Viyahapannatti 1332
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1332
- Language
- Gujarati
1332
વિવેચન :–૮૮૫, ૮૮૬
‘શરીર પદ’ એ પ્રજ્ઞાપનાનું બારમું પદ છે તે આ રીતે - ભગવન્! નૈરયિક કેટલા શરીરવાળા છે? ગૌતમ! ત્રણ શરીરી – વૈક્રિય, તૈજસ, કાર્મણ.
શરીરી જીવો ચલ સ્વભાવવાળા હોય છે. સામાન્યથી જીવોના ચલત્વ આદિને પૂછે છે. સેય - કંપન કે ચલન સહ. નિરેય - નિશ્ચલન.
અનંતરસિદ્ધ - જેમાં અંતર, વ્યવધાન હોતું નથી તેવા સિદ્ધ, તે અનંતર સિદ્ધ, તેમાં જે પ્રથમ સમયમાં વર્તતા હોય તે ‘કંપક’ છે. કેમકે સિદ્ધિગમન સમય અને સિદ્ધત્વ પ્રાપ્તિ સમય એક હોવાથી તેઓ કંપે છે. પરંપર સિદ્ધ - સિદ્ધત્વના દ્વયાદિ સમયમાં વર્તતા એવા.
દેસેય - દેશથી ચલ, સવ્વેય - સર્વથી ચલ. સિદ્ધ સર્વાત્મથી સિદ્ધિમાં જાય છે, માટે તેમને સર્વકંપકપણું હોય. તેમાં જે શૈલેશી પ્રતિપન્ન છે, તેઓએ યોગનો નિરોધ કર્યો હોવાથી સ્વભાવથી અચલત્વથી નિષ્કંપ હોય. ઈલિકાગતિથી ઉત્પત્તિ સ્થાને જતા હોય તે દેશકંપક, - X - દડાની ગતિથી જતા એવા સર્વકંપક કહેવાય, કેમકે તેમની ગમન પ્રવૃત્તિ સર્વાત્મનાથી છે.
વિગ્રહગતિને પ્રાપ્ત જીવ, જે મરીને વિગ્રહગતિથી ઉત્પત્તિ સ્થાને જાય છે અને અવિગ્રહગતિને પ્રાપ્ત - વિગ્રહગતિના નિષેધથી ઋજુગતિને પ્રાપ્ત અને અવસ્થિત, તેમાં વિગ્રહ ગતિને પ્રાપ્ત ગેંદુક ગતિથી જાય છે માટે સકંપક, અવિગ્રહગતિને પ્રાપ્ત તે અવસ્થિત જ અહીં વિવક્ષિત છે, તેમ સંભવે છે. તેઓ દેહસ્થ જ મારણાંતિક સમુદ્ઘાતથી દેશથી ઈલિકાગતિથી ઉત્પત્તિ ક્ષેત્રને સ્પર્શે છે તેથી દેશકંપક છે અથવા સ્વક્ષેત્ર અવસ્થિત છતાં હાથ આદિ દેશના કંપનથી, તેમને દેશકંપક કહ્યા.
- - હવે અજીવવક્તવ્યતા કહે છે–
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit