Pramāṇa · Search · About · API

Viyahapannatti 1314

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1314

Language
Gujarati

1314

‘ભગવતી’ સૂત્ર-૮૭૨ :– [૨૫/–/૩/૮૭૨]
ભગવન્‌! વૃત્ત સંસ્થાન કેટલા પ્રદેશવાળુ અને કેટલાં પ્રદેશ અવગાઢ છે? ગૌતમ! વૃત્ત સંસ્થાન બે ભેદે - ધનવૃત્ત અને પ્રતરવૃત્ત. તેમાં જે પ્રતરવૃત્ત છે, તે બે ભેદે - ઓજ પ્રદેશી અને યુગ્મ પ્રદેશી. તેમાં જે ઓજ પ્રદેશી છે, તે જઘન્યથી પંચ પ્રદેશી અને પંચ પ્રદેશાવગાઢ છે. ઉત્કૃષ્ટથી અનંતપ્રદેશી અને અસંખ્ય પ્રદેશાવગાઢ છે. તેમાં જે યુગ્મ પ્રદેશી છે, તે જઘન્યથી બાર પ્રદેશી અને બાર પ્રદેશાવગાઢ છે, ઉત્કૃષ્ટથી અનંત પ્રદેશી અને અનંત પ્રદેશાવગાઢ છે. તેમાં જે ઘનવૃત્ત છે તે બે ભેદે છે - ઓજ પ્રદેશી અને યુગ્મપ્રદેશી. તેમાં જે ઓજ પ્રદેશી છે, તે જઘન્યથી સપ્તપ્રદેશી અને સપ્તપ્રદેશાવગાઢ છે. ઉત્કૃષ્ટથી અનંત પ્રદેશી, અસંખ્યપ્રદેશાવગાઢ છે.
તેમાં જે યુગ્મપ્રદેશી છે, તે જઘન્યથી બત્રીશ પ્રદેશી, બત્રીશ પ્રદેશાવગાઢ છે, ઉત્કૃષ્ટથી અનંત પ્રદેશી, અસંખ્ય પ્રદેશાવગાઢ છે.
ભગવન્‌! ત્ર્યસ્ર સંસ્થાન કેટલાં પ્રદેશી, કેટલા પ્રદેશાવગાઢ છે? ગૌતમ! ત્ર્યસ્ર સંસ્થાન બે ભેદે - ઘન ત્ર્યસ્ર, પ્રતર ત્ર્યસ્ર. તેમાં જે પ્રતર ત્ર્યસ્ર છે, તે બે ભેદે - ઓજ પ્રદેશી, યુગ્મ પ્રદેશી. તેમાં જે ઓજ પ્રદેશી છે, તે જઘન્યથી ત્રિપ્રદેશી, ત્રિપ્રદેશાવગાઢ છે, ઉત્કૃષ્ટથી અનંત પ્રદેશી અને અસંખ્ય પ્રદેશાવગાઢ છે, તેમાં જે યુગ્મપ્રદેશી છે, તે જઘન્યથી છ પ્રદેશી, છ પ્રદેશાવગાઢ છે, ઉત્કૃષ્ટથી અનંત પ્રદેશી, અસંખ્ય પ્રદેશાવગાઢ છે. તેમાં જે ઘન ત્ર્યસ્ર છે, તે બે ભેદે છે - ઓજ પ્રદેશી અને યુગ્મ પ્રદેશી. તેમાં જે ઓજ પ્રદેશી છે, તે જઘન્યથી ૩૫-પ્રદેશી, ૩૫-પ્રદેશાવગાઢ છે, ઉત્કૃષ્ટથી અનંત પ્રદેશી અને અસંખ્ય પ્રદેશાવગાઢ છે. તેમાં જે યુગ્મ પ્રદેશી છે, તે જઘન્યથી ચાર પ્રદેશી, ચાર પ્રદેશાવગાઢ છે, ઉત્કૃષ્ટથી પૂર્વવત્‌.
ભગવન્‌! ચતુરસ્ર સંસ્થાન કેટલા પ્રદેશી અને કેટલા પ્રદેશ અવગાઢ છે? ગૌતમ! ચતુરસ્ર સંસ્થાન બે ભેદે - ઈત્યાદિ જેમ વૃત્ત સંસ્થાનમાં કહ્યું યાવત્‌ તેમાં જે ઓજ પ્રદેશી છે, તે જઘન્યથી નવ પ્રદેશી અને નવ પ્રદેશાવગાઢ છે, ઉત્કૃષ્ટથી અનંતપ્રદેશી, અસંખ્ય પ્રદેશાવગાઢ છે તેમાં જે યુગ્મપ્રદેશી છે તે જઘન્યથી ચતુઃપ્રદેશી ચતુઃપ્રદેશાવગાઢ છે, ઉત્કૃષ્ટથી અનંતપ્રદેશી, અનંત પ્રદેશાવગાઢ છે. તેમાં જે ઘનચતુરસ્ર છે, તે બે ભેદે - ઓજ પ્રદેશી, યુગ્મ પ્રદેશી. તેમાં જે ઓજ પ્રદેશી છે તે જઘન્યથી ૨૭-પ્રદેશી, ૨૭-પ્રદેશાવગાઢ છે, ઉત્કૃષ્ટથી પૂર્વવત્‌ છે. જે યુગ્મ પ્રદેશી છે, તે જઘન્યથી અષ્ટ પ્રદેશી, અષ્ટ પ્રદેશાવગાઢ છે આદિ - X -
ભગવન્‌! આયત સંસ્થાન કેટલા પ્રદેશી, કેટલા પ્રદેશ અવગાઢ છે? ગૌતમ! આયત સંસ્થાન ત્રણ ભેદે છે - શ્રેણિ આયત, પ્રતર આયત, ઘન આયત. તેમાં જે શ્રેણિ આયત છે, તે બે ભેદે છે - ઓજ પ્રદેશી, યુગ્મ પ્રદેશી. તેમાં જે ઓજ પ્રદેશી છે, તે જઘન્યથી ત્રિપ્રદેશી, ત્રિપ્રદેશાવગાઢ છે, ઉત્કૃષ્ટથી પૂર્વવત્‌. જે યુગ્મ પ્રદેશી છે, તે જઘન્યથી દ્વિપ્રદેશી, દ્વિપ્રદેશ-અવગાઢ છે, ઉત્કૃષ્ટથી પૂર્વવત્‌. જે પ્રતર પ્રદેશી છે, તે બે ભેદે છે - ઓજ પ્રદેશી અને યુગ્મ પ્રદેશી. જે ઓજપ્રદેશી છે, તે જઘન્યથી ૧૫-પ્રદેશી, ૧૫-પ્રદેશાવગાઢ છે, ઉત્કૃષ્ટથી પૂર્વવત્‌. જે યુગ્મપ્રદેશી છે તે જઘન્યથી છ પ્રદેશી, છ પ્રદેશાવગાઢ છે. ઉત્કૃષ્ટથી પૂર્વવત્‌. તેમાં જે ઘનાયત છે તે બે ભેદે છે - ઓજપ્રદેશી, યુગ્મપ્રદેશી. જે ઓજ પ્રદેશી છે, તે જઘન્યથી ૪૫-પ્રદેશી, ૪૫-પ્રદેશાવગાઢ છે. ઉત્કૃષ્ટથી પૂર્વવત્‌. જે યુગ્મ પ્રદેશી છે, તે જઘન્યથી ૧૨-પ્રદેશી અને ૧૨-પ્રદેશ અવગાઢ છે. ઉત્કૃષ્ટથી પૂર્વવત્‌ છે.
ભગવન્‌! પરિમંડલ સંસ્થાન કેટલા પ્રદેશી છે? પ્રશ્ન. ગૌતમ! પરિમંડલ સંસ્થાન બે ભેદે છે - ઘન પરિમંડલ, પ્રતર પરિમંડલ. તેમાં જે પ્રતર પરિમંડલ છે, તે જઘન્યથી ૨૦-પ્રદેશી, ૨૦-પ્રદેશાવગાઢ છે. ઉત્કૃષ્ટથી પૂર્વવત્‌. જે ઘનપરિમંડલ છે તે જઘન્યથી ૪૦-પ્રદેશી, ૪૦-પ્રદેશાવગાઢ છે. ઉત્કૃષ્ટથી અનંતપ્રદેશી, અસંખ્ય-પ્રદેશાવગાઢ છે.

Linked texts (1)