Pramāṇa · Search · About · API

Viyahapannatti 1324

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1324

Language
Gujarati

1324

વિવેચન :–૮૮૧
યુગ્મ-સંજ્ઞા શબ્દત્વથી રાશિ વિશેષ છે. નેરઈયાણં ભંતે કઈ જુમ્મા૦ આદિમાં - જે નૈરયિક ચતુષ્ક અપહારથી અવહરાતા ચાર શેષ રહે, તે નૈરયિકો કૃતયુગ્મ છે ઈત્યાદિ. - - વનસ્પતિકાયિક સૂત્રમાં - જો કે વનસ્પતિકાયિક અનંતપણાના સ્વભાવથી કૃતયુગ્મ જ પામે છે, તો પણ ગતિ અંતરથી એકાદિ જીવોનો તેમાં ઉત્પાદ સ્વીકારીને તેના ચાર ભેદ કહ્યા. ઉદ્વર્તનાને પણ સ્વીકારીને પણ આમ જ છે, તેની અહીં વિવક્ષા કરી નથી.
હવે કૃતયુગ્માદિ રાશિ વડે દ્રવ્યોની પ્રરૂપણાર્થે આ કહે છે – કતિવિહા - કેટલાં પ્રકારે, કેવા સ્વભાવે, કેટલાં. ધર્માસ્તિકાયમાં તેના એકત્વથી ચતુષ્ક અપહારના અભાવે એક જ અવસ્થાનથી કલ્યોજ જ છે.
જીવ દ્રવ્યોના અવસ્થિત અનંતત્વથી કૃતયુગ્મતા જ છે.
પુદ્ગલાસ્તિકાયના અનંતભેદત્વમાં પણ સંઘાત-ભેદ ભાજનત્વથી અહીં કૃતયુગ્માદિ ચારે ભેદ કહ્યા. - - અદ્ધા સમયના અતીત, અનાગતના અવસ્થિતત્વ અનંતત્વથી કૃતયુગ્મત્વ છે.
દ્રવ્યાર્થતા કહી, હવે પ્રદેશાર્થતા કહે છે – બધાં જ દ્રવ્યો પ્રદેશાર્થતાથી કૃતયુગ્મ છે. કેમકે અવસ્થિત-અસંખ્યાત પ્રદેશત્વ અને અવસ્થિત અનંત પ્રદેશત્વથી આમ છે. - હવે આનું અલ્પબહુત્વ કહે છે –
પ્રજ્ઞાપનાના ત્રીજા પદ ‘બહુવક્તવ્યતા’ મુજબ છે, અર્થથી આ રીતે - ધર્માસ્તિકાયાદિ ત્રણ એકૈક દ્રવ્ય રૂપત્વથી દ્રવ્યાર્થતાથી તુલ્ય છે. તે બીજાની અપેક્ષાએ અલ્પ છે, તેનાથી જીવાસ્તિકાય અનંતગુણ છે, કેમકે જીવદ્રવ્યોનું અનંતત્વ છે. એ રીતે પુદ્ગલાસ્તિકાય, અદ્ધાસમયો છે. પ્રદેશાર્થ વિચારણામાં તો પહેલા બે પ્રત્યેકના અસંખ્યાત પ્રદેશત્વથી તુલ્ય છે. તેનાથી બીજા કરતાં થોડા છે, જીવ-પુદ્ગલ-અદ્ધાસમય-આકાશાસ્તિકાય ક્રમથી અનંતગુણ છે, ઈત્યાદિ. - - હવે દ્રવ્યો જ ક્ષેત્રાપેક્ષાએ કૃતયુગ્માદિ કહે છે –
લોકાકાશ પ્રમાણત્વથી તે અસંખ્યાત લોકાકાશ પ્રદેશમાં અવગાઢ છે. લોકના અવસ્થિત અસંખ્યેય પ્રદેશત્વથી કૃતયુગ્મ પ્રદેશતા છે. લોક પ્રમાણત્વથી ધર્માસ્તિકાયની પણ કૃતયુગ્મતા જ છે. એ પ્રમાણે સર્વ અસ્તિકાયોની લોકાવગાહિત્વથી [કૃતયુગ્મતા છે.] વિશેષ એ કે – આકાશાસ્તિકાયના અવસ્થિત અનંત પ્રદેશત્વથી અને આત્મગાહિત્વથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢતા અને અદ્ધા સમયની અવસ્થિત અસંખ્યેય પ્રદેશાત્મક મનુષ્ય ક્ષેત્ર અવગાહિત્વથી છે. અવગાહ પ્રસ્તાવથી ઈમા ણં આદિ કહ્યું છે.
હવે કૃતયુગ્માદિ વડે જ જીવાદિ ૨૬-પદો નિરૂપે છે –

Linked texts (1)