Pramāṇa · Search · About · API

Viyahapannatti 1282

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1282

Language
Gujarati

1282

‘ભગવતી’ સૂત્ર-૮૫૭ :– [૨૪/–/૨૧/૮૫૭]
ભગવન્‌! મનુષ્ય ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? નૈરયિકથી કે યાવત્‌ દેવથી આવીને? ગૌતમ! ચારેથી આવીને ઉપજે. એ પ્રમાણે ઉપપાત પંચેન્દ્રિય તિર્યંચયોનિક ઉદ્દેશકવત્‌ કહેવો યાવત્‌ તમા પૃથ્વી નૈરયિકથી આવીને પણ ઉપજે. પણ અધઃસપ્તમીથી આવીને ન ઉપજે.
ભગવન્‌! રત્નપ્રભાપૃથ્વી નૈરયિક જે મનુષ્યમાં ઉપજવા યોગ્ય હોય તે કેટલા કાળની સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્ય માસ પૃથક્ત્વ અને ઉત્કૃષ્ટ પૂર્વ કોડી આયુવાળામાં. બાકીની વક્તવ્યતા પંચેન્દ્રિય પંચેન્દ્રિય તિર્યંચ૦માં ઉત્પન્ન થનારની માફક તેમજ કહેવી. વિશેષ એ - પરિમાણ જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટા સંખ્યાતા ઉપજે. ત્યાં અંતર્મુહૂર્ત્ત સાથે કર્યો તેમ અહીં માસ પૃથક્ત્વથી સંવેધ કરવો જોઈએ. બાકી પૂર્વવત્‌.
રત્નપ્રભા વક્તવ્યતા માફક શર્કરાપ્રભાની વક્તવ્યતા પણ કહેવી. વિશેષ આ - જઘન્ય વર્ષપૃથક્‌ત્વ સ્થિતિમાં, ઉત્કૃષ્ટ પૂર્વકોડીમાં. અવગાહના, લેશ્યા, જ્ઞાન, સ્થિતિ, અનુબંધ, સંવેધમાં વિશેષતા તિર્યંચયોનિક ઉદ્દેશા માફક જાણવી. - - એ પ્રમાણે તમા પૃથ્વી નૈરયિક સુધી જાણવું.
જો તિર્યંચયોનિકોથી આવીને ઉપજે, તો શું એકેન્દ્રિયથી૦ કે યાવત્‌ પંચેન્દ્રિય તિર્યંચયોનિકથી આવીને ઉપજે? ગૌતમ! એકેન્દ્રિય તિર્યંચયોનિક ભેદો, પંચેન્દ્રિય તિર્યંચયોનિક ઉદ્દેશક અનુસાર જાણવા. માત્ર તેઉકાય વાયુકાયનો નિષેધ કરવો. બાકી પૂર્વવત્‌ યાવત્‌ –
ભગવન્‌! જે પૃથ્વીકાયિક મનુષ્યમાં ઉપજવા યોગ્ય હોય, તે હે ભગવન્‌! કેટલા કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટથી પૂર્વકોડી આયુવાળામાં ઉપજે.
ભગવન્‌! તે જીવો૦ એ પ્રમાણે જેમ પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થનાર પૃથ્વીકાયની વક્તવ્યતા અહીં પણ ઉત્પન્ન થનારની નવે ગમકમાં કહેવી. માત્ર ત્રીજા, છઠ્ઠા, નવમાં ગમકમાં પરિમાણ જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા ઉપજે. - - જ્યારે સ્વયં જઘન્યકાળ સ્થિતિક હોય છે, ત્યારે વચ્ચેના ત્રણ ગમકોમાં પ્રથમ ગમકમાં અધ્યવસાય પ્રશસ્ત, અપ્રશસ્ત બંને હોય છે. બીજા ગમકમાં અપ્રશસ્ત, ત્રીજા ગમકમાં પ્રશસ્ત હોય છે - X -
જો અપ્‌કાયથી આવે૦ તો પૂર્વોક્ત વક્તવ્યતા. એ રીતે વનસ્પતિકાયિકની પણ, એ પ્રમાણે યાવત્‌ ચતુરિન્દ્રિયની પણ જાણવી.
અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક, સંજ્ઞી પંચે૦ તિર્યંચ૦, અસંજ્ઞી મનુષ્ય, સંજ્ઞી મનુષ્ય આ બધાં પંચેન્દ્રિય તિર્યંચયોનિક ઉદ્દેશા પ્રમાણે કહેવા. વિશેષ એ કે - આના પરિણામ, અધ્યવસાયની ભિન્નતા પૃથ્વીકાયિક ઉદ્દેશા મુજબ કહેવી. બાકી સંપૂર્ણ પૂર્વવત્‌.
જો દેવથી આવીને ઉપજે, તો શું ભવનવાસી યાવત્‌ વૈમાનિક દેવથી આવીને ઉપજે? ગૌતમ! ચારેથી આવીને ઉપજે. જો ભવનવાસી૦ તો અસુરથી યાવત્‌ સ્તનિતથી આવે૦? ગૌતમ! તે દશેથી આવે.
ભગવન્‌! જે અસુરકુમાર, મનુષ્યમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્યે માસપૃથક્‌ત્વ ઉત્કૃષ્ટે પૂર્વકોડી આયુવાળામાં. એ રીતે જેમ પંચેન્દ્રિય તિર્યંચયોનિક ઉદ્દેશકની વક્તવ્યતા છે, તે અહીં પણ કહેવી. વિશેષ એ - જે ત્યાં અંતર્મુહૂર્ત્ત સ્થિતિમાં છે, તે અહીં માસ પૃથક્‌ત્વમાં કહેવું. પરિમાણ જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા ઉપજે છે. બાકી પૂર્વવત્‌. એ પ્રમાણે ઈશાન દેવ સુધી કહેવું અને ઉક્ત વિશેષતા જાણવી. પંચેન્દ્રિય તિર્યંચ યોનિકના ઉદ્દેશા અનુસાર સનત્કુમારથી સહસ્રાર દેવ સુધી કહેવું. વિશેષ એ કે - પરિમાણમાં જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી પૂર્વકોડી આયુષ્કમાં ઉપજે. બાકી તેમજ છે. સંવેધ વર્ષપૃથક્‌ત્વ અને પૂર્વકોડી કહેવો. સનત્કુમારમાં સ્થિતિના ચાર ગણા કરતા ૨૮-સાગરોપમ થાય છે. માહેન્દ્રમાં તે જ સાતિરેક થાય. બ્રહ્મલોકમાં-૪૦, લાંતકમાં-૫૬, મહાશુક્રમાં-૬૮, સહસ્રારમાં-૭૨ સાગરોપમ, આ ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવી. જઘન્ય સ્થિતિ પણ ચાર ગણી કહેવી.
ભગવન્‌! આણતદેવ જે મનુષ્યમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્યથી વર્ષપૃથક્‌ત્વ, ઉત્કૃષ્ટથી પૂર્વકોડી સ્થિતિમાં ઉપજે. ભગવન્‌! તે૦ એ પ્રમાણે જેમ સહસ્રાર દેવની વક્તવ્યતા છે તેમ કહેવું. માત્ર અવગાહના, સ્થિતિ, અનુબંધ જાણી લેવો. બાકી પૂર્વવત્‌. ભવાદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ છ ભવ. કાલાદેશથી જઘન્ય વર્ષ પૃથક્‌ત્વ અધિક ૧૮-સાગરોપમ, ઉત્કૃષ્ટથી ત્રણ પૂર્વકોડી અધિક ૫૭-સાગરોપમ આટલો કાળ રહે. એ પ્રમાણે નવ ગમકો છે. માત્ર સ્થિતિ અને અનુબંધ જાણી લેવા. એ પ્રમાણે યાવત્‌ અચ્યુત દેવ, માત્ર સ્થિતિ, અનુબંધ, સંવેધ જાણવા. પ્રાણતદેવની સ્થિતિને ત્રણ ગણી કરતા ૬૦ સાગરોપમ, આરણની ૬૩ સાગરોપમ, અચ્યુતની ૬૬ સાગરોપમ.
જો કલ્પાતીત વૈમાનિકદેવથી ઉપજે તો શું ગ્રૈવેયક૦થી ઉપજે કે અનુત્તરોપપાતિકથી? ગૌતમ! બંનેથી. - - જો ગ્રૈવેયકથી ઉપજે તો શું હેઠ્ઠિમ૦થી કે યાવત્‌ ઉપરિમ ગ્રૈવેયકથી ઉપજે? ગૌતમ! ત્રણેથી ઉપજે.
ભગવન્‌! ગ્રૈવેયક દેવ જે મનુષ્યમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તે કેટલો કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્ય વર્ષ પૃથક્ત્વ સ્થિતિમાં, ઉત્કૃષ્ટથી પૂર્વકોડી. બાકીનું આનતદેવની વક્તવ્યતા મુજબ જાણવું. માત્ર અવગાહનામાં - તેઓ એક ભવધારણીય શરીરી છે, જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી બે રત્ની. સંસ્થાન, ભવધારણીય શરીરનું સમચતુરસ્ર, પાંચ સમુદ્ઘાતવેદના યાવત્‌ તૈજસ, પણ વૈક્રિય કે તૈજસ સમુદ્ઘાત વડે સમવહત થયો નથી - થતો નથી - થશે નહીં. સ્થિતિ, અનુબંધ જઘન્યથી ૨૨-સાગરોપમ, ઉત્કૃષ્ટથી ૩૧-સાગરોપમ. બાકી પૂર્વવત્‌, કાલાદેશથી જઘન્ય વર્ષ પૃથક્‌ત્વ અધિક ૨૨-સાગરોપમ, ઉત્કૃષ્ટ ત્રણ પૂર્વ કોડી અધિક ૯૩-સાગરોપમ. એ રીતે બાકીના આઠે ગમકમાં જાણવું. માત્ર સ્થિતિ અને સંવેધ જાણી લેવો.
જો અનુત્તરોપપાતિક કલ્પાતીત વૈમાનિકથી ઉપજે તો શું વિજય અનુત્તર૦થી આવીને ઉપજે કે સર્વાર્થસિદ્ધ૦થી? ગૌતમ! પાંચેથી ઉપજે. - - ભગવન્‌! વિજય-વૈજયંત-જયંત-અપરાજિત દેવ જે મનુષ્યમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે કેટલી કાળ સ્થિતિમાં ઉપજે? જેમ ગ્રૈવેયક દેવમાં કહ્યું તેમ જાણવું. માત્ર અવગાહના જઘન્યા અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટી એક રત્ની, માત્ર સમ્યગ્‌દૃષ્ટિ, જ્ઞાની અને નિયમા ત્રણ જ્ઞાની - આભિનિબોધિક, શ્રુત, અવધીજ્ઞાની, સ્થિતિ-જઘન્યથી ૩૧-સાગરોપમ, ઉત્કૃષ્ટથી ૩૩-સાગરોપમ. બાકી પૂર્વવત્‌. ભવાદેશથી - જઘન્યે બે ભવ, ઉત્કૃષ્ટ ચાર ભવગ્રહણ. કાલાદેશથી જઘન્યથી વર્ષ પૃથક્ત્વાધિક ૩૧-સાગરોપમ, ઉત્કૃષ્ટથી બે પૂર્વકોડી અધિક-૬૬ સાગરોપમ. આ પ્રમાણે બાકીના આઠ ગમકો કહેવા. માત્ર સ્થિતિ, અનુબંધ, સંવેધ જાણી લેવો. બાકી પૂર્વવત્‌ જ.
ભગવન્‌! સર્વાર્થસિદ્ધક દેવ, જે મનુષ્યમાં ઉપજવાને યોગ્ય હોય, તે વિજયાદિ દેવ વક્તવ્યતા માફક કહેવા. વિશેષ એ કે - સ્થિતિ અજઘન્યોત્કૃષ્ટ ૩૩-સાગરોપમ, અનુબંધ પણ એમ જ. બાકી પૂર્વવત્‌. ભવાદેશથી બે ભવગ્રહણ, કાલાદેશથી જઘન્ય વર્ષ પૃથક્ત્વ અધિક ૩૩-સાગરોપમ, ઉત્કૃષ્ટથી પૂર્વકોડી અધિક ૩૩-સાગરોપમ કાળ રહે.
તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો આ જ કથન કરવું. માત્ર કાલાદેશથી જઘન્યા વર્ષપૃથક્ત્વાધિક ૩૩-સાગરોપમ, ઉત્કૃષ્ટી વર્ષ પૃથક્ત્વાધિક ૩૩-સાગરોપમ કાળ રહે.
તે જ ઉત્કૃષ્ટકાળ સ્થિતિક ઉત્પન્ન, આ જ વક્તવ્યતા. માત્ર કાલાદેશથી જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ પૂર્વકોડી અધિક ૩૩-સાગરોપમ, આટલો કાળ રહે. આ ત્રણ જ ગમક છે, બીજા ન કહેવા. ભગવન્‌! તે એમ જ છે, એમ જ છે.

Linked texts (1)