Viyahapannatti 1319
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1319
- Language
- Gujarati
1319
વિવેચન :–૮૭૪
શ્રેણી શબ્દથી જો કે પંક્તિ માત્ર કહેવાય, તો પણ અહીં ‘આકાશ પ્રદેશ પંક્તિ’ અર્થ શ્રેણીથી લેવો. તેમાં શ્રેણી અવિવક્ષિત લોક-અલોક ભેદત્વથી સામાન્યા છે, તથા તે જ પૂર્વ-પશ્ચિમ લાંબી, દક્ષિણ-ઉત્તર લાંબી, ઉર્ધ્વ-અધો લાંબી છે. તથા લોક અને અલોક સંબંધી છે.
સામાન્ય શ્રેણી પ્રશ્નમાં સામાન્ય આકાશાસ્તિકાયની શ્રેણીની વિવક્ષાથી તે અનંત છે. લોકાકાશ શ્રેણી પ્રશ્ને અસંખ્યાતા જ છે. - X - અલોકાકાશ શ્રેણી પ્રશ્નમાં ફરી તે અનંત કહી કેમકે અલોકાકાશ અનંત છે.
લોકાકાશ શ્રેણી પ્રદેશાર્થતાથી કદાચ સંખ્યાત કે અસંખ્યાત. ચૂર્ણિકાર કહે છે – લોકના વૃત્તથી નીકળીને અલોકમાં પ્રવિષ્ટ દંતકની જે શ્રેણી. તે બે-ત્રણ પ્રદેશી પણ સંભવે છે, તેથી તેના સંખ્યાત પ્રદેશો પણ હોય, બાકી અસંખ્યાત પ્રદેશો હોય, ટીકાકાર આક્ષેપ પરિહાર કરતા કહે છે –
લોકમાં કૃતયુગ્મવર્ત્તિ જઘન્ય પરિમંડલ કહ્યું, તિર્છી લાંબી શ્રેણીમાં સંખ્યેય પ્રદેશતા કઈ રીતે? બે-બે દિશામાં એક એક વિદિશામાં આ કૃતયુગ્મ છે, તેની પહેલા પરિમંડલથી લોકાંત સુધી વૃદ્ધિ છે. એ રીતે લોકની અષ્ટાંશતા પ્રસજ્ય છે, પરિમંડલતા નહીં, તેથી કૃતયુગ્માં વૃદ્ધિ કહી. આ પ્રમાણે લોકવૃત્ત પર્યન્ત શ્રેણી સંખ્યાત પ્રદેશિકા થાય છે. લોકપ્રદેશના અનંતત્વના અભાવે ‘નો અણંતાઓ’ કહેલ છે. ઉર્ધ્વ-અધો લોકાંત - X - પ્રતિઘાતથી તે અસંખ્યાત પ્રદેશ જ છે. - X - તેથી જ સૂત્રવચનથી કહ્યું.
અલોકાકાશ શ્રેણી પ્રદેશાર્થતાથી કદાચ સંખ્યાત આદિ કહ્યું તે બધું ક્ષુલ્લ પ્રતર પ્રત્યાસન્ન ઉર્ધ્વ-અધો લાંબી અધોલોક શ્રેણીને આશ્રીને કહેવું. તે જ આદિમાં સંખ્યાત, પછી અસંખ્યાત પ્રદેશ, પછી અનંત છે. તીર્છી લાંબી અલોક શ્રેણી પ્રદેશથી અનંત જ હોય.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit