Viyahapannatti 1285
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1285
- Language
- Gujarati
1285
વિવેચન :–૮૫૮
અસંખ્યાત વર્ષાયુ સંજ્ઞી પંચેન્દ્રિય અધિકારમાં - ઉત્કૃષ્ટ ચાર પલ્યોપમ કહ્યું કેમકે ત્રણ પલ્યોપમાયુવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ પલ્યોપમાયુ વ્યંતરમાં ઉપજે છે. બીજો ગમ, પહેલા ગમ સમાન છે. વિશેષ એ - જઘન્ય અને ઉત્કૃષ્ટથી ૧૦,૦૦૦ વર્ષ સ્થિતિ, સંવેધ, કાલાદેશથી જઘન્ય ૧૦,૦૦૦ વર્ષાધિક પૂર્વકોડી, ઉત્કૃષ્ટથી ૧૦,૦૦૦ વર્ષાધિક ત્રણ પલ્યોપમ છે. ત્રીજા ગમમાં જઘન્ય સ્થિતિ પલ્યોપમ કહી, કેમકે ભલે અસંખ્યાત વર્ષાયુ તિર્યંચનું આયુ સાતિરેક પૂર્વકોડી છે, તો પણ અહીં પલ્યોપમાયુ વ્યંતરમાં ઉત્પાદથી પલ્યોપમાયુ કહ્યું. કેમકે અસંખ્યાત વર્ષાયુ, પોતાના આયુથી વધારાના આયુવાળા દેવોમાં ઉત્પન્ન ન થાય. સુષમાદુષમામાં પલ્યોપમ આયુવાળાની અવગાહના અપેક્ષાએ જઘન્યથી એક ગાઉ કહ્યું છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit