Pramāṇa · Search · About · API

Viyahapannatti 1330

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1330

Language
Gujarati

1330

વિવેચન :–૮૮૪
જીવ પ્રદેશોના અમૂર્તત્વથી કૃત યુગ્માદિ વ્યપદેશ કર્યો છે, કાળા આદિ વર્ણ પર્યવોને-આશ્રીને નહીં. શરીરવર્ણાપેક્ષાએ તો ક્રમથી ચારે ભેદ થાય. સિદ્ધોને અમૂર્તપણાને કારણે વર્ણાદિનો અભાવ છે, તેથી તેની પૃચ્છા ન હોય.
આભિનિબોધિક જ્ઞાનના આવરણ ક્ષયોપશમ ભેદથી જે વિશેષ છે, તેના જ જે નિર્વિભાગપલિચ્છેદ તે આભિનિબોકિ જ્ઞાનપર્યાયો, તેના અનંતત્વ છતાં પણ ક્ષયોપશમના વૈચિત્ર્યથી અનવસ્થિત પરિણામત્વથી જીવની ચાર શેષ આદિ થાય છે. એકેન્દ્રિયોને સમ્યક્‌ત્વ અભાવે આભિનિબોધિક ન હોય, તેથી તેમનો કૃતયુગ્માદિ વ્યપદેશ ન હોય.
બહુવચનમાં જીવપદમાં સમસ્ત આભિનિબોધિક જ્ઞાન પર્યાયોના સંયોગથી ચતુષ્ક અપહારમાં અયુગપદ્‌ ચાર શેષ ઓઘથી થાય, વિચિત્ર ક્ષયોપશમના પર્યાયોના અવસ્થિતત્વથી આમ કહ્યું. વિધાનથી તેના ચારે ભેદો થાય છે. કેવલજ્ઞાન પર્યવપક્ષમાં સર્વત્ર ‘ચાર શેષ’ જ કહેવી. કેમકે તેના અનંત પર્યાય અને અવસ્થિત્વથી કહ્યું. - X - X - શરીર પ્રસ્તાવથી તેનું કથન –

Linked texts (1)