Pramāṇa · Search · About · API

Viyahapannatti 1313

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1313

Language
Gujarati

1313

વિવેચન :–૮૭૧
આ છઠ્ઠા સંસ્થાનના અન્ય સંયોગ નિષ્પન્નત્વથી તેની વિવક્ષા કરી નથી, તેથી પાંચ જ કહ્યા છે, હવે બીજા પ્રકારે તેને કહે છે –
સર્વે પણ આ લોક પરિમંડલ સંસ્થાન દ્રવ્યથી નિરંતર દ્રવ્યોથી નિરંતર વ્યાપ્ત છે, તેમાં કલ્પના વડે જે જે તુલ્ય પ્રદેશને અવગાહીને તુલ્ય પ્રદેશો તુલ્ય વર્ણાદિ પર્યવો પરિમંડલ સંસ્થાનવાળા દ્રવ્યો છે. તેની-તેની એક પંક્તિ સ્થાપે છે. એ રીતે એક એક જાતિયમાં એક એક પંક્તિમાં ઉત્તરાર્ધ વડે નિક્ષેપ કરતા અલ્પબહુત્વ ભાવથી યવાકાર પરિમંડલ સંસ્થાન સમુદાય થાય છે. તેમાં જઘન્ય પ્રદેશિક દ્રવ્યોના વસ્તુ સ્વભાવથી અલ્પપણાથી આદ પંક્તિ હ્રસ્વ છે, તેથી બાકીના ક્રમે બહુ-બહુતરત્વથી દીર્ઘ-દીર્ઘતર, પછી બીજા ક્રમથી અલ્પતરત્વથી હ્રસ્વ હ્રસ્વતર જ યાવત્‌ ઉત્કૃષ્ટ પ્રદેશોના અલ્પત્વથી હ્રસ્વતમ જ છે, એ રીતે તુલ્ય વડે તેનાથી બીજા પરિમંડલ દ્રવ્યોથી યવાકાર ક્ષેત્રની રચના થાય. ઈત્યાદિ - X - X - જવમજ્ઝ - યવાકાર - X - X - પૂર્વોક્ત સંસ્થાન પ્રરૂપણા રત્નપ્રભાદિ ભેદથી કહે છે, સંસ્થાનોને જ પ્રદેશથી કહે છે –

Linked texts (1)