Viyahapannatti 1296
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1296
- Language
- Gujarati
1296
વિવેચન :–૮૬૩
સુહુમ - સૂક્ષ્મનામ કર્મોદયથી, અપજ્જત્તગ - અપર્યાપ્તક નામ કર્મોદયથી - X - બાયર - બાદર નામ કર્મોદયથી. આ ચારે જીવ ભેદો પૃથ્વી આદિ એકેન્દ્રિયોના છે. જઘન્ય - નિકૃષ્ટ, કોઈ વ્યક્તિને આશ્રીને, તે જ બીજી વ્યક્તિની અપેક્ષાએ ઉત્કૃષ્ટ હોય તે જઘન્યોત્કર્ષ. તેના યોગ-વીર્યાંતરાય ક્ષયોપશમાદિ સમુત્થ કાયાદિ પરિસ્પંદના આ યોગના ૧૪-જીવસ્થાન સંબંધથી જઘન્યોત્કૃષ્ટથી ૨૮ ભેદના અલ્પબહુત્વાદિ જીવસ્થાનકથી છે
તેમાં સૌથી થોડા આદિ - સૂક્ષ્મ પૃથ્વી આદિના સૂક્ષ્મપણાથી શરીરના, તેના પણ અપર્યાપ્તકત્વથી અસંપૂર્ણપણાથી, તેમાં પણ જઘન્ય વિવક્ષિતત્વથી બધાં કહેવાનાર યોગોથી, સૌથી થોડો જઘન્ય યોગ છે. તે વળી વૈગ્રહિક, કાર્મણ, ઔદારિક પુદ્ગલ ગ્રહણ પ્રથમ સમયવર્તી છે. તે પછી સમયવૃદ્ધિથી અજઘન્યોત્કૃષ્ટ યાવત્ સર્વોત્કૃષ્ટ ન થાય.
બાદર જીવના પૃથ્વી આદિ અપર્યાપ્તક જીવનો જઘન્ય યોગ પૂર્વોક્ત અપેક્ષાથી અસંખ્યાદ ગુણવૃદ્ધિમાં બાદરત્વથી છે. એ રીતે આગળ પણ અસંખ્યાતગુણત્વ કહેવું. અહીં જો કે પર્યાપ્તક તેઈન્દ્રિય ઉત્કૃષ્ટકાયની અપેક્ષાથી પર્યાપ્તક બેઈન્દ્રિયોના સંજ્ઞી અને અસંજ્ઞીના પંચેન્દ્રિયોની ઉત્કૃષ્ટ કાયના સંખ્યાતગુણ થાય છે, કેમકે સંખ્યાતયોજન પ્રમાણત્વથી છે તો પણ અહીં યોગના પરિસ્પંદના વિવક્ષિતત્વથી અને તેના ક્ષયોપશમ વિશેષ સામર્થ્યથી યથોક્ત અસંખ્યાતગુણત્વ એ વિરુદ્ધ નથી. - X -
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit