Viyahapannatti 133
Viyāhapannatti: ṭīkānusārī vivecana 133
- Language
- Gujarati
133
‘ભગવતી’ સૂત્ર-૮૬ :– [૧/૮/૮૬]
ભગવન્! એકાંત પંડિત મનુષ્ય શું નૈરયિકાયુ બાંધે યાવત્ દેવાયુ બાંધી દેવલોકમાં ઉપજે?
ગૌતમ! એકાંત પંડિત મનુષ્યઆયુ બાંધે અથવા ન બાંધે. જો બાંધે તો નૈરયિક-તિર્યંચ-મનુષ્યાયુ ન બાંધે, દેવાયુ જ બાંધે. નૈરયિક-તિર્યંચ કે મનુષ્યમાં ન ઉપજે, દેવાયુ બાંધીને દેવોમાં જ ઉપજે. એમ કેમ કહ્યું? ગૌતમ! એકાંત પંડિત મનુષ્યની માત્ર બે ગતિઓ જ કહી છે, અંતક્રિયા અને કલ્પોપપત્તિકા. માટે આમ કહ્યું છે.
ભગવન્! બાલપંડિત મનુષ્ય શું નૈરયિકાયુ બાંધે યાવત્ દેવાયુ બાંધી દેવોમાં ઉપજે?
ગૌતમ! તે નૈરયિકાયુ ન બાંધે અને યાવત્ દેવાયુ બાંધી દેવમાં ઉપજે. - એમ કેમ કહ્યું? ગૌતમ! બાલપંડિત મનુષ્ય તથારૂપ શ્રમણ કે માહણ પાસે એકાદ ધાર્મિક આર્ય સુવચન સાંભળી, અવધારી દેશથી વિરમે છે અને દેશથી નથી વિરમતો, દેશ પચ્ચક્ખાણ કરે અને દેશ પચ્ચક્ખાણ ન કરે. તેથી તે દેશવિરતિ, દેશપચ્ચક્ખાણથી નૈરયિકાયુ ન બાંધે યાવત્ દેવાયુ બાંધી દેવમાં ઉપજે. માટે આમ કહ્યું.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit