Viyahapannatti 1283
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1283
- Language
- Gujarati
1283
વિવેચન :–૮૫૭
જઘન્ય માસપૃથક્ત્વ-દ્વારા કહે છે કે રત્નપ્રભા નારક જઘન્યે પણ માસ પૃથક્ત્વથી હીનતર આયુ ન બાંધે, કેમકે તેવા પરિણામનો અભાવ છે. બીજે પણ આમ કહેવું. પરિમાણમાં - નારકોનો સંમૂર્ચ્છિમ મનુષ્યમાં ઉત્પાદનો અભાવ છે, ગર્ભજો સંખ્યાતા હોવાથી સંખ્યાતા જ ઉપજે છે - X - X - મનુષ્યોની જઘન્યસ્થિતિ આશ્રીને માસ પૃથક્ત્વથી સંવેધ કરવો. શર્કરાપ્રભાદિ વક્તવ્યતા - પંચે૦ તિર્યંચાનુસાર જાણવી.
હવે તિર્યંચમાંથી મનુષ્યમાં ઉત્પાદ કહે છે – પૃથ્વીકાયથી ઉત્પન્ન થનારની પંચેન્દ્રિય તિર્યંચમાં જે વક્તવ્યતા કહી, તે જ મનુષ્યમાં કહેવી. વિશેષમાં કહે છે – ત્રીજા ગમમાં ઔઘિક પૃથ્વીકાયિકથી ઉત્કૃષ્ટ મનુષ્યમાં જે ઉત્પન્ન થાય, તે ઉત્કૃષ્ટથી સંખ્યાતા જ હોય છે. જો કે સંમુર્ચ્છિમ મનુષ્યોના સંગ્રહથી અસંખ્યાતા થાય, તો પણ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પૂર્વકોટી આયુ સંખ્યાતા જ છે, પંચેન્દ્રિય તિર્યંચ તો અસંખ્યાતા પણ હોય. એમ છઠ્ઠા, નવમામાં છે.
મધ્યમ ગમકોના પહેલા ગમમાં ઔઘિકમાં ઉત્પન્ન થનાર માટે - અધ્યવસાયો ઉત્કૃષ્ટ સ્થિતિકથી ઉત્પત્તિમાં પ્રશસ્ત, જઘન્ય સ્થિતિકત્વથી ઉત્પત્તિમાં અપ્રશસ્ત છે. બીજા ગમમાં - જઘન્યસ્થિતિકની જઘન્ય સ્થિતિમાં ઉત્પત્તિમાં અપ્રશસ્ત છે કેમકે પ્રશસ્ત અધ્યવસાય વાળાની જઘન્ય સ્થિતિમાં ઉત્પત્તિ ન થાય. આ રીતે ત્રીજો ગમ પણ કહેવો. - X -
દેવાધિકારમાં - જેમ અસુરકુમારોની મનુષ્યોમાં, પંચેન્દ્રિય તિર્યંચયોનિક ઉદ્દેશકમાં વક્તવ્યતા છે, તેના અતિદેશથી ઉત્પાદિત છે, તેમ નાગકુમારાદિ ઈશાનાંતની ઉત્પાદનીયતા કહી. કેમકે સમાન વક્તવ્યતા છે. જેમ ત્યાં જઘન્ય સ્થિતિના પરિમાણમાં વૈવિધ્ય કહ્યું. તેમ અહીં પણ છે. સનત્કુમારાદિમાં વક્તવ્યતામાં વિશેષતા ભેદથી દર્શાવેલ છે. - X - જ્યારે ઔઘિક ઉત્કૃષ્ટ સ્થિતિ દેવથી ઔઘિકાદિ મનુષ્યમાં ઉત્પન્ન થાય, ત્યારે ઉત્કૃષ્ટ સ્થિતિ થાય છે. તે ઉત્કૃષ્ટ સંવેધ વિવક્ષામાં ચાર મનુષ્ય ભવ વડે ક્રમથી આંતરિત કરાય છે. તેથી સનત્કુમાર દેવોની ૨૮ આદિ સાગરોપમ પ્રમાણ થાય છે. કેમકે તેનું સાત આદિ સાગરોપમ પ્રમાણત્વ છે. જો જઘન્ય સ્થિતિ દેવમાંથી ઔઘિકાદિ મનુષ્યમાં ઉત્પન્ન થાય ત્યારે જઘન્ય સ્થિતિ થાય છે, તે પણ તે રીતે ચાર ગણી થાય છે. -
આનતાદિ દેવમાં ત્રણ દેવ અને ક્રમથી ત્રણ મનુષ્ય એમ છ ભવો થાય છે. જઘન્ય સ્થિતિ ૧૮ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૫૭ સાગરોપમ છે. તે આ રીતે - આનત દેવની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૯ સાગરોપમ, ત્રણ ભવ વડે ગુણવાથી ૫૭-સાગરોપમ થાય છે. - - ગ્રૈવેયક અધિકારમાં એક ભવધારણીય શરીર કહ્યું કેમકે કલ્પાતીત દેવોને ઉત્તરવૈક્રિય શરીર નથી. ગ્રૈવેયક દેવોને પહેલા પાંચ સમુદ્ઘાત લબ્ધિ અપેક્ષાથી સંભવે છે. વૈક્રિય, તૈજસ વડે તેઓ સમુદ્ઘાત કર્યો નથી - કરતા નથી - કરશે નહીં. કેમકે પ્રયોજન નથી, પહેલા ગ્રૈવેયકે જઘન્યથી ૨૨-સાગરોપમ છે, નવમાં ગ્રૈવેયકમાં ઉત્કૃષ્ટથી ૩૧-સાગરોપમ છે. ઉત્કૃષ્ટથી જે ૯૩ સાગરોપમ અને ત્રણ પૂર્વ કોડી કહ્યું તે ઉત્કૃષ્ટથી છ ભવગ્રહણથી કહ્યું. ત્રણ દેવ ભવમાં ૩૧ X ૩ = ૯૩ અને ત્રણ ભવ મનુષ્યના ઉત્કૃષ્ટ સ્થિતિના, તે રીતે ત્રણ પૂર્વ કોટી થાય છે.
સર્વાર્થસિદ્ધિક દેવાધિકારમાં પહેલા ત્રણ ગમ જ હોય. તેમને જઘન્ય સ્થિતિના અભાવે મધ્યમ ત્રણ, ઉત્કૃષ્ટાભાવે છેલ્લા ત્રણ ગમ નથી.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit