Pramāṇa · Search · About · API

Viyahapannatti 1306

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1306

Language
Gujarati

1306

વિવેચન :–૮૬૮
અસંખેજ્જ - અસંખ્યાત પ્રદેશાત્મક, અણંતાઈં દવ્વાઈં - જીવ, પરમાણુ આદિ. - X - ભક્તવ્ય - ભરી શકે, ધારણીય. પૂછતા આ અભિપ્રાય છે - અસંખ્યાત પ્રદેશાત્મક લોકાકાશમાં અનંતા દ્રવ્યો કઈ રીતે રહે? હા. તેમના અનંતપણા છતાં આ અવસ્થાન કહ્યું. પ્રતિનિયત આકાશમાં પ્રદીપની પ્રભાના પુદ્ગલો રહે, તે રીતે પુદ્ગલ સામર્થ્યથી અહીં પણ અસંખ્યાત લોકમાં રહે. તથાવિધ પરિણામથી તેઓનું આ અવસ્થાન કહ્યું. - X -
અસંખ્યાત લોકમાં અનંત દ્રવ્યોનું અવસ્થાન કહ્યું. તે એક પ્રદેશમાં ચય-અપચયાદિવત્‌ થાય છે. - X -
કેટલી દિશામાંથી પુદ્ગલો આવીને એક આકાશ પ્રદેશમાં એકત્રિત થાય, પૃથક્‌ થાય. સ્કંધરૂપ પુદ્ગલો બીજા પુદ્ગલોના સંપર્કથી ઉપચિત થાય, સ્કંધરૂપ જ પ્રદેશ વિઘટનથી અપચીય થાય.

Linked texts (1)