Pramāṇa · Search · About · API

Viyahapannatti 1318

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1318

Language
Gujarati

1318

‘ભગવતી’ સૂત્ર-૮૭૪ :– [૨૫/–/૩/૮૭૪]
ભગવન્‌! શ્રેણીઓ દ્રવ્યાર્થરૂપે સંખ્યાત છે, અસંખ્યાત છે, અનંતા છે? ગૌતમ! સંખ્યાત કે અસંખ્યાત નથી, અનંત છે.
ભગવન્‌! પૂર્વ-પશ્ચિમમાં શ્રેણીઓ દ્રવ્યાર્થથી શું સંખ્યાત, અસંખ્યાત કે અનંત છે? પૂર્વવત્‌. એ રીતે દક્ષિણોત્તર, ઉર્ધ્વ-અધો જાણવું.
ભગવન્‌! પૂર્વ-પશ્ચિમ લોકાકાશ શ્રેણી દ્રવ્યાર્થતાથી શું સંખ્યાત૦ છે? - પૂર્વવત્‌. એ રીતે દક્ષિણ-ઉત્તર, ઉર્ધ્વ-અધો જાણવું.
ભગવન્‌! અલોકાકાશ શ્રેણી દ્રવ્યાર્થથી શું સંખ્યાત, અસંખ્યાત કે અનંત છે? ગૌતમ! સંખ્યાત, અસંખ્યાત નથી, અનંત છે. એ પ્રમાણે પૂર્વ-પશ્ચિમ, દક્ષિણ-ઉત્તર, ઉર્ધ્વ-અધોદિશામાં જાણવું.
ભગવન્‌! શ્રેણી પ્રદેશાર્થથી શું સંખ્યાત૦ છે? દ્રવ્યાર્થતામાં જેમ કહ્યું, તેમ પ્રદેશાર્થતામાં કહેવું. યાવત્‌ ઉર્ધ્વ-અધો બધી અનંત છે.
ભગવન્‌! લોકાકાશ શ્રેણી પ્રદેશાર્થતાથી શું સંખ્યાત૦ છે? ગૌતમ! કદાચ સંખ્યાત, કદાચ અસંખ્યાત છે, પણ અનંત નથી. એ રીતે પૂર્વ-પશ્ચિમ, દક્ષિણ-ઉત્તર પણ જાણવી, ઉર્ધ્વ-અધોદિશા શ્રેણી સંખ્યાત નથી, અસંખ્યાત છે, પણ અનંત નથી.
ભગવન્‌! અલોકાકાશ શ્રેણી પ્રદેશાર્થતાથી૦ પૃચ્છા. ગૌતમ! કદાચ સંખ્યાત, કદાચ અસંખ્યાત, કદાચ અનંત છે. - - ભગવન્‌! પૂર્વ-પશ્ચિમ અલોકાકાશ શ્રેણી૦ પૃચ્છા. ગૌતમ! સંખ્યાત, અસંખ્યાત નથી, પણ અનંત છે. એ રીતે દક્ષિણ-ઉત્તર પણ જાણવી.
ઉર્ધ્વ અધો૦ પૃચ્છા. ગૌતમ! કદાચ સંખ્યાત, કદાચ અસંખ્યાત, કદાચ અનંત.

Linked texts (1)