Pramāṇa · Search · About · API

Viyahapannatti 1307

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1307

Language
Gujarati

1307

‘ભગવતી’ સૂત્ર-૮૬૯ :– [૨૫/–/૨/૮૬૯]
ભગવન્‌! જીવે જે પુદ્ગલ દ્રવ્યોને ઔદારિક શરીરપણે ગ્રહણ કરે છે, તે શું સ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે કે અસ્થિત દ્રવ્યોને? ગૌતમ! સ્થિતને પણ ગ્રહે, અસ્થિતને પણ ગ્રહે.
ભગવન્‌! તે દ્રવ્યોને શું દ્રવ્યથી ગ્રહણ કરે કે ક્ષેત્રથી - કાલથી - ભાવથી ગ્રહણ કરે? ગૌતમ! દ્રવ્યથી પણ ગ્રહણ કરે, ક્ષેત્રથી - કાળથી અને ભાવથી પણ ગ્રહણ કરે.
તેમાં દ્રવ્યથી અનંતપ્રદેશિક દ્રવ્યોને, ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશ અવગાઢને, એ પ્રમાણે જેમ પન્નવણાના પહેલા આહારુદ્દેશકમાં યાવત્‌ નિર્વ્યાઘાતથી છ એ દિશામાંથી, વ્યાઘાતને આશ્રીને કદાચ ત્રણ દિશામાંથી, કદાચ ચાર દિશામાંથી, કદાચ પાંચ દિશામાંથી ગ્રહણ કરે.
ભગવન્‌! જીવ, જે દ્રવ્યોને વૈક્રિય શરીરપણે ગ્રહણ કરે, તેને શું સ્થિતને ગ્રહે કે અસ્થિતને? પૂર્વવત્‌. વિશેષ એ - છ એ દિશામાંથી ગ્રહણ કરે. એ પ્રમાણે આહારક શરીરના વિષયમાં પણ જાણવું.
ભગવન્‌! જીવ, જે દ્રવ્યોને તૈજસ શરીરપણે ગ્રહે૦ પ્રશ્ન? ગૌતમ! સ્થિતને ગ્રહણ કરે, અસ્થિતને નહીં. બાકી ઔદારિક શરીરની માફક જાણવું. કાર્મણ શરીરમાં પણ એમ જ જાણવું - યાવત્‌ - ભાવથી પણ ગ્રહે.
જે દ્રવ્યોને દ્રવ્યથી ગ્રાહે, તે શું એક પ્રદેશિકને ગ્રહે કે દ્વિપ્રદેશિકને ગ્રહે? જેમ ભાષાપદમાં કહ્યું તેમ કહેવું યાવત્‌ અનુપૂર્વીથી ગ્રહણ કરે, અનાનુપૂર્વીથી નહીં (સુધી કહેવું).
ભગવન્‌! તેને કેટલી દિશાથી ગ્રહણ કરે? ગૌતમ! નિર્વ્યાઘાત હોય તો ઔદારિકની માફક ઈત્યાદિ કહેવું.
ભગવન્‌! જીવ, જે દ્રવ્યોને શ્રોત્રેન્દ્રિયપણે ગ્રહણ કરે૦? જેમ વૈક્રિય શરીરમાં કહ્યું તેમ કહેલું એમ યાવત્‌ જિહ્વેન્દ્રિય પર્યન્ત જાણવું. સ્પર્શ ઈન્દ્રિયના વિષયમાં ઔદારિક શરીર માફક કહેવું.
મનોયોગના વિષયમાં કાર્મણ શરીર માફક કહેવું. માત્ર નિયમા છ દિશામાંથી ગ્રહે. આ પ્રમાણે વચનયોગના વિષયમાં પણ કહેવું. કાયયોગને ઔદારિક શરીરવત્‌ કહેવું.
ભગવન્‌! જીવ, જે દ્રવ્યને શ્વાસોચ્છ્‌વાસપણે ગ્રહણ કરે, તો ઔદારિક શરીર માફક કહેવું યાવત્‌ કદાચ પાંચ દિશાથી આવેલને ગ્રહે.
ભગવન્‌! તે એમ જ છે (૨). કોઈ ચોવીશે દંડકોમાં આ પદોને કહે છે, પણ જેને જે હોય તે કહેવા.

Linked texts (1)