Viyahapannatti 1315
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1315
- Language
- Gujarati
1315
વિવેચન :–૮૭૨
પૂર્વે પરિમંડલને પહેલા કહેલું, તો તે છોડીને અહીં વૃત્તાદિ ક્રમથી કેમ નિરૂપણ કરે છે? વૃત્તાદિ ચારે પણ પ્રત્યેક સમસંખ્ય-વિષમસંખ્ય પ્રદેશવાળા હોવાથી તેમના સાધર્મ્યને કારણે તેનો પૂર્વે ન્યાસ કર્યો. પરિમંડલમાં તેનો અભાવ છે. અથવા આ સૂત્રની ગતિનું વૈચિત્ર્ય છે.
ઘનવૃત્ત તે ચોતરફથી સમઘનવૃત્ત, મોદકવત્ છે. પ્રતરવૃત્ત તે બાહલ્યથી હીન છે, તેથી મંડક (રોટલા) માફક પ્રતરવૃત્ત છે.
ઓજ પ્રદેશી - વિષમ સંખ્ય પ્રદેશ નિષ્પન્ન, યુગ્મપ્રદેશી - સમ સંખ્ય પ્રદેશ નિષ્પન્ન છે. ઓજપ્રદેશી પ્રતરવૃત્ત જઘન્યથી પંચ અણુકાત્મક પંચ પ્રદેશ અવગાઢ છે, ઉત્કૃષ્ટથી અનંતપ્રદેશિક અને અસંખ્ય પ્રદેશ અવગાઢ છે, કેમકે લોકના પ્રદેશ અસંખ્ય છે. - X - X - X - X - [પછી વૃત્તિકારે આ પ્રતરની સ્થાપના અને આકૃતિ બતાવી છે, તે વૃત્તિમાં જોવી. અમોએ અહીં આકૃતિ બનાવી નથી, કેમકે આકૃતિનો અનુવાદ ન હોય.]
[હવે વૃત્તિમાં અક્ષરસઃ અનુવાદ ન કરતા આકૃતિ અને સ્થાપના સિવાયની માત્ર વિશિષ્ટ વૃત્તિ આ પ્રમાણે છે–]
શ્રેણ્યાયત - પ્રદેશ શ્રેણિરૂપ, પ્રતરાયત - કૃત્ત વિષ્કંભ બે શ્રેણિરૂપ, ઘનાયત - બાહલ્ય, વિષ્કંભયુક્ત અનેક શ્રેણિરૂપ.
પરિમંડલ૦ ઈત્યાદિ. અહીં ઓજ-યુગ્મ બે ભેદ નથી. યુગ્મરૂપત્વથી પરિમંડલના એક રૂપત્વથી છે. - - હવે બીજા પ્રકારે સંસ્થાન કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit