Pramāṇa · Search · About · API

Viyahapannatti 1297

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1297

Language
Gujarati

1297

‘ભગવતી’ સૂત્ર-૮૬૪ :– [૨૫/–/૧/૮૬૪]
ભગવન્‌! પ્રથમ સમયમાં ઉત્પન્ન બે નૈરયિક સમયોગી હોય છે કે વિષમ યોગી? ગૌતમ! કદાચ સમયોગી - કદાચ વિષમયોગી. ભગવન્‌! એમ કેમ કહ્યું - X -? ગૌતમ! આહારક નારકથી અનાહારક નારક અને અનાહારક નારકથી આહારક નારક કદાચિત્‌ હીનયોગી, કદાચ તુલ્યયોગી, કદાચ અધિક યોગી છે. - - જો હીન હોય તો અસંખ્યાત ભાગ હીન કે સંખ્યાતભાગ હીન કે સંખ્યાતગુણ હીન કે અસંખ્યાતગુણ હીન હોય. જો અધિક હોય તો અસંખ્યાત ભાગ અધિક, સંખ્યાતભાગ અધિક, સંખ્યાતગુણ અધિક કે અસંખ્યાત ગુણ અધિક હોય છે. તેથી એમ કહ્યું કે – યાવત્‌ કદાચ વિષમયોગી હોય. આ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું.

Linked texts (1)