Viyahapannatti 1338
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1338
- Language
- Gujarati
1338
વિવેચન :–૮૮૯, ૮૯૦
પરમાણુ પુદ્ગલો ઓઘાદેશથી કૃતયુગ્માદિ વિકલ્પે હોય છે, તેનું અનંતત્વ પણ સંઘાત ભેદથી અનવસ્થિત સ્વરૂપત્વથી છે. વિધાનથી એક-એકથી કલ્યોજ જ છે. પંચપ્રદેશીમાં એક શેષ હોવાથી કલ્યોજ છે. ષટ્પ્રદેશીમાં બે શેષ રહેવાથી દ્વાપરયુગ્મ છે. એ રીતે બીજે પણ જાણવું.
સંખ્યાત પ્રદેશિકના વિચિત્ર સંખ્યત્વથી વિકલ્પે ચારે ભેદ છે. દ્વિપ્રદેશિકા જો સમસંખ્યક હોય, ત્યારે પ્રદેશથી કૃતયુગ્મ, જો વિષમસંખ્યા હોય ત્યારે દ્વાપરયુગ્મ. દ્વિપ્રદેશિકા પ્રદેશાર્થતાથી પ્રત્યેકને વિચારતા દ્વિપ્રદેશત્વથી દ્વાપરયુગ્મ થાય છે. - - સમસ્ત ત્રિપ્રદેશીના સંયોગથી તેના પ્રદેશોના ચતુષ્ક અપહારમાં ચાર શેષ વિકલ્પે રહે, કેમકે તેમનું અનવસ્થિત સંખ્યત્વ છે. જો તેમાં ચાર ઉમેરાય તો દ્વાદશ પ્રદેશો છે તે ચાર શેષ રહે, પાંચથી ત્ર્યોજ થાય, છ થી દ્વાપરયુગ્મ થાય, સાતથી કલ્યોજ. વિધાનાદેશથી ત્રિઅણુકત્વ સ્કંધથી ત્ર્યોજ જ છે.
ચતુષ્પ્રદેશિકમાં ઓઘથી અને વિધાનથી ચાર શેષ પ્રદેશો જ છે. પંચપ્રદેશી, પરમાણુ પુદ્ગલવત્. સામાન્યથી કદાચ કૃતયુગ્માદિ છે. ષટ્પ્રદેશી ઓઘથી કદાચ કૃતયુગ્મ કે દ્વાપરયુગ્મ. વિધાનથી દ્વાપરયુગ્મ. એ પ્રમાણે આગળ-આગળ પણ જાણવું.
હવે ક્ષેત્રથી પુદ્ગલની વિચારણા કરતા કહે છે – પરમાણુ કલ્યોજ પ્રદેશાવગાઢ જ એકત્વથી છે, દ્વિપ્રદેશાવગાઢ સામાન્યથી ચાર શેષ યુક્ત છે, વિધાનથી દ્વિપ્રદેશિકા જે દ્વિપ્રદેશાવગાઢ છે, તે દ્વાપરયુગ્મ અને જે એક પ્રદેશાવગાઢ છે, તે કલ્યોજ. એ પ્રમાણે બીજે પણ જાણવું.
અહીં કર્કશાદિ સ્પર્શાધિકારમાં જે અનંતપ્રદેશીક જ સ્કંધનું ગ્રહણ છે, તે તેના જ બાદરના કર્કશાદિ ચાર સ્પર્શ થાય છે પણ પરમાણુ આદિના એમ અભિપ્રાયથી છે. તેથી કહે છે – શીત આદિ ચાર વર્ણ માફક છે.
પુદ્ગલાધિકારથી કહે છે – જે સમસંખ્ય પ્રદેશાત્મક સ્કંધ તે સાર્દ્ધ છે, વિષમ સંખ્ય તે અનર્દ્ધ છે. જો ઘણાં અણુઓ સમસંખ્યક હોય તો સાર્દ્ધ હોય, જો વિષમસંખ્યા હોય તો અનર્દ્ધ હોય. - X - X -
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit