Viyahapannatti 1342
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1342
- Language
- Gujarati
1342
‘ભગવતી’ સૂત્ર-૮૯૩ થી ૮૯૫ :– [૨૫/–/૫/૮૯૩ થી ૮૯૫]
[૮૯૩] ભગવન્! પર્યવો કેટલા ભેદે છે? ગૌતમ! બે ભેદે. તે આ – જીવપર્યવો, અજીવપર્યવો. ‘પર્યવપદ’ સંપૂર્ણ કહેવું.
[૮૯૪] ભગવન્! આવલિકા, શું સંખ્યાત સમયની, અસંખ્યાત સમયની કે અનંત સમયની હોય? ગૌતમ! તે માત્ર અસંખ્યાત સમય છે.
ભગવન્! આનપ્રાણ શું સંખ્યાત૦? - પૂર્વવત્ - જાણવું.
ભગવન્! સ્તોક, શું સંખ્યાત૦? - પૂર્વવત્ - - એ પ્રમાણે લવ, મુહૂર્ત્ત જાણવા. એ પ્રમાણે અહોરાત્ર, પક્ષ, માસ, ઋતુ, અયન, સંવત્સર, યુગ, સો વર્ષ, હજાર વર્ષ, લાખ વર્ષ, પૂર્વાંગ, પૂર્વ, ત્રુટિતાંગ, ત્રુટિત, અડડાંગ, અડડ, અવવાંગ, અવવ, હૂહૂયાંગ, હુહુત, ઉત્પલાંગ, ઉત્પલ, પદ્માંગ, પદ્મ, નલિનાંગ, નલિન, અક્ષનિપૂરાંગ, અક્ષનિપૂર, અયુતાંગ, અયુત, નયુતાંગ, નયુત, પ્રયુતાંગ, પ્રયુત, ચૂલિકાંગ, ચૂલિકા, શીર્ષપ્રહેલિકાંગ, શીર્ષપ્રહેલિકા, પલ્યોપમ, સાગરોપમ, અવસર્પિણી, ઉત્સર્પિણી જાણવા.
ભગવન્! પુદ્ગલ પરાવર્ત્ત શું સંખ્યાત સમયક, અસંખ્યાત સમયક કે અનંતાસમયક છે? પ્રશ્ન. ગૌતમ! સંખ્યાત કે અસંખ્યાત સમયક નથી, અનંત સમયક છે. એ રીતે અતીત-અનાગત-સર્વકાળ જાણવો.
ભગવન્! આવલિકાઓ શું સંખ્યાતસમયિક છે? પ્રશ્ન. ગૌતમ! સંખ્યાતસમયિક નથી, કદાચ અસંખ્યાત, કદાચ અનંતસમયિક.
ભગવન્! આનપ્રાણો, શું સંખ્યાતસમયિક છે? - પૂર્વવત્ -
ભગવન્! સ્તોકો, શું સંખ્યાત સમયિક છે૦? એ પ્રમાણે યાવત્ અવસર્પિણીઓ સુધી જાણવું.
ભગવન્! પુદ્ગલ પરાવર્ત્તો, શું સંખ્યાત સમયિક છે? પ્રશ્ન. ગૌતમ! સંખ્યાત કે અસંખ્યાત સમયિક નથી, અનંત સમયિક છે.
ભગવન્! આનપ્રાણ, શું સંખ્યાત આવલિકારૂપ છે૦? પ્રશ્ન. ગૌતમ! સંખ્યાત આવલિકારૂપ છે, અસંખ્યાત કે અનંત આવલિકારૂપ નથી. એ પ્રમાણે સ્તોક યાવત્ શીર્ષ પ્રહેલિકારૂપ સુધી જાણવું.
ભગવન્! પલ્યોપમ, શું સંખ્યાત આવલિકારૂપ છે૦? પ્રશ્ન. સંખ્યાત કે અનંત આવલિકારૂપ નથી, અસંખ્યાત આવલિકારૂપ છે. એ પ્રમાણે સાગરોપમ, અવસર્પિણી, ઉત્સર્પિણી પણ જાણવા.
પુદ્ગલ પરાવર્ત૦ પૃચ્છા. ગૌતમ! સંખ્યાત કે અસંખ્યાતઆવલિકારૂપ નથી,અનંત આવલિકારૂપ છે. એ પ્રમાણે યાવત્ સર્વકાળ.
ભગવન્! આનપ્રાણ શું સંખ્યાત આવલિકારૂપ છે? ગૌતમ! કદાચ સંખ્યાત આવલિકા, કદાચ અસંખ્યાત આવલિકા, કદાચ અનંત આવલિકારૂપ છે. એ પ્રમાણે શીર્ષ પ્રહેલિકા સુધી જાણવું.
પલ્યોપમની પૃચ્છા. ગૌતમ! સંખ્યાત આવલિકારૂપ નથી, કદાચ અસંખ્યાત આવલિકા, કદાચ અનંત આવલિકારૂપ છે. એ પ્રમાણે ઉત્સર્પિણી સુધી જાણવું. - - પુદ્ગલ પરિવર્તની પૃચ્છા. ગૌતમ! સંખ્યાત કે અસંખ્યાત આવલિકારૂપ નથી, પણ અનંત આવલિકા રૂપ છે.
ભગવન્! સ્તોક શું સંખ્યાત આનપ્રાણ છે, અસંખ્યાત આનપ્રાણ છે૦? આવલિકા માફક આનપ્રાણ વક્તવ્યતા સંપૂર્ણ કહેવી. એ પ્રમાણે આ આલાવા વડે શીર્ષપ્રહેલિકા પર્યન્ત કહેવું.
ભગવન્! સાગરોપમ શું સંખ્યાત પલ્યોપમરૂપ છે? પ્રશ્ન. ગૌતમ! સંખ્યાત પલ્યોપમ છે, અસંખ્યાત કે અનંત પલ્યોપમ નથી. એ રીતે અવસર્પિણી અને ઉત્સર્પિણી પણ જાણવા. - - પુદ્ગલ પરિવર્ત૦ પૃચ્છા. ગૌતમ! સંખ્યાત કે અસંખ્યાત પલ્યોપમ નથી, અનંત પલ્યોપમ છે - એ પ્રમાણે સર્વકાળ પર્યન્ત જાણવું.
ભગવન્! સાગરોપમો શું સંખ્યાત પલ્યોપમરૂપ છે૦? પ્રશ્ન. ગૌતમ! કદાચ સંખ્યાત પલ્યોપમો, કદાચ અસંખ્યાત પલ્યોપમો, કદાચ અનંતા પલ્યોપમો. એ પ્રમાણે અવસર્પિણી, ઉત્સર્પિણીમાં પણ કહેવું.
પુદ્ગલ પરાવર્તોની પૃચ્છા. ગૌતમ! સંખ્યાત પલ્યોપમ નથી, અસંખ્યાત પલ્યોપમ નથી, પણ અનંત પલ્યોપમો છે.
ભગવન્! અવસર્પિણી, શું સંખ્યાત સાગરોપમ છે૦? જેમ પલ્યોપમની વક્તવ્યતા કહી, તેમ સાગરોપમની પણ કહેવી.
ભગવન્! પુદ્ગલ પરાવર્ત્ત, શું સંખ્યાત અવસર્પિણી છે૦? ગૌતમ! સંખ્યાત કે અસંખ્યાત અવસર્પિણીઓ રૂપ નથી, પણ અનંત અવસર્પિણી-ઉત્સર્પિણીરૂપ છે. એ પ્રમાણે સર્વકાળ પર્યન્ત જાણવું.
ભગવન્! પુદ્ગલ પરિવર્તો શું સંખ્યાત અવસર્પિણી-ઉત્સર્પિણીઓ છે૦? પ્રશ્ન. ગૌતમ! માત્ર અનંત અવસર્પિણી ઉત્સર્પિણી છે.
ભગવન્! અતીતકાળ, શું સંખ્યાત પુદ્ગલ પરિવર્ત૦ છે? ગૌતમ! તે અનંતા પુદ્ગલ પરિવર્ત છે. આ રીતે અનાગતકાળ, સર્વકાળ જાણવો.
[૮૯૫] ભગવન્! અનાગતકાળ શું સંખ્યાત અતીતકાળરૂપ છે કે અસંખ્યાત૦ કે અનંત૦? ગૌતમ! સંખ્યાત-અસંખ્યાત કે અનંત અતીતકાળરૂપ નથી. અનાગતકાળ, અતીતકાળથી સમયાધિક છે. અતીતકાળ, અનાગતકાળથી સમય ન્યૂન છે.
ભગવન્! સર્વકાળ શું સંખ્યાત અતીતકાળ છે૦? પ્રશ્ન. ગૌતમ! સંખ્યાત-અસંખ્યાત-અનંત અતીત-કાળરૂપ નથી. સર્વકાળ, તે અતીતકાળથી સાતિરેક બમણો છે, અતીતકાળ, સર્વકાળથી સ્તોક ન્યૂનાર્ધ છે.
ભગવન્! સર્વકાળ, શું સંખ્યાત અનાગતકાળરૂપ છે૦? ગૌતમ! સંખ્યાત-અસંખ્યાત-અનંત અનાગતકાળરૂપ નથી. સર્વકાળ અનાગતકાળથી સ્તોક ન્યૂન બમણો છે. અનાગતકાળ, સર્વકાળથી સાતિરેક અડધો છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit