Viyahapannatti 1333
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1333
- Language
- Gujarati
1333
‘ભગવતી’ સૂત્ર-૮૮૭ :– [૨૫/–/૪/૮૮૭]
ભગવન્! પરમાણુ પુદ્ગલ શું સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા છે? ગૌતમ! સંખ્યાતા, અસંખ્યાતા નથી, પણ અનંતા છે. એ પ્રમાણે યાવત્ અનંતપ્રદેશીસ્કંધ કહેવા. - - ભગવન્! એક પ્રદેશાવગાઢ પુદ્ગલો શું સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા છે? પૂર્વવત્. એ રીતે યાવત્ અસંખ્યાત પ્રદેશાવગાઢ [પુદ્ગલો સુધી કહેવું.]
ભગવન્ ! એક સમય સ્થિતિક પુદ્ગલો શું સંખ્યાતા૦ છે? પૂર્વવત્. આ પ્રમાણે અસંખ્યેય સમયસ્થિતિક સુધી જાણવું.
ભગવન્! એક ગુણ કાળા પુદ્ગલો શું સંખ્યાત૦ છે? પૂર્વવત્ એ પ્રમાણે યાવત્ અનંતગુણકાળા૦ જાણવા. એ રીતે બાકીના પણ વર્ણ-ગંધ-રસ-સ્પર્શ જાણવા યાવત્ અનંતગુણ રૂક્ષ [પુદ્ગલો]
ભગવન્! આ પરમાણુ પુદ્ગલ અને દ્વિપ્રદેશી સ્કંધ દ્રવ્યાર્થતાથી કોણ કોનાથી અલ્પ, વધુ, તુલ્ય કે વિશેષાધિક છે? ગૌતમ! દ્વિપ્રદેશી સ્કંધ કરતા પરમાણુ પુદ્ગલ દ્રવ્યાર્થતાથી ઘણાં છે.
ભગવન્! આ દ્વિપ્રદેશી અને ત્રિપ્રદેશી સ્કંધમાં દ્રવ્યાર્થતાથી કોણ કોનાથી વધુ૦ છે? ગૌતમ! ત્રિપ્રદેશી સ્કંધથી દ્વિપ્રદેશી સ્કંધ દ્રવ્યાર્થપણે વધુ છે. એ રીતે આ ગમક વડે યાવત્ દશપ્રદેશી સ્કંધથી નવપ્રદેશી સ્કંધ દ્રવ્યાર્થતાથી વધુ છે. ભગવન્! દશપ્રદેશીની પૃચ્છા - ગૌતમ! દશપ્રદેશીથી સંખ્યાતપ્રદેશી સ્કંધ દ્રવ્યાર્થતાથી વધુ છે. સંખ્યાત પ્રદેશી સ્કંધ૦ પૃચ્છા. ગૌતમ! સંખ્યાત પ્રદેશી સ્કંધથી અસંખ્યાત પ્રદેશ સ્કંધ દ્રવ્યાર્થપણે વધુ છે. ભગવન્! અસંખ્યાત૦ પૃચ્છા. ગૌતમ! અનંતપ્રદેશી સ્કંધથી અસંખ્યાત પ્રદેશી સ્કંધ દ્રવ્યાર્થતાથી વધુ છે.
ભગવન્! આ પરમાણુ પુદ્ગલ, દ્વિપ્રદેશી સ્કંધ પ્રદેશાર્થતાથી કોણ કોનાથી વધુ છે? ગૌતમ! પરમાણુ પુદ્ગલ કરતાં દ્વિપ્રદેશી સ્કંધ પ્રદેશાર્થતાથી વધુ છે. એ રીતે આ ગમક વડે યાવત્ નવપ્રદેશી સ્કંધથી દશપ્રદેશી સ્કંધ પ્રદેશાર્થતાએ બહુ છે. આ પ્રમાણે બધે જ પ્રશ્ન કરવા. - - દશ પ્રદેશી સ્કંધથી સંખ્યાતપ્રદેશી સ્કંધ પ્રદેશાર્થતાથી બહુ છે. સંખ્યાતપ્રદેશી કરતાં અસંખ્યાતપ્રદેશી સ્કંધ પ્રદેશાર્થતાથી બહુ છે. - - ભગવન્! આ અસંખ્યાતપ્રદેશીની પૃચ્છા. ગૌતમ! અનંતપ્રદેશ સ્કંધ કરતા અસંખ્યાત પ્રદેશી સ્કંધ પ્રદેશાર્થતાએ બહુ છે.
ભગવન્! આ એક પ્રદેશાવગાઢ અને દ્વિપ્રદેશાવગાઢ પુદ્ગલોમાં દ્રવ્યાર્થપણે કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે? ગૌતમ! દ્વિપ્રદેશાવગાઢ પુદ્ગલ કરતાં એક પ્રદેશાવગાઢ પુદ્ગલો દ્રવ્યાર્થપણે વિશેષાધિક છે. એ પ્રમાણે આ ગમ વડે ત્રિપ્રદેશાવગાઢ કરતાં દ્વિપ્રદેશાવગાઢ પુદ્ગલો દ્રવ્યાર્થપણે વિશેષાધિક છે યાવત્ દશપ્રદેશાવગાઢ કરતાં નવ પ્રદેશાવગાઢ પુદ્ગલો દ્રવ્યાર્થપણે વિશેષાધિક છે. દશપ્રદેશાવગાઢ પુદ્ગલથી સંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલો દ્રવ્યાર્થપણે બહુ છે. સંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલથી અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલો દ્રવ્યાર્થપણે બહુ છે. સર્વત્ર પ્રશ્ન કરવો.
ભગવન્! આ એક પ્રદેશાવગાઢ અને દ્વિપ્રદેશાવગાઢ પુદ્ગલોમાં પ્રદેશાર્થથી કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે? ગૌતમ! એક પ્રદેશાવગાઢ કરતા દ્વિપ્રદેશાવગાઢ પુદ્ગલો પ્રદેશાર્થતાથી વિશેષાધિક છે, એ રીતે યાવત્ નવ પ્રદેશાવગાઢ કરતાં દશ પ્રદેશાવગાઢ પુદ્ગલો પ્રદેશાર્થથી વિશેષાધિક છે. દશ પ્રદેશાવગાઢ કરતાં સંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલો પ્રદેશાર્થથી ઘણાં છે. સંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલોથી અસંખ્યાત પ્રદેશાવગાઢ પ્રદેશાર્થતાથી વધુ છે.
ભગવન્! આ એક સમય સ્થિતિક અને દ્વિસમય સ્થિતિક પુદ્ગલોમાં દ્રવ્યાર્થતાથી૦ અવગાહના માફક સ્થિતિની વક્તવ્યતા કહેવી.
ભગવન્! આ એકગુણ કાળા અને દ્વિગુણ કાળા પુદ્ગલોમાં દ્રવ્યાર્થતાથી૦ આ આ કથન પરમાણુ પુદ્ગલાદિની વક્તવ્યતા માફક સંપૂર્ણ કહેવું. એ પ્રમાણે બધાં વર્ણ-ગંધ-રસને કહેવા.
ભગવન્! આ એકગુણ કર્કશ અને દ્વિગુણ કર્કશ પુદ્ગલોમાં દ્રવ્યાર્થતાથી કોણ કોનાથી૦ વિશેષાધિક છે? ગૌતમ! એક ગુણ કર્કશ કરતાં દ્વિગુણ કર્કશ પુદ્ગલો દ્રવ્યાર્થતાથી વિશેષાધિક છે. એ પ્રમાણે યાવત્ નવગુણ કર્કશ કરતા દશગુણ કર્કશ પુદ્ગલો દ્રવ્યાર્થતાથી વિશેષાધિક છે. દશ ગુણ કર્કશ કરતાં સંખ્યાતગુણ કર્કશ પુદ્ગલો દ્રવ્યાર્થતાથી ઘણાં છે. સંખ્યાત ગુણ કર્કશથી અસંખ્યાત ગુણ કર્કશ પુદ્ગલો દ્રવ્યાર્થતાથી ઘણાં છે. અસંખ્યાત ગુણ કર્કશથી અનંતગુણ કર્કશ પુદ્ગલો દ્રવ્યાર્થતાથી ઘણાં છે. એ પ્રમાણે પ્રદેશાર્થતાથી સર્વત્ર પ્રશ્નો કહેવા. જે પ્રમાણે કર્કશ કહ્યા, એ પ્રમાણે મૃદુ-ગુરુ-લઘુ પણ કહેવા. શીત-ઉષ્ણ-સ્નિગ્ધ-રૂક્ષને વર્ણ માફક કહેવા.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit