Viyahapannatti 1312
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1312
- Language
- Gujarati
1312
‘ભગવતી’ સૂત્ર-૮૭૧ :– [૨૫/–/૩/૮૭૧]
ભગવન્! સંસ્થાનો કેટલા છે? ગૌતમ! પાંચ-પરિમંડલ યાવત્ આયત. - - ભગવન્! પરિમંડલ સંસ્થાન શું સંખ્યાત, અસંખ્યાત કે અનંત છે? ગૌતમ! સંખ્યાત નથી, અસંખ્યાત નથી, અનંત છે.
ભગવન્! વૃત્ત સંસ્થાન, સંખ્યાત, અસંખ્યાત કે અનંત? ગૌતમ! એ પ્રમાણે પૂર્વવત્ આયત સુધી કહેવું.
ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીમાં પરિમંડલ સંસ્થાન સંખ્યાત, અસંખ્યાત કે અનંત છે? ગૌતમ! સંખ્યાત, અસંખ્યાત નથી, અનંત છે. ભગવન્! વૃત્ત સંસ્થાન૦? એ પ્રમાણે પૂર્વવત્ યાવત્ આયત૦ કહેવું.
ભગવન્! શર્કરાપ્રભા પૃથ્વીમાં પરિમંડલ સંસ્થાન, એ પ્રમાણે જ છે, આ રીતે પૂર્વવત્ આયત સુધી કહેવું. એ રીતે અધઃસપ્તમી સુધી છે.
ભગવન્! સૌધર્મ કલ્પમાં પરિમંડલ સંસ્થાન એ પ્રમાણે જ છે, એ રીતે યાવત્ અચ્યુત સુધી કહેવું. - - ભગવન્! ગ્રૈવેયક વિમાને? એ પ્રમાણે જ કહેવું. એ રીતે અનુત્તર વિમાન, ઈષત્પ્રાગ્ભારા સુધી કહેવું.
ભગવન્! જ્યાં એક પરિમંડલ સંસ્થાન યવાકાર છે ત્યાં બીજા પરિમંડલ સંસ્થાનો શું સંખ્યાત, અસંખ્યાત કે અનંત છે? ગૌતમ! સંખ્યાત, અસંખ્યાત નથી પણ અનંત છે.
ભગવન્! વૃત્ત સંસ્થાન૦? અનંત છે, એ પ્રમાણે આયત સુધી કહેવું.
ભગવન્! જ્યાં એક વૃત્ત સંસ્થાન યવાકાર છે, ત્યાં પરિમંડલ સંસ્થાન કેટલા છે? પૂર્વવત્ જાણવું. અનેક વૃત્ત સંસ્થાન હોય, ત્યાં પણ એમ જ છે, યાવત્ આયત. એ રીતે એક-એક સંસ્થાન સાથે પાંચે પણ વિચારવા. - - ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીમાં જ્યાં એક પરિમંડલ સંસ્થાન યવાકાર છે, ત્યાં બીજા પરિમંડલ સંસ્થાન શું સંખ્યાતા૦ પૃચ્છા. ગૌતમ! સંખ્યાતા-અસંખ્યાતા નથી, અનંતા છે.
ભગવન્! વૃત્ત સંસ્થાન૦ શું સંખ્યાતા૦ પૃચ્છા. ગૌતમ! સંખ્યાતા-અસંખ્યાતા નથી, અનંતા છે, એ પ્રમાણે યાવત્ આયત કહેવું.
ભગવન્! આ રત્નપ્રભામાં જ્યાં યવાકાર એક વૃત્ત સંસ્થાન છે, ત્યાં પરિમંડલ સંસ્થાન શું સંખ્યાતા૦ પ્રશ્ન? ગૌતમ! સંખ્યાતા, અસંખ્યાતા નથી, અનંતા છે. વૃત્ત સંસ્થાન એ પ્રમાણે જ છે. એ રીતે આયત સુધી કહેવું. એ પ્રમાણે ફરી પણ એક એક સંસ્થાન સાથે પાંચેનો પણ સંબંધ જોડવા. જે રીતે નીચેના કહ્યા તેમ યાવત્ ‘આયત’ સુધી કહેવું. એ પ્રમાણે અધઃસપ્તમી સુધી, એ રીતે કલ્પોમાં પણ યાવત્ ઈષત્ પ્રાગ્ભારા પૃથ્વી સુધી કહેવું.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit