Viyahapannatti 1326
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1326
- Language
- Gujarati
1326
વિવેચન :–૮૮૨
દ્રવ્યાર્થતાથી એક જીવ, એક જ દ્રવ્ય છે તેથી કલ્યોજ જ છે. અનેક જીવો અવસ્થિત અનંતપણાથી સામાન્યથી કૃતયુગ્મ છે ભેદ પ્રકારથી એક જ છે. તેના સ્વરૂપથી કલ્યોજ છે.
નૈરયિકો ઓઘાદેશથી બધાં જ ગણતાં કદાચ ચતુષ્ક અપહારથી ચાર શેષવાળા છે, એ પ્રમાણે ત્ર્યોજ આદિ પણ જાણવા.
દ્રવ્યાર્થતાથી જીવો કહ્યા હવે તે રીતે પ્રદેશાર્થતાથી - અસંખ્યાતત્વ અને અવસ્થિતત્વથી જીવપ્રદેશોની ચાર શેષ રહેતા જીવ પ્રદેશથી કૃતયુગ્મ કહ્યા. ઔદારિકાદિ શરીર પ્રદેશોના અનંતત્વમાં પણ સંયોગ-વિયોગધર્મથી ચતુર્વિધતા છે.
જીવોમાં - સમસ્ત જીવોના પ્રદેશો અનંતત્વ-અવસ્થિતત્વથી એક એક જીવના પ્રદેશો અસંખ્ય અને અવસ્થિત છે માટે ચાર શેષ છે. શરીર પ્રદેશ અપેક્ષાએ ઓઘાદેશથી સર્વ જીવ શરીરોનું ચતુર્વિધત્વ છે - X - વિધાનાદેશથી એકૈક જીવશરીરની પ્રદેશગણનામાં યુગપત્ ચાતુર્વિધ્ય હોય છે, તેથી કોઈને કૃતયુગ્મ, કોઈને ત્ર્યોજ આદિ હોય છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit