Viyahapannatti 1337
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1337
- Language
- Gujarati
1337
‘ભગવતી’ સૂત્ર-૮૮૯, ૮૯૦ :– [૨૫/–/૪/૮૮૯, ૮૯૦]
[૮૮૯] ભગવન્! પરમાણુ પુદ્ગલ દ્રવ્યાર્થતાથી શું કૃતયુગ્મ, ત્ર્યોજ, દ્વાપરયુગ્મ કે કલ્યોજ છે? ગૌતમ! કૃતયુગ્મ-ત્ર્યોજ-દ્વાપર યુગ્મ નથી, માત્ર કલ્યોજ છે. એ પ્રમાણે યાવત્ અનંતપ્રદેશી સ્કંધ સુધી જાણવું.
ભગવન્! પરમાણુ પુદ્ગલો દ્રવ્યાર્થતાથી કૃતયુગ્મ છે? પ્રશ્ન. ગૌતમ! ઓઘાદેશથી કદાચ કૃતયુગ્મ યાવત્ કદાચ કલ્યોજ. વિધાનાદેશથી માત્ર કલ્યોજ છે. એ પ્રમાણે અનંતપ્રદેશી સ્કંધો સુધી જાણવું.
ભગવન્! પરમાણુ પુદ્ગલ પ્રદેશાર્થતાથી કૃતયુગ્મ૦ છે? પ્રશ્ન. ગૌતમ! કૃતયુગ્મ-ત્ર્યોજ-દ્વાપરયુગ્મ નથી, કલ્યોજ છે. - - દ્વિપ્રદેશી પૃચ્છા. ગૌતમ! કૃતયુગ્મ-ત્ર્યોજ-કલ્યોજ નથી, દ્વાપરયુગ્મ છે. - - ત્રિપ્રદેશી પૃચ્છા. ગૌતમ! કૃતયુગ્મ-દ્વાપરયુગ્મ-કલ્યોજ નથી, ત્ર્યોજ છે - - ચતુઃપ્રદેશી પૃચ્છા. ગૌતમ! માત્ર કૃતયુગ્મ છે, બાકી ત્રણ નથી. - - પંચપ્રદેશી પૃચ્છા. પરમાણુ પુદ્ગલ મુજબ જાણવું. - - ષટ્પ્રદેશી, દ્વિપ્રદેશીવત્ છે. - - સપ્તપ્રદેશી. ત્રિપ્રદેશી મુજબ છે. - - અષ્ટપ્રદેશી, ચતુઃપ્રદેશીવત્ છે. - - નવપ્રદેશી, પરમાણુ પુદ્ગલવત્ છે. - - દશપ્રદેશી, દ્વિપ્રદેશી માફક છે.
ભગવન્! સંખ્યાતપ્રદેશી પુદ્ગલની પૃચ્છા. ગૌતમ! કદાચ કૃતયુગ્મ યાવત્ કદાચ કલ્યોજ છે. એ રીતે અસંખ્યાત અને અનંતપ્રદેશ પણ છે.
ભગવન્! પરમાણુ પુદ્ગલો પ્રદેશાર્થતાથી કૃતયુગ્મ૦ છે? પ્રશ્ન. ગૌતમ! ઓઘાદેશથી કદાચ કૃતયુગ્મ યાવત્ કદાચ કલ્યોજ. વિધાનાદેશથી માત્ર કલ્યોજ છે, બાકી ત્રણ નથી.
દ્વિપ્રદેશી સ્કંધોની પૃચ્છા. ગૌતમ! ઓઘાદેશથી કદાચ કૃતયુગ્મ કે કદાચ દ્વાપરયુગ્મ છે. ત્ર્યોજ કે કલ્યોજ નથી. વિધાનાદેશથી દ્વાપરયુગ્મ છે. કૃતયુગ્મ - ત્ર્યોજ-કલ્યોજ નથી.
ત્રિપ્રદેશીસ્કંધોની પૃચ્છા.ગૌતમ!ઓઘાદેશથી કદાચ કૃતયુગ્મ યાવત્ કદાચ કલ્યોજ,વિધાનાદેશથી ત્ર્યોજ છે,બાકીના ત્રણે નથી.
ચતુઃપ્રદેશી સ્કંધોની પૃચ્છા. ગૌતમ! ઓઘાદેશથી પણ અને વિધાનાદેશથી પણ કૃતયુગ્મ છે, બાકીના ત્રણે નથી. - - પંચપ્રદેશી, પરમાણુ પુદ્ગલો માફક છે. - - ષટ્પ્રદેશી, દ્વિપ્રદેશીવત્ છે. - - સપ્તપ્રદેશી, ત્રિપ્રદેશી માફક છે. - - અષ્ટપ્રદેશી, ચતુઃપ્રદેશીવત્ છે. - - નવપ્રદેશી, પરમાણુ પુદ્ગલો માફક છે. - - દશપ્રદેશી, દ્વિપ્રદેશીવત્ છે. સંખ્યાતપ્રદેશી સ્કંધોની પૃચ્છા. ગૌતમ! ઓઘાદેશથી કદાચ કૃતયુગ્મ યાવત્ કદાચ કલ્યોજ. વિધાનાદેશથી કૃતયુગ્મ પણ યાવત્ કલ્યોજ પણ છે. એ રીતે અસંખ્યાતપ્રદેશી સ્કંધો પણ કહેવા, અનંતપ્રદેશી સ્કંધો પણ કહેવા.
ભગવન્! પરમાણુ પુદ્ગલ શું કૃતયુગ્મ પ્રદેશાવગાઢ૦ છે? પ્રશ્ન. ગૌતમ! કૃતયુગ્મ પ્રદેશાવગાઢ અને કલ્યોજ પ્રદેશાવગાઢ છે, બીજા બે નથી.
દ્વિપ્રદેશાવગાઢની પૃચ્છા. ગૌતમ! કૃતયુગ્મ કે ત્ર્યોજપ્રદેશ અવગાઢ નથી, પણ કદાચ દ્વાપરયુગ્મ અને કદાચ કલ્યોજ-પ્રદેશાવગાઢ છે.
ત્રિપ્રદેશી પ્રદેશાવગાઢની પૃચ્છા. ગૌતમ! કૃતયુગ્મ પ્રદેશાવગાઢ નથી. કદાચ ત્ર્યોજ૦ કદાચ દ્વાપરયુગ્મ૦ કદાચ કલ્યોજ પ્રદેશાવગાઢ છે.
ચતુઃપ્રદેશાવગાઢની પૃચ્છા. ગૌતમ! કદાચ કૃતયુગ્મપ્રદેશ અવગાઢ યાવત્ કદાચ કલ્યોજ પ્રદેશાવગાઢ છે. યાવત્ અનંત પ્રદેશિક.
ભગવન્! પરમાણુ પુદ્ગલો શું કૃતયુગ્મ૦ પૃચ્છા. ગૌતમ! ઓઘાદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે. ત્ર્યોજ-દ્વાપરયુગ્મ-કલ્યોજ નથી. વિધાનાદેશથી કૃતયુગ્મ-ત્ર્યોજ-દ્વાપરયુગ્મ૦ નથી, કલ્યોજ પ્રદેશાવગાઢ છે.
દ્વિપ્રદેશી સ્કંધોની પૃચ્છા. ગૌતમ! ઓઘાદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે, ત્ર્યોજ-દ્વાપરયુગ્મ-કલ્યોજ૦ નથી. વિધાનાદેશથી કૃતયુગ્મ-ત્ર્યોજ પ્રદેશાવગાઢ નથી, દ્વાપરયુગ્મ અને કલ્યોજ પ્રદેશાવગાઢ છે.
ત્રિપ્રદેશી સ્કંધોની પૃચ્છા. ગૌતમ! ઓઘાદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે, ત્ર્યોજ-દ્વાપરયુગ્મ-કલ્યોજ૦ નથી. વિધાનાદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે, ત્ર્યોજ-દ્વાપરયુગ્મ અને કલ્યોજ પ્રદેશાવગાઢ પણ છે.
ચતુઃપ્રદેશી સ્કંધોની પૃચ્છા. ગૌતમ! ઓઘાદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે, ત્ર્યોજ-દ્વાપરયુગ્મ-કલ્યોજ૦ નથી. વિધાનાદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે યાવત્ કલ્યોજ પ્રદેશાવગાઢ છે. યાવત્ અનંતપ્રદેશી૦
ભગવન્! પરમાણુ પુદ્ગલ શું કૃતયુગ્મ સ્થિતિક છે? પૃચ્છા. ગૌતમ! કદાચ કૃતયુગ્મ સ્થિતિક યાવત્ કદાચ કલ્યોજ સમય સ્થિતિક છે. એ પ્રમાણે અનંતપ્રદેશી સુધી જાણવું. - - ભગવન્! પરમાણુ પુદ્ગલો શું કૃતયુગ્મ૦ પૃચ્છા. ગૌતમ! ઓઘાદેશથી કદાચ કૃતયુગ્મ સમય સ્થિતિક યાવત્ કદાચ કલ્યોજ સમયસ્થિતિક છે. વિધાનાદેશથી કૃતયુગ્મ સમય સ્થિતિક પણ છે યાવત્ કલ્યોજ૦ પણ છે. એ રીતે અનંતપ્રદેશી૦ સુધી કહેવું.
ભગવન્! પરમાણુ પુદ્ગલ કાળા વર્ણ પર્યાયથી શું કૃતયુગ્મ, ત્ર્યોજ૦? સ્થિતિની વક્તવ્યતાની માફક સર્વે વર્ણો અને સર્વે ગંધોને કહેવા. એ પ્રમાણે રસની વક્તવ્યતા પણ મધુરસ સુધી કહેવું.
ભગવન્! અનંતપ્રદેશી સ્કંધ કર્કશ સ્પર્શ પર્યાયથી શું કૃતયુગ્મ૦ છે? પ્રશ્ન. ગૌતમ! કદાચ કૃતયુગ્મ યાવત્ કદાચ કલ્યોજ. - - ભગવન્! અનંતપ્રદેશી સ્કંધો કર્કશ સ્પર્શ પર્યાયોથી શું કૃતયુગ્મ૦? પ્રશ્ન. ગૌતમ! ઓઘાદેશથી કદાચ કૃતયુગ્મ યાવત્ કદાચ કલ્યોજ છે, વિધાનાદેશથી કૃતયુગ્મ પણ છે યાવત્ કલ્યોજ પણ છે. - - આ પ્રમાણે મૃદુ-ગુરુ-લઘ સ્પર્શો પણ કહેવા. શીત-ઉષ્ણ-સ્નિગ્ધ-રૂક્ષને વર્ણ માફક કહેવા.
[૮૯૦] ભગવન્! પરમાણુ પુદ્ગલ શું સાર્દ્ધ છે કે અનર્દ્ધ? ગૌતમ! સાર્દ્ધ નથી, અનર્દ્ધ છે. - - દ્વિપ્રદેશી૦ પૃચ્છા. ગૌતમ! સાર્ધ નથી, અનર્દ્ધ છે. - - ત્રિપ્રદેશિક, પરમાણુ પુદ્ગલ માફક છે. - - ચતુઃપ્રદેશિક, દ્વિપ્રદેશીવત્ છે. - - પંચપ્રદેશી, ત્રિપ્રદેશીવત્ ષટ્પ્રદેશી, દ્વિપ્રદેશીવત્. સપ્તપ્રદેશી, ત્રિપ્રદેશીવત્, અષ્ટપ્રદેશી, દ્વિપ્રદેશીવત્. નવપ્રદેશી, ત્રિપ્રદેશીવત્, દશપ્રદેશી, દ્વિપ્રદેશીવત્. ભગવન્! સંખ્યાતપ્રદેશી સ્કંધની પૃચ્છા. ગૌતમ! કદાચ સાર્દ્ધ, કદાચ અનર્દ્ધ. એ રીતે અસંખ્યાત-અનંતપ્રદેશ પણ.
ભગવન્! પરમાણુ પુદ્ગલો, શું સાર્દ્ધ છે કે અનર્દ્ધ? ગૌતમ! સાર્દ્ધ પણ, અનર્દ્ધ પણ. એ રીતે યાવત્ અનંતપ્રદેશી સ્કંધો જાણવા.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit