Pramāṇa · Search · About · API

Viyahapannatti 1329

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1329

Language
Gujarati

1329

‘ભગવતી’ સૂત્ર-૮૮૪ :– [૨૫/–/૪/૮૮૪]
ભગવન્‌! જીવ કાળાવર્ણ પર્યાયથી શું કૃતયુગ્મ૦ છે? પ્રશ્ન. ગૌતમ! જીવપ્રદેશને આશ્રીને કૃતયુગ્મ નથી યાવત્‌ કલ્યોજ નથી. શરીરપ્રદેશ આશ્રીને કદાચ કૃતયુગ્મ યાવત્‌ કદાચ કલ્યોજ છે. એ રીતે વૈમાનિક સુધી જાણવું. પણ સિદ્ધોના વિષયમાં આ પ્રશ્ન ન કરવો.
ભગવન્‌! જીવો કાળાવર્ણ પર્યાયથી? પ્રશ્ન. ગૌતમ! જીવપ્રદેશ આશ્રીને ઓઘાદેશથી અને વિધાનાદેશથી કૃતયુગ્મ યાવત્‌ કલ્યોજ નથી. શરીરપ્રદેશ આશ્રીને ઓઘાદેશથી કદાચ કૃતયુગ્મ યાવત્‌ કદાચ કલ્યોજ છે. વિધાનાદેશથી કૃતયુગ્મ પણ છે યાવત્‌ કલ્યોજ પણ છે. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. એ પ્રમાણે એકવચન-બહુવચનમાં નીલ પર્યાયથી દંડક કહેવો. એ રીતે યાવત્‌ રૂક્ષ સ્પર્શ પર્યાય સુધી કહેવું.
ભગવન્‌! જીવ, આભિનિબોધિક જ્ઞાન પર્યાયોથી શું કૃતયુગ્મ છે? પ્રશ્ન. ગૌતમ! કદાચ કૃતયુગ્મ યાવત્‌ કદાચ કલ્યોજ. એ રીતે એકેન્દ્રિયને વર્જીને વૈમાનિક સુધી કહેવું. - - ભગવન્‌! જીવો, આભિનિબોધિક જ્ઞાન પર્યવોથી૦? પ્રશ્ન. ગૌતમ! ઓઘાદેશથી કદાચ કૃતયુગ્મ યાવત્‌ કદાચ કલ્યોજ. વિધાનાદેશથી કૃતયુગ્મ પણ યાવત્‌ કલ્યોજ પણ છે. એ રીતે એકેન્દ્રિયને વર્જીને વૈમાનિક સુધી કહેવું. - - એ પ્રમાણે શ્રુતજ્ઞાનના પર્યાયોમાં પણ કહેવું. અવધિજ્ઞાનના પર્યાયોમાં પણ એમ જ છે. માત્ર વિકલેન્દ્રિયને અવધિજ્ઞાન નથી. મનઃપર્યવ જ્ઞાનમાં પણ એમ જ છે, માત્ર જીવો અને મનુષ્યો જ કહેવા, બાકીનાને મનઃપર્યવજ્ઞાન નથી.
ભગવન્‌! કેવળજ્ઞાન પર્યાયથી જીવ શું કૃતયુગ્મ૦ છે? પ્રશ્ન. ગૌતમ! કૃતયુગ્મ છે, ત્ર્યોજ, દ્વાપરયુગ્મ કે કલ્યોજ નથી. એ પ્રમાણે મનુષ્યમાં પણ અને સિદ્ધમાં પણ જાણવું. - - ભગવન્‌! જીવોના કેવલજ્ઞાનની પૃચ્છા, ગૌતમ! ઓઘાદેશથી અને વિધાનાદેશથી કૃતયુગ્મ છે, ત્ર્યોજ-દ્વાપરયુગ્મ કે કલ્યોજ નથી. એ પ્રમાણે મનુષ્યોને અને સિદ્ધોને પણ જાણવા.
ભગવન્‌! જીવ, મતિઅજ્ઞાન પર્યવથી શું કૃતયુગ્મ૦ છે? પ્રશ્ન. જેમ આભિનિબોધિક જ્ઞાનપર્યવમાં કહ્યું, તેમ બે દંડકો કહેવા. એ પ્રમાણે શ્રુત અજ્ઞાન પર્યવોમાં, વિભંગજ્ઞાન પર્યવોમાં પણ કહેવું. - - ચક્ષુર્દર્શન, અચક્ષુર્દર્શન, અવધિ દર્શન પર્યાયોમાં પણ એમ જ છે. માત્ર જે જેને હોય, તે તેને કહેવું. કેવલદર્શન પર્યાયોમાં કેવલજ્ઞાન પર્યાયવત્‌ કહેવું.

Linked texts (1)