Viyahapannatti 1336
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1336
- Language
- Gujarati
1336
વિવેચન :–૮૮૮
પ્રદેશાર્થતાના અધિકાર છતાં, જે અપ્રદેશાર્થતા કહ્યું, તે પરમાણુના અપ્રદેશત્વથી છે. પરમાણુના દ્રવ્ય વિવક્ષામાં દ્રવ્યરૂપ અર્થો, પ્રદેશ વિવક્ષામાં અવિદ્યમાન પ્રદેશાર્થ એમ કરીને દ્રવ્યાર્થ-અપ્રદેશાર્થ તે કહેવાય છે.
અહીં ક્ષેત્ર અધિકારથી ક્ષેત્રના જ પ્રાધાન્યથી પરમાણુ, દ્વિઅણુક. આદિ અનંતગુણ સ્કંધો પણ વિશિષ્ટ એક ક્ષેત્ર પ્રદેશાવગાઢ આધાર-આધેયના ભેદોપચારથી એકત્વથી વ્યપદેશેલ છે. તેથી સૌથી થોડાં એક પ્રદેશાવગાઢ પુદ્ગલો દ્રવ્યાર્થતાથી-લોકાકાશ પ્રદેશ પરિમાણા છે. કહે છે –
એવો કોઈ આકાશ પ્રદેશ નહીં હોય, જે એક પ્રદેશાવગાઢ પરિણામ પરિણતોને પરમાણુ આદિના અવકાશ દાન પરિણામથી પરિણત ન હોય. સંખેજ્જ પએસાગાઢા૦ અહીં પણ ક્ષેત્રની જ પ્રાધાન્યતાથી તથાવિધ સ્કંધાધાર ક્ષેત્ર પ્રદેશાપેક્ષાથી આ જ ભાવના કરવી. વિશેષ એ કે – અસંમોહથી સુખેથી જાણવા દૃષ્ટાંત દર્શાવેલ છે. [જેની સ્થાપના અને આકૃતિ છે, તે અમે અહીં બતાવેલ નથી.]
પુદ્ગલોને જ કૃતયુગ્માદિ વડે નિરૂપતા કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit