Viyahapannatti 1316
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1316
- Language
- Gujarati
1316
‘ભગવતી’ સૂત્ર-૮૭૩ :– [૨૫/–/૩/૮૭૩]
ભગવન્! પરિમંડલ સંસ્થાન, દ્રવ્યાર્થતાથી શું કૃતયુગ્મ, ત્ર્યોજ, દ્વાપર-યુગ્મ કે કલ્યોજ છે? ગૌતમ! તે કૃતયુગ્મ, ત્ર્યોજ, દ્વાપર યુગ્મ નથી, પણ કલ્યોજ છે. ભગવન્! વૃત્ત સંસ્થાન દ્રવ્યાર્થતાથી? પૂર્વવત્. યાવત્ આયત (સંસ્થાન સુધી આમ કહેવું.)
ભગવન્! અનેક પરિમંડલ સંસ્થાનો દ્રવ્યાર્થતાથી શું કૃતયુગ્મ, ત્ર્યોજ, દ્વાપરયુગ્મ, કલ્યોજ છે? ગૌતમ! ઓઘાદેશથી કદાચ કૃતયુગ્મ, કદાચ ત્ર્યોજ, કદાચ દ્વાપરયુગ્મ, કદાચ કલ્યોજ છે. વિધાનાદેશથી કૃતયુગ્મ-ત્ર્યોજ-દ્વાપરયુગ્મ નથી, પણ કલ્યોજ છે. એ રીતે આયત સુધી કહેવું.
ભગવન્! પરિમંડલ સંસ્થાન પ્રદેશાર્થતાથી શું કૃતયુગ્મ છે આદિ પૃચ્છા. ગૌતમ! કદાચ કૃતયુગ્મ, કદાચ ત્ર્યોજ, કદાચ દ્વાપર યુગ્મ, કદાચ કલ્યોજ છે. એ પ્રમાણે આયત સુધી જાણવું.
ભગવન્! અનેક પરિમંડલ સંસ્થાનો પ્રદેશાર્થતાથી શું કૃતયુગ્મ છે? પૃચ્છા. ગૌતમ! ઓઘાદેશથી કદાચ કૃતયુગ્મ યાવત્ કદાચ કલ્યોજ છે. વિધાનાદેશથી કૃતયુગ્મ-ત્ર્યોજ-દ્વાપરયુગ્મ-કલ્યોજ એ ચારે પણ છે. એ પ્રમાણે આયત સંસ્થાન સુધી કહેવું.
ભગવન્! પરિમંડલ સંસ્થાન શું કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે કે યાવત્ કલ્યોજ પ્રદેશાવગાઢ છે? ગૌતમ! કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે, ત્ર્યોજ, દ્વાપર કે કલ્યોજ પ્રદેશાવગાઢ નથી. - - ભગવન્! વૃત્ત સંસ્થાન શું કૃતયુગ્મ૦ છે? પૃચ્છા. ગૌતમ! કદાચ કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે. કદાચ ત્ર્યોજ પ્રદેશાવગાઢ છે, દ્વાપરયુગ્મ પ્રદેશાવગાઢ નથી, કલ્યોજ૦ કદાચ છે.
ભગવન્! ત્ર્યસ્ર સંસ્થાન૦ પૃચ્છા. ગૌતમ! કદાચ કૃતયુગ્મ પ્રદેશાવગાઢ યાવત્ દ્વાપરયુગ્મ પ્રદેશાવગાઢ છે. કલ્યોજ૦ નથી.
ભગવન્! ચતુરસ્ર સંસ્થાન૦ વૃત્ત સંસ્થાનવત્ કહેવું.
ભગવન્! આયત૦ પૃચ્છા. ગૌતમ! કદાચ કૃતયુગ્મ પ્રદેશાવગાઢ યાવત્ કદાચ કલ્યોજ પ્રદેશાવગાઢ. - - ભગવન્! પરિમંડલ સંસ્થાન શું કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે૦ પૃચ્છા. ગૌતમ! ઓઘાદેશથી અને વિધાનાદેશથી પણ, કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે, ત્ર્યોજ-દ્વાપરયુગ્મ-કલ્યોજ પ્રદેશાવગાઢ નથી. - - ભગવન્! વૃત્ત સંસ્થાન શું કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે? પ્રશ્ન. ગૌતમ! ઓઘાદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે, પણ ત્ર્યોજ, દ્વાપરયુગ્મ કે કલ્યોજ પ્રદેશાવગાઢ નથી.
ત્ર્યસ્ર સંસ્થાન, ભગવન્! કૃતયુગ્મ૦ છે પ્રશ્ન. ગૌતમ! ઓઘ આદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે, ત્ર્યોજ-દ્વાપરયુગ્મ-કલ્યોજ પ્રદેશાવગાઢ નથી. વિધાનાદેશથી કૃતયુગ્મ અને ત્ર્યોજ પ્રદેશાવગાઢ છે, પણ દ્વાપરયુગ્મ અને કલ્યોજ પ્રદેશાવગાઢ નથી. - - ચતુરસ્રને વૃત્ત માફક કહેવું. ભગવન્! આયત સંસ્થાન૦ પૃચ્છા. ગૌતમ! ઓઘાદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે, ત્ર્યોજ-દ્વાપરયુગ્મ-કલ્યોજ પ્રદેશાવગાઢ નથી. વિધાનાદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ પણ છે યાવત્ કલ્યોજ પ્રદેશાવગાઢ પણ છે.
ભગવન્! પરિમંડલ સંસ્થાન શું કૃતયુગ્મ સમય સ્થિતિક છે, ત્ર્યોજ સમય સ્થિતિક છે, દ્વાપરયુગ્મ સમય સ્થિતિક છે કે કલ્યોજ સમય સ્થિતિક છે? ગૌતમ! કદાચ કૃતયુગ્મ સ્થિતિક યાવત્ કદાચ કલ્યોજ સમય સ્થિતિક છે. એ પ્રમાણે આયત સંસ્થાન સુધી જાણવું.
ભગવન્! અનેક પરિમંડલ સંસ્થાનો શું કૃતયુગ્મ સમય સ્થિતિક છે૦ પૃચ્છા. ગૌતમ! ઓઘાદેશથી કદાચ કૃતયુગ્મ સમય સ્થિતિક યાવત્ કદાચ કલ્યોજ સમય સ્થિતિક છે. વિધાનાદેશથી કૃતયુગ્મ સ્થિતિક પણ છે. યાવત્ કલ્યોજ સમય સ્થિતિક પણ છે. એ પ્રમાણે યાવત્ આયત સંસ્થાન.
ભગવન્! પરિમંડલ સંસ્થાન કાળાવર્ણ પર્યાયથી કૃતયુગ્મ છે યાવત્ કલ્યોજ છે? ગૌતમ! કદાચ કૃતયુગ્મ ઈત્યાદિ પૂર્વવત્. આ પ્રમાણે આ અભિલાપથી સ્થિતિ અનુસાર કહેવું, આ રીતે નીલવર્ણ પર્યાયથી છે. એ પ્રમાણે પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શમાં કહેવું. - X -
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit