Viyahapannatti 1308
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1308
- Language
- Gujarati
1308
વિવેચન :–૮૬૯
ઠિયાઈં - શું જીવ પ્રદેશ અવગાઢ ક્ષેત્રના અભ્યંતરવર્તી અને અસ્થિત - તેની પછી વર્તતા, તેને ઔદારિક શરીર પરિમાણ વિશેષથી ખેંચીને ગ્રહણ કરે છે. બીજા કહે છે – જે કંપે છે, તે સ્થિત અને તેથી વિપરીત તે અસ્થિત.
શું દ્રવ્યને આશ્રીને ગ્રહણ કરે? ક્ષેત્ર આશ્રિત અર્થાત્ અર્થાત્ કેટલા પ્રદેશ અવગાઢ? - - વૈક્રિય શરીર અધિકારમાં - નિયમા છ દિશામાંથી. તેનો અભિપ્રાય આ છે - વૈક્રિય શરીરી પ્રાયઃ પંચેન્દ્રિય જ હોય. તે ત્રસનાડી મધ્યે જ હોય, ત્યાં છ એ દિશા અલોકથી અનાવૃત્ત હોય છે, તેથી આમ કહ્યું. જે વાયુકાયિક છે, તે ત્રસનાડી બહાર પણ વૈક્રિયશરીરી હોય છે, તે અહીં વિવક્ષિત નથી, કેમકે અપ્રધાન છે. અથવા લોકાંતે તે ન સંભવે.
તૈજસ સૂત્રમાં - જીવ અવગાહ ક્ષેત્ર અભ્યંતરી ભૂતને જ ગ્રહણ કરે છે. તેની અંદર વર્તતાને ન ગ્રહણ કરે, તેના આકર્ષ પરિણામનો અભાવ છે. અથવા સ્થિત અર્થાત્ સ્થિરને ગ્રહણ કરે, અસ્થિત અર્થાત્ અસ્થિરને ગ્રહણ ન કરે, કેમકે તથાવિધ સ્વભાવ છે. જહા ભાસાપદે૦ જેમ પ્રજ્ઞાપનાના અગિયારમાં પદમાં છે, તેમ કહેવું. તે ત્રણ પ્રદેશ યાવત્ અનંતપ્રદેશને ગ્રહે.
શ્રોત્રેન્દ્રિય સૂત્રમાં - જેમ વૈક્રિય શરીર દ્રવ્ય ગ્રહણ સ્થિત-અસ્થિત દ્રવ્ય વિષય અને છ દિશા કહ્યું, તેમ અહીં પણ જાણવું. શ્રોત્રેન્દ્રિય દ્રવ્ય ગ્રહણ નાડી મધ્યે જ છે, તેમાં કદાચ ત્રણ દિશા આદિ છે - X -
સ્પર્શનેન્દ્રિય જેમ ઔદારિક શરીરમાં કહ્યું તેમ, અર્થાત્ જેમ ઔદારિક શરીરમાં સ્થિતાસ્થિત, છ દિશાથી આવેલ કહ્યું તેમ અહીં કહેવું.
મનોયોગપણે, કાર્મણની માફક દ્રવ્યો ગ્રહણ કરે અર્થાત્ સ્થિત દ્રવ્યો જ ગ્રહણ કરે. માત્ર અહીં નિયમા છ દિશાથી કહેવું. કેમકે મનોદ્રવ્યોનું ગ્રહણ નાડી મધ્યે જ થાય, અ ત્રસોને તે હોતું નથી. વાગ્દ્રવ્ય તેમજ જાણવું.
કાય યોગ દ્રવ્યો સ્થિત-અસ્થિત છ દિશાથી આવેલ ગ્રહે છે.
કેઈ આદિ. તેમાં પાંચ શરીરો, પાંચ ઈન્દ્રિયો, ૧૩-મનોયોગાદિ, આનપ્રાણ. બધાં ચૌદે પદો, તેને આશ્રિત ચૌદ દંડકો થાય છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit