Pramāṇa · Search · About · API

Viyahapannatti 1331

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1331

Language
Gujarati

1331

‘ભગવતી’ સૂત્ર-૮૮૫, ૮૮૬ :– [૨૫/–/૪/૮૮૫, ૮૮૬]
[૮૮૫] ભગવન્‌! શરીરો કેટલા છે? ગૌતમ! પાંચ. તે આ - ઔદારિક યાવત્‌ કાર્મણ. અહીં પન્નવણાનું શરીરપદ સંપૂર્ણ કહેવું.
[૮૮૬] ભગવન્‌! જીવો, સકંપ છે કે નિષ્કંપ? ગૌતમ! બંને. ભગવન્‌! એમ કેમ કહ્યું - X -? ગૌતમ! જીવો બે પ્રકારે - સંસારી, અસંસારી. તેમાં જે અસંસારી છે, તેઓ સિદ્ધ છે. આ સિદ્ધો બે ભેદે છે - અનંતરસિદ્ધ અને પરંપરસિદ્ધ. તેમાં જે પરંપરસિદ્ધ છે, તે નિષ્કંપ છે, તેમાં જે અનંતરસિદ્ધ છે, તે સકંપ છે. - - ભગવન્‌! તે દેશકંપક છે કે સર્વકંપક. ગૌતમ! દેશકંપક નથી, પણ સર્વકંપક છે. - - તે જીવોમાં સંસારી કહ્યા તે બે ભેદે - શૈલેશી પ્રતિપન્નક અને અશૈલેષી પ્રતિપન્નક. તેમાં જે શૈલેશી પ્રતિપન્નક છે તે નિષ્કંપ છે, જે અશૈલેષી પ્રતિપન્નક છે તે સકંપ છે. - - ભગવન્‌! તેઓ શું દેશકંપક છે કે સર્વકંપક? ગૌતમ! બંને. તેથી કહ્યું કે યાવત્‌ નિષ્કંપ છે.
ભગવન્‌! નૈરયિકો શું દેશકંપક છે કે સર્વકંપક? ગૌતમ! બંને. એમ કેમ કહ્યું - X -?
ગૌતમ! નૈરયિકો બે ભેદે - વિગ્રહગતિ સમાપન્નક અને અવિગ્રહગતિ સમાપન્નક. તેમાં જે વિગ્રહગતિ સમાપન્નક છે તે સર્વકંપક છે અને જે અવિગ્રહગતિ સમાપન્નક છે, તે દેશકંપક છે. તેથી એમ કહ્યું કે યાવત્‌ સર્વકંપક છે. - આ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું.

Linked texts (1)