Viyahapannatti 1287
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1287
- Language
- Gujarati
1287
વિવેચન :–૮૫૯
બે-અષ્ટભાગ પલ્યોપમમાં એક અસંખ્યાતાયુ સંબંધી, બીજું તારક જ્યોતિષ્ક સંબંધી. ચાર પલ્યોપમ૦માં ત્રણ અસંખ્યાતાયુવાળાના, એક ચંદ્ર વિમાન જ્યોતિષ્ક સંબંધી. ત્રીજા ગમમાં જે સ્થિતિ કહી, તે આ રીતે - અસંખ્યાત વર્ષાયુષ્કની સાતિરેક પૂર્વકોટી જઘન્ય સ્થિતિ હોય છે, તો પણ અહીં લાખ વર્ષાધિક પલ્યોપમ કહ્યું, તે જ્યોતિષ્કના ઉત્પાદ આશ્રિત છે કેમકે અસંખ્યાત વર્ષાયુવાળા પોતાનાથી વધુ સ્થિતિવાળા દેવમાં ન ઉપજે.
ચોથા ગમમાં જઘન્યકાલ સ્થિતિકમાં અસંખ્યાત વર્ષાયુ ઔઘિક જ્યોતિષ્કમાં ઉત્પન્ન, તેઓ અષ્ટ ભાગ પલ્યોપમથી હીનતર હોય તો પણ, જ્યોતિષ્કમાં તેથી હીનતર ન હોય. - X - X - આવું આયુ વિમલવાહન કુલકરના કાળથી પૂર્વકાળના હાથી આદિનું છે. ઔઘિક જ્યોતિષ્ક પણ તેમ છે. - X - અવગાહનામાં જઘન્યથી ધનુષ્ પૃથક્ત્વ કહ્યું. તે વિમલવાહનાદિ કુલકર પૂર્વેના હાથી સિવાયના ક્ષુદ્ર ચતુષ્પદોને આશ્રીને જાણવું. ઉત્કૃષ્ટ ૧૮ સાગરોપમ તે કાળના હાથીને આશ્રીને જાણવું. કેમકે વિમલવાહન નવ ધનુષ્ના હતા, તેનાથી બમણી હાથીની અવગાહના છે.
જઘન્યકાળ સ્થિતિમાં એક જ ગમ કહ્યું કેમકે પાંચમો, છઠ્ઠો તેમ અંતર્ભાવ થાય છે - X - X - સાતમા આદિ ગમકમાં ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ લક્ષણ તિર્યંચની સ્થિતિ છે. બાકી સૂત્રાનુસાર વૃત્તિ સ્પષ્ટ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit