Pramāṇa · Search · About · API

Viyahapannatti 1343

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1343

Language
Gujarati

1343

વિવેચન :–૮૯૩ થી ૮૯૫
પજ્જવા - પર્યવો, ગુણ ધર્મ વિશેષ તે પર્યાયો. જીવ ધર્મા અને અજીવ પર્યવો પણ છે. અહીં પ્રજ્ઞાપના સૂત્રનું પાચંમું ‘પર્યવ પદ’ કહેવું. તે આ - ભગવન્‌! જીવ પર્યવો શું સંખ્યાત, અસંખ્યાત કે અનંતા છે? - ગૌતમ! સંખ્યાતા, અસંખ્યાતા નથી, અનંત છે ઈત્યાદિ. વિશેષાધિકારથી કાલસૂત્ર –
આવલિકા૦ આદિ અને બહુવચનાધિકારમાં આવલિકાઓ. એકવચનમાં તેમાં અસંખ્યાતા સમયો, બહુવચનમાં અસંખ્યાતા અને અનંતા હોય છે, પણ સંખ્યાતા ન હોય.
અનાગતકાળ અતીતકાળથી સમયાધિક છે. કઈ રીતે? અતીત-અનાગત બે કાળ અનાદિત્વ, અનંતત્વ બંનેથી સમાન છે. તે બંનેની મધ્યે ભગવંતનો પ્રશ્ન સમય વર્તે છે. તે અવિનષ્ટત્વથી અતીતમાં પ્રવેશે નહીં, અનિષ્ટત્વના સાધર્મ્યથી અનાગતમાં નાંખતા પછી સમય અતિરિક્ત અનાગતકાળ થાય છે. તેથી અનાગતકાળથી અતીતકાળ સમયન્યૂન થાય છે.
સર્વકાળ - અતીત, અનાગત કાળથી બમણો છે. તે અતીત કાળથી સાતિરેક બમણાં હોય છે. સાતિરેકત્વ, વર્તમાન સમયથી છે, તેથી અતીતકાળ સર્વકાળથી થોડું ન્યૂન અર્ધ છે. ન્યૂનત્વ વર્તમાન સમયથી છે.
અહીં ક્યારેક કહે છે – અતીતકાળથી અનાગત કાળ અનંતગુણ છે. જો તે વર્તમાન સમયમાં સમ હોય, તો તે અતિક્રમતા અનાગત કાળ સમય વડે ન્યૂન થાય, તેથી બમણાદિ વડે સમત્વ નથી, તેથી અનંતગુણ. તે અતીતકાળના હોવાથી, અનંતકાળ જતાં પણ આ ક્ષય પામતું નથી. - X - X - [અમને કંઈ સ્પષ્ટ થયું નથી.] - X - હવે નિગોદના ભેદોને કહે છે –

Linked texts (1)