Pramāṇa · Search · About · API

Viyahapannatti 1328

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1328

Language
Gujarati

1328

વિવેચન :–૮૮૩
ઔદારિકાદિ શરીરોની વિચિત્ર અવગાહનાથી ચાર આદિ શેષ હોય છે, તેથી કદાચ કૃતયુગ્મ આદિ કહ્યું. જીવો-સમસ્ત જીવો વડે અવગાઢ પ્રદેશોના અસંખ્યાતત્વ અને અવસ્થિતત્વથી ચાર શેષ જ છે, તેથી ઓઘાદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે, વિધાનાદેશથી વિચિત્ર અવગાહનામાં તેઓ યુગપત્‌ ચતુર્વિધ હોય છે. જ્યારે નારકો વિચિત્ર પરિણામ અને શરીરપ્રમાણત્વથી, વિચિત્ર અવગાહ પ્રદેશ પ્રમાણત્વથી યુગપદ વડે ચાર ભેદે છે. વિધાનાદેશથી પણ ચારે ભેદે છે.
અસુરાદિની નારકવત્‌ વક્તવ્યતા કહેવી. ઓઘથી તેઓ કૃતયુગ્માદિ, વિધાનથી યુગપદ જ છે. સિદ્ધો અને એકેન્દ્રિયો, જીવ જેવા કહ્યા. તેઓ ઓઘથી કૃતયુગ્મ, વિધાનથી યુગપત્‌ ચારે ભેદે છે. - X -
હવે સ્થિતિને આશ્રીને જીવાદિને કહે છે – જીવો ત્રણે કાળમાં હોય છે. સમય કાળ અનંત સમયક અને અવસ્થિત હોવાથી કૃતયુગ્મ સમય સ્થિતિક જ છે. નારકાદિ વિચિત્ર સમય સ્થિતિકત્વથી કદાચ ચાર શેષવાળા અને કદાચ અન્ય ત્રણે પણ વર્તે છે.
બહુવચનમાં જીવો ઓઘથી અને વિધાનથી ચાર શેષવાળી સ્થિતિક જ છે. કેમકે તેમની અનાદિ-અનંતત્વથી અનંત સમય સ્થિતિ છે. નારકાદિ વિચિત્ર સમ સ્થિતિક છે, તેઓના બધાં સ્થિતિ સમયના મીલનથી ચતુષ્કાપહારથી ઓઘાદેશથી કદાચ કૃતયુગ્મ સ્થિતિક આદિ છે, વિધાનાદેશથી યુગપત્‌ ચારે ભેદે છે.
- - હવે ભાવથી જીવાદિ પ્રરૂપણા –

Linked texts (1)