Pramāṇa · Search · About · API

Viyahapannatti 1284

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1284

Language
Gujarati

1284

‘ભગવતી’ સૂત્ર-૮૫૮ :– [૨૪/–/૨૨/૮૫૮]
વ્યંતરો ક્યાંથી આવીને ઉપજે? નૈરયિકથી કે તિર્યંચથી૦? જેમ નાગકુમાર ઉદ્દેશકમાં કહ્યું, તેમ અસંજ્ઞી સુધી બધું કહેવું.
જો સંજ્ઞી પંચેન્દ્રિય યાવત્‌ અસંખ્યાત વર્ષાયુ સંજ્ઞી પંચે૦ જે વ્યંતરમાં ઉપજવા યોગ્ય હોય, તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજે છે? ગૌતમ! જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ સ્થિતિમાં, ઉત્કૃષ્ટથી પલ્યોપમ સ્થિતિમાં ઉપજે. બાકીનું નાગકુમાર ઉદ્દેશક મુજબ જાણવું યાવત્‌ કાલાદેશથી જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અધિક પૂર્વકોડી, ઉત્કૃષ્ટથી ચાર પલ્યોપમ સુધી ગમનાગમન કરે છે.
તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો નાગકુમારના બીજા ગમ માફક વક્તવ્યતા કહેવી. - - તે જ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને પલ્યોપમ, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ. સંવેધ-જઘન્યથી બે પલ્યોપમ, ઉત્કૃષ્ટથી ચાર પલ્યોપમ કાળ રહે.
મધ્યના ત્રણ ગમકો, નાગકુમારના પાછલા ત્રણ ગમકો માફક કહેવા, જેમ નાગકુમાર ઉદ્દેશકમાં કહ્યા. માત્ર સ્થિતિ અને સંવેધ જાણી લેવા. સંખ્યાત વર્ષાયુષ્ક તે પ્રમાણે. માત્ર સ્થિતિ, અનુબંધ અને સંવેધ ઉભય સ્થિતિમાં જાણી લેવા.
જો તે વ્યંતર, મનુષ્યથી આવીને ઉત્પન્ન થાય. તો નાગકુમારોદ્દેશકના અસંખ્યાત વર્ષાયુવાળા માફક કહેવું. માત્ર ત્રીજા ગમમાં સ્થિતિ જઘન્યથી પલ્યોપમ, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ, અવગાહના જઘન્ય એક ગાઉ, ઉત્કૃષ્ટ ત્રણ ગાઉ, બાકી પૂર્વવત્‌. સંવેધ, આ ઉદ્દેશામાં જ અસંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિયવત્‌ કહેવી. સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્યમાં જેમ નાગકુમારોદ્દેશકમાં કહ્યા મુજબ કહેવી. માત્ર સ્થિતિ અને સંવેધ જાણવો.
ભગવન્‌! તે એમ જ છે, એમ જ છે.

Linked texts (1)