પૃથ્વીકાયિક સાથે બેઈન્દ્રિયનો સંવેધ કહ્યો, તેમજ અપ્‌, તેઉ, વાયુ, વનસ્પતિ, બે-ત્રણ -ચાર ઈન્દ્રિયો સાથે સંવેધ કહેવો. પૂર્વોક્ત ચાર ગમકોમાં ભવાદેશથી સંખ્યાત ભવો, બાકી પાંચમાં આઠ ભવ. કાલાદેશથી જે જેની સ્થિતિ, તેના સંયોજનથી સંવેધ કહેવો. પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો સાથે બેઈન્દ્રિયનો તે જ રીતે બધા ગમોમાં આઠ ભવો કહેવા. [શતક-૨૪-નો ઉદ્દેશો-૧૭ પૂર્ણ થયો] હવે ૧૮-મો -
સ્થિતિ-તેઈન્દ્રિયોમાં ઉત્પન્ન થનારનુ પૃથ્વી આદિનું આયુ, સંવેધ - તેઈન્દ્રિયમાં ઉત્પન્ન થનાર પૃથ્વી આદિ અને તેઈન્દ્રિયોની સ્થિતિનો સંયોગ. તેઉકાય સાથે તેઈન્દ્રિયોના સ્થિતિ સંવેધ ૨૦૮ રાત્રિદિવસો કઈ રીતે? ઔઘિક તેઉકાયિકનો ચાર ભવોમાં ઉત્કર્ષથી ત્રણ અહોરાત્ર માનત્વથી બાર અહોરાત્ર, ઉત્કૃષ્ટ સ્થિતિમાં તેઈન્દ્રિયના ઉત્કૃષ્ટ ચાર ભવમાં ૪૯-ના પ્રમાણથી ૧૯૬ રાત્રિદિવસના સંયોગથી ૨૦૮ થાય.
બેઈન્દ્રિયનું ઉત્કૃષ્ટ ૧૨-વર્ષ પ્રમાણ, તેથી ચાર ભવોમાં ૪૮ વર્ષ થાય. તેઈન્દ્રિયના ભવમાં ઉત્કૃષ્ટ-૪૯ રાત્રિ-દિવસનું પ્રમાણ છે. ચાર ભવોમાં તે ૧૯૬ દિવસ થાય છે. તે બંનેનો સંયોગ કરવો.
તેઈન્દ્રિયના ભવોમાં ઉત્કૃષ્ટ-૪૯ અહોરાત્ર, આઠ ભવમાં ૩૯૨ થાય. એ રીતે બધે જાણવું. આ રીતે ચતુરિન્દ્રિયથી મનુષ્યપર્યન્ત સાથે તેઈન્દ્રિયના ત્રીજા ગમનો સંવેધ કરવો તેમ સૂચવ્યું. - X - X - ઈત્યાદિ. પહેલો આદિ ચાર ગમનો સંવેધ તો ભવાદેશથી ઉત્કૃષ્ટ સંખ્યાત ભવ ગ્રહણરૂપ છે, કાલાદેશથી તે સંખ્યાત કાળરૂપ છે. [ઉદ્દેશા-૧૮, ૧૯-માં કંઈ લખેલ નથી.]

Linked texts (1)