Pramāṇa · Search · About · API

Viyahapannatti 1323

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1323

Language
Gujarati

1323

‘ભગવતી’ સૂત્ર-૮૮૧ :– [૨૫/–/૪/૮૮૧]
ભગવન્‌! યુગ્મ કેટલા છે? ગૌતમ! ચાર. તે આ - કૃતયુગ્મ યાવત્‌ કલ્યોજ. એવું કેમ કહ્યું કે ચાર યુગ્મો છે? જેમ શતક-૧૮-ના ઉદ્દેશા-૪-માં કહ્યું તેમ કહેવું. યાવત્‌ તેથી ગૌતમ! એમ કહ્યું છે.
ભગવન્‌! નૈરયિકોને કેટલા યુગ્મો કહ્યા છે? ગૌતમ! ચાર. તે આ - કૃતયુગ્મ યાવત્‌ કલ્યોજ. એમ કેમ કહ્યું - X -? પૂર્વવત્‌ જાણવું. એ પ્રમાણે યાવત્‌ વાયુકાયિક કહેવું. ભગવન્‌! વનસ્પતિકાયિકની પૃચ્છા. ગૌતમ! વનસ્પતિકાયિક કદાચ કૃતયુગ્મ યાવત્‌ કદાચ કલ્યોજ છે.
ભગવન્‌! એમ કેમ કહ્યું? ગૌતમ! ઉપપાતને આશ્રીને, આ પ્રમાણે કહ્યું કે વનસ્પતિકાય યાવત્‌ કદાચ કલ્યોજ છે.
બેઈન્દ્રિયો, નૈરયિકવત્‌ છે. એ રીતે યાવત્‌ વૈમાનિક સુધી કહેવું.
સિદ્ધોનું કથન વનસ્પતિકાયિક માફક કરવું.
ભગવન્‌! સર્વ દ્રવ્યો કેટલા ભેદે છે? ગૌતમ! છ પ્રકારે. તે આ - ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય યાવત્‌ અદ્ધાસમય.
ભગવન્‌! ધર્માસ્તિકાય દ્રવ્યાર્થતાથી શું કૃતયુગ્મ યાવત્‌ કલ્યોજ છે? ગૌતમ! તે કૃતયુગ્મ - ત્ર્યોજ-દ્વાપરયુગ્મ નથી, પણ કલ્યોજ છે, આ પ્રમાણે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય પણ કહેવા.
ભગવન્‌! જીવાસ્તિકાય૦ની પૃચ્છા. ગૌતમ! કૃતયુગ્મ છે, પણ તે ત્ર્યોજ, દ્વાપરયુગ્મ કે કલ્યોજ નથી. - - પુદ્ગલાસ્તિકાયની પૃચ્છા. ગૌતમ! કદાચ કૃતયુગ્મ યાવત્‌ કદાચ કલ્યોજ. અદ્ધાસમય જીવ માફક છે.
ભગવન્‌! ધર્માસ્તિકાય પ્રદેશાર્થતાથી કૃતયુગ્મ છે? પૃચ્છા. ગૌતમ! કૃતયુગ્મ છે, ત્ર્યોજ, દ્વાપરયુગ્મ, કલ્યોજ નથી. એ રીતે અદ્ધા સમય સુધી.
ભગવન્‌! આ ધર્માસ્તિકાય યાવત્‌ અદ્ધાસમયમાં દ્રવ્યાર્થતા૦ આનું અલ્પબહુત્વ ‘બહુવક્તવ્યતા’ પદ મુજબ સંપૂર્ણ કહેવું.
ભગવન્‌! ધર્માસ્તિકાય શું અવગાઢ છે કે અનવગાઢ? ગૌતમ! અવગાઢ છે, અનવગાઢ નથી. જો અવગાઢ છે, તો શું સંખ્યાત પ્રદેશાવગાઢ, અસંખ્ય પ્રદેશાવગાઢ છે કે અનંતપ્રદેશાવગાઢ? ગૌતમ! સંખ્યાત કે અનંત પ્રદેશાવગાઢ નથી પણ અસંખ્યપ્રદેશાવગાઢ છે.
જો અસંખ્ય પ્રદેશાવગાઢ છે, તો શું કૃતયુગ્મ પ્રદેશાવગાઢ૦ પ્રશ્ન? ગૌતમ! કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે, ત્ર્યોજ, દ્વાપરયુગ્મ કે કલ્યોજ પ્રદેશાવગાઢ નથી. આ પ્રમાણે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, અદ્ધાસમય છે.
ભગવન્‌! આ રત્નપ્રભાપૃથ્વી શું અવગાઢ છે, અનવગાઢ છે? ધર્માસ્તિકાય મુજબ કહેવું. અધઃસપ્તમી સુધી આમ કહેવું. સૌધર્મમાં આ પ્રમાણે કહેવું. એ પ્રમાણે ઈષત્‌પ્રાગ્ભારા પૃથ્વી સુધી કહેવું.

Linked texts (1)