Viyahapannatti 1317
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1317
- Language
- Gujarati
1317
વિવેચન :–૮૭૩
પરિમંડલ, દ્રવ્યાર્થતાથી એક જ દ્રવ્ય છે, એક પરિમંડલના ચાર અપહાર નથી, તેથી એકત્વ વિચારણામાં કૃતયુગ્માદિ વ્યપદેશ કરેલ નથી, પણ કલ્યોજ વ્યપદેશ જ છે. પૃથક્ત્વ વિચારણામાં કદાચ ચતુષ્કાપહારથી નિચ્છેદતા થવાથી આ પરિમંડલ થાય, કદાચ ત્રણ, કદાચ બે, કદાચ એક શેષ વધે, તેથી ચારે ભેદ કહ્યા. તે સામાન્યથી કહ્યું, વિધાનાદેશથી જે સમુદિતના એક-એકના આદેશથી તે કલ્યોજ યુક્ત જ છે.
હવે પ્રદેશાર્થ વિચારણામાં - પરિમંડલ સંસ્થાન, પ્રદેશાર્થથી ૨૦-આદિ ક્ષેત્ર પ્રદેશમાં જે પ્રદેશો પરિમંડલ સંસ્થાન નિષ્પાદક છે તે અપેક્ષાએ છે. તે પ્રદેશના ચતુષ્ક અપહારથી ચાર શેષ રહેતા કૃતયુગ્મ છે. ત્રણ શેષ રહે તો ત્ર્યોજ, એ પ્રમાણે દ્વાપર અને કલ્યોજ. કેમકે એકત્ર પ્રદેશમાં ઘણા અણુ અવગાહે છે - - હવે અવગાહ પ્રદેશ નિરૂપવા કહે છે – પરિમંડલે૦ આદિ - X -
વૃત્ત૦ - જે પ્રતરવૃત્ત બાર પ્રદેશી, ઘનવૃત્ત બત્રીશપ્રદેશી કહ્યું તે ચતુષ્ક અપહારથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ, જે ઘનવૃત્ત સાત પ્રદેશી કહ્યું તે ત્ર્યોજ પ્રદેશાવગાઢ છે. જો પંચપ્રદેશી કહે તો કલ્યોજ પ્રદેશાવગાઢ છે.
જો ઘન ત્ર્યસ્ર ચતુષ્કપ્રદેશી હોય તો કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે. જો પ્રતર ત્ર્યસ્ર ત્રિપ્રદેશાવગાઢ હોય તો ત્ર્યોજ પ્રદેશાવગાઢ છે અને ઘન ત્ર્યસ્ર રૂપ પ્રદેશાવગાઢ છે, તો ત્રણ શેષ રહેતા ત્ર્યોજ પ્રદેશાવગાઢ છે. જો પ્રતર ત્ર્યસ્ર છ પ્રદેશી હોય, તો બે શેષથી દ્વાપર પ્રદેશાવગાઢ છે.
ચતુરસ્ર, વૃત્ત માફક કહેવું. તેથી કદાચ કૃતયુગ્મ પ્રદેશાવગાઢ, કદાચ ત્ર્યોજ પ્રદેશાવગાઢ, કદાચ કલ્યોજ પ્રદેશાવગાઢ છે. જો પ્રતર ચતુરસ્ર ચતુષ્પ્રદેશી, ઘનચતુરસ્ર આઠ પ્રદેશી છે, તો ચાર શેષથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ તથા જો ઘનચતુરસ્ર ૨૭ પ્રદેશિક છે, તો ત્રણ શેષથી ત્ર્યોજ પ્રદેશાવગાઢ છે. જો પ્રતર ચતુરસ્ર નવપ્રદેશી હોય તો એક શેષથી કલ્યોજ પ્રદેશાવગાઢ છે.
આયત૦ જે ઘનાયત બાર પ્રદેશી હોય તો કૃતયુગ્મ પ્રદેશાવગાઢ આદિ - X - જે શ્રેણી આયત ત્રિપ્રદેશાવગાઢ, જે પ્રતરાયત ૧૫-પ્રદેશી હોય તે ત્રણ શેષથી ત્ર્યોજ પ્રદેશાવગાઢ છે. એ રીતે - X - દ્વાપર યુગ્માદિ જાણવા.
એ પ્રમાણે એકત્વથી પ્રદેશાવગાઢને આશ્રીને સંસ્થાનની વિચારણા. પૃથક્ત્વથી તેની જ તે પ્રમાણે વિચારણા સૂત્રમાં કરી છે. ઓઘાદેસેણ૦ સામાન્યથી સમસ્ત પરિમંડલ, વિહાણાદેસથી - ભેદથી, એક-એક પરિમંડલ. કૃતયુગ્મ પ્રદેશાવગાઢ ૨૦, ૪૦ આદિ પ્રદેશગાહીત્વથી જાણવા.
વૃત્ત સંસ્થાન સ્કંધ સામાન્યથી વિચારતા કૃતયુગ્મપ્રદેશાવગાઢ તેના બધાં પ્રદેશોના મળવાથી ચતુષ્ક અપહારથી, ચાર શેષ રહેવાથી. વિધાનાદેશથી વળી દ્વાપર પ્રદેશાવગાઢ વર્જીને બાકના અવગાઢ કહેવા. પૂર્વોક્ત પાંચ, સાત આદિમાં ચતુષ્કાપહારમાં બે શેષ રહેતી નથી. - X -
આ રીતે ત્ર્યસ્રાદિ સંસ્થાન સૂત્રો પણ વિચારવા.
આ પ્રમાણે ક્ષેત્રથી એકત્વ, પૃથક્ત્વ વડે સંસ્થાન વિચાર્યા. હવે તેને જ કાળથી અને ભાવથી વિચારે છે - પરિમંડલ સંસ્થાન વડે પરિણત સ્કંધ કેટલો કાળ રહે? શું ચતુષ્કાપહારથી તે કાળના સમય ચાર-ત્રણ-બે કે એક શેષ રહે છે? સર્વે સંભવે છે.
અહીં વૃદ્ધોક્ત ગાથા છે – પરિમંડલ, વૃત્ત, ત્ર્યસ્ર, ચતુરસ્ર, આયત. ઘનપ્રતર પ્રથમ વર્જીને ઓજ પ્રદેશ અને યુગ્મમાં છે. પાંચ, બાર, સાત, બત્રીશ વૃત્તમાં અને ત્રણ, છ, પાંત્રીશ, ચાર ત્ર્યસ્રમાં છે. નવ, ચાર, સત્તાવીશ, આઠ ચતુરસ્રમાં. ત્રણ-બે-પંદર-છ એ આયતમાં હોય છે. પાંચ-ચાલીશ-બાર-છ પ્રદેશો આયતમાં હોય. પરિમંડલ સંસ્થાનમાં વીશ, ચાર પ્રદેશ પરિમાણ હોય છે. આયતમાં બધી રાશિ લેવી, પરિમંડલમાં કૃતયુગ્મ-ત્ર્યસ્ર-કલિ વર્જવું. બાકીમાં દ્વાપરયુગ્મ વર્જવું. - X - લોકના તે પ્રમાણે જ પરિમાણ નિરૂપણાર્થે કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit