Viyahapannatti 1327
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1327
- Language
- Gujarati
1327
‘ભગવતી’ સૂત્ર-૮૮૩ :– [૨૫/–/૪/૮૮૩]
ભગવન્! જીવ શું કૃતયુગ્મ પ્રદેશાવગાઢ૦ છે? પ્રશ્ન. ગૌતમ! કદાચ કૃતયુગ્મ પ્રદેશાવગાઢ યાવત્ કદાચ કલ્યોજપ્રદેશ અવગાઢ છે. - - એ પ્રમાણે સિદ્ધ સુધી કહેવું.
ભગવન્! જીવો શું કૃતયુગ્મ પ્રદેશાવગાઢ૦ છે? પ્રશ્ન. ગૌતમ! ઓઘાદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે, ત્ર્યોજ-દ્વાપરયુગ્મ-કલ્યોજ નથી. વિધાનાદેશથી કૃતયુગ્મ યાવત્ કલ્યોજ પ્રદેશાવગાઢ છે.
નૈરયિકોની પૃચ્છા. ગૌતમ! ઓઘાદેશથી કદાચ કૃતયુગ્મ પ્રદેશાવગાઢ યાવત્ કદાચ કલ્યોજ પ્રદેશાવગાઢ છે. વિધાનાદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ પણ છે યાવત્ કલ્યોજ પ્રદેશાવગાઢ પણ છે.
એ પ્રમાણે એકેન્દ્રિય અને સિદ્ધને વર્જીને બધાં કહેવા.
સિદ્ધો અને એકેન્દ્રિયોને જીવોની માફક કહેવા.
ભગવન્! જીવ, શું કૃતયુગ્મ સમય સ્થિતિક૦ છે? પ્રશ્ન. ગૌતમ! કૃતયુગ્મ સમય સ્થિતિક છે, ત્ર્યોજ-દ્વાપરયુગ્મ-કલ્યોજ૦ નહીં.
ભગવન્! નૈરયિક૦? પ્રશ્ન. ગૌતમ! કદાચ કૃતયુગ્મ સ્થિતિક યાવત્ કદાચ કલ્યોજ સમય સ્થિતિક છે. વૈમાનિક સુધી આ પ્રમાણે કહેવું. - - સિદ્ધોને જીવ માફક કહેવા.
ભગવન્! જીવો૦? પ્રશ્ન. ગૌતમ! ઓઘાદેશથી પણ અને વિધાનાદેશથી પણ કૃતયુગ્મ સમય સ્થિતિક છે. બાકી ત્રણ નથી.
નૈરયિક૦ પ્રશ્ન? ગૌતમ! ઓઘાદેશથી કદાચ કૃતયુગ્મ સ્થિતિક યાવત્ કદાચ કલ્યોજ સમય સ્થિતિક. વિધાનાદેશથી કૃતયુગ્મ સમય સ્થિતિક યાવત્ કલ્યોજ સમય સ્થિતિક પણ છે.
એ રીતે યાવત્ વૈમાનિક. સિદ્ધોને જીવો માફક કહેવા.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit