Viyahapannatti 134
Viyāhapannatti: ṭīkānusārī vivecana 134
- Language
- Gujarati
134
વિવેચન :–૮૬
એકાંતપંડિત એટલે સાધુ, મનુષ્ય વિશેષણ સ્વરૂપ જણાવે છે. મનુષ્ય સિવાય કોઈ એકાંતપંડિત ન હોય. બીજો કોઈ સર્વવિરત ન થાય. સમ્યક્ત્વ સપ્તકનો ક્ષય થયો હોય તો આયુ ન બાંધે, તે ખપ્યા પહેલા બાંધે છે. તેથી કહે છે – કદાચ બાંધે કેવલ - સકલ. સર્વથી બે જ ગતિ કેવલીએ કહી છે - X - અંતકિરિય - નિર્વાણ. કપ્પોવવત્તિય - અનુત્તર વિમાન પર્યન્તની દેવલોકમાં ઉત્પત્તિ. ‘કલ્પ’ શબ્દ સામાન્યથી વૈમાનિક દેવવાસનો સૂચક છે. એકાંતપંડિત પછી બાલપંડિત– બાલપંડિત એટલે શ્રાવક. દેશવિરત હોય. દેશ-સ્થૂળ પ્રાણાતિપાત આદિનું પચ્ચક્ખાણ કરે - ન કરવાની પ્રતિજ્ઞા કરે.
આયુને બાંધવામાં ક્રિયા કારણ છે, માટે ક્રિયા સૂત્રો કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit