Pramāṇa · Search · About · API

Viyahapannatti 1286

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1286

Language
Gujarati

1286

‘ભગવતી’ સૂત્ર-૮૫૯ :– [૨૪/–/૨૩/૮૫૯]
ભગવન્‌! જ્યોતિષ્ક ક્યાંથી આવીને ઉપજે? શું નૈરયિકથી૦ આદિ? ભેદો યાવત્‌ સંજ્ઞીપંચેન્દ્રિય તિર્યંચયોનિકથી આવીને ઉપજે છે,અસંજ્ઞીપંચે૦થી નહીં.--જો સંજ્ઞી૦થી ઉપજે તોશું સંખ્યાતા૦થી કે અસંખ્યાતા૦થી?ગૌતમ! સંખ્યાત અને અસંખ્યાતવર્ષાયુષ્કથી ઉપજે.
ભગવન્‌! સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જે જ્યોતિષ્કમાં ઉપજવા યોગ્ય હોય તે કેટલી સ્થિતિવાળામાં ઉપજે? ગૌતમ! જઘન્ય આઠ પલ્યોપમ સ્થિતિમાં, ઉત્કૃષ્ટ એક લાખ વર્ષાધિક પલ્યોપમ સ્થિતિમાં ઉપજે. બાકી બધું અસુરકુમારોદ્દેશક મુજબ કહેવું. માત્ર સ્થિતિ જઘન્યથી પલ્યોપમનો આઠમો ભાગ, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ. એ રીતે અનુબંધ પણ છે. બાકી પૂર્વવત્‌. માત્ર કાલાદેશથી જઘન્યથી. બે-અષ્ટ ભાગ પલ્યોપમ અને ઉત્કૃષ્ટથી એક લાખ વર્ષાધિક ચાર પલ્યોપમ છે.
તે જો જઘન્યકાળ સ્થિતિમાં ઉપજે તો જઘન્ય અષ્ટ ભાગ પલ્યોપમ સ્થિતિમાં, ઉત્કૃષ્ટ પણ તેમજ. આ જ વક્તવ્યતા છે માત્ર કાલાદેશથી જાણી લેવું. - - - તે જ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં ઉપજે, તો આ જ વક્તવ્યતા, માત્ર સ્થિતિ જઘન્ય લાખ વર્ષ અધિક પલ્યોપમ, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ. એ રીતે અનુબંધ છે. કાલાદેશથી જઘન્ય બે લાખ વર્ષાધિક બે પલ્યોપમ, ઉત્કૃષ્ટથી લાખ વર્ષાધિક ચાર પલ્યોપમ છે.
તે જ સ્વયં જઘન્યકાળ સ્થિતિકમાં ઉત્પન્ન હોય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ બંનેમાં અષ્ટ ભાગ પલ્યોપમ સ્થિતિમાં ઉપજે. - - ભગવન્‌! તે જીવ૦ આ જ વક્તવ્યતા. માત્ર અવગાહના જઘન્યથી ધનુષ્‌ પૃથક્‌ત્વ, ઉત્કૃષ્ટ સાતિરેક ૧૮૦૦ ધનુષ્‌. સ્થિતિ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અષ્ટ ભાગ પલ્યોપમ. એ રીતે અનુબંધ પણ છે. બાકી પૂર્વવત્‌. કાલાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટ બે અષ્ટ ભાગ પલ્યોપમ કાળ રહે તે જઘન્ય સ્થિતિક ગમક.
તે જ સ્વયં ઉત્કૃષ્ટ કાળસ્થિતિમાં જન્મેલ હોય તો ઔઘિક વક્તવ્યતા કહેવી. માત્ર સ્થિતિ જઘન્યથી ત્રણ પલ્યોપમ, ઉત્કૃષ્ટથી પણ તેમજ. એ રીતે અનુબંધ પણ છે. બાકી પૂર્વવત્‌. એ રીતે છેલ્લા ત્રણ ગમકો જાણવા. માત્ર સ્થિતિ, સંવેધ જાણી લેવા. આ સાત ગમકો છે.
જો સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય૦ સંખ્યાત વર્ષાયુવાળામાં જેમ અસુરકુમારમાં ઉત્પન્ન થનારમાં કહ્યું તેમ નવે ગમકો કહેવા. માત્ર જ્યોતિષ્ક સ્થિતિ અને સંવેધ જાણી લેવો. બાકી પૂર્વવત્‌.
જો મનુષ્યથી ઉપજે તો ભેદો તેમજ યાવત્‌ અસંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્ય, હે ભગવન્‌! જે જ્યોતિષ્કમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે એ પ્રમાણે જેમ અસંખ્યાત વર્ષાયુ સંજ્ઞી પંચે૦ના જ્યોતિષ્કમાં ઉત્પન્ન થનાર માફક સાત ગમકો મુજબ મનુષ્યમાં પણ કહેવા. માત્ર અવગાહના પહેલા ત્રણ ગમકમાં જઘન્યથી સાતિરેક નવ ધનુષ્‌, ઉત્કૃષ્ટથી ત્રણ ગાઉ. મધ્યમ ગમકમાં જઘન્ય અને ઉત્કૃષ્ટથી સાતિરેક નવ ધનુષ્‌, છેલ્લા ત્રણ ગમકમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણે ગાઉ, બાકી પૂર્વવત્‌ સંપૂર્ણ યાવત્‌ સંવેધ કહેવું.
જો સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્યથી૦ સંખ્યાતવર્ષાયુ જેમ અસુરકુમારમાં ઉત્પન્ન થનાર માફક નવે ગમકો કહેવો. માત્ર જ્યોતિષ્‌ સ્થિતિ અને સંવેધ જાણવો. બાકી બધું પૂર્વવત્‌. ભગવન્‌! તેમજ છે.

Linked texts (1)