Pramāṇa · Search · About · API

Viyahapannatti 1351

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1351

Language
Gujarati

1351

‘ભગવતી’ સૂત્ર-૯૦૨ થી ૯૦૫ :– [૨૫/–/૬/૯૦૨ થી ૯૦૫]
[૯૦૨] ભગવન્‌! પુલાક, સરાગ હોય કે વીતરાગ? ગૌતમ! સરાગ હોય, વીતરાગ નહીં. એ રીતે કષાયકુશીલ સુધી કહેવું. - ભગવન્‌! નિર્ગ્રન્થ સરાગ હોય કે વીતરાગ? ગૌતમ! સરાગ ન હોય, વીતરાગ હોય. જો વીતરાગ હોય તો શું ઉપશાંત કષાયવીતરાગ હોય કે ક્ષીણકષાય વીતરાગ? ગૌતમ! તે બંને હોય. - સ્નાતક પણ તેમજ જાણવો. પણ તે માત્ર ક્ષીણ કષાય વીતરાગ હોય.
[૯૦૩] ભગવન્‌! પુલાક, સ્થિતકલ્પ હોય કે અસ્થિતકલ્પ? ગૌતમ! તે બંને હોય. એ પ્રમાણે સ્નાતક સુધી કહેવું. - ભગવન્‌! પુલાક, જિનકલ્પમાં હોય કે સ્થવિરકલ્પમાં હોય કે કલ્પાતીત? ગૌતમ! જિનકલ્પમાં કે કલ્પાતીત ન હોય, સ્થવિરકલ્પી હોય. - બકુશની પૃચ્છા. ગૌતમ! જિનકલ્પી કે સ્થવિરકલ્પી હોય, કલ્પાતીત ન હોય. એ રીતે પ્રતિસેવના કુશીલને જાણવા. - કષાયકુશીલની પૃચ્છા. ગૌતમ! જિનકલ્પી-સ્થવિરકલ્પી-કલ્પાતીત ત્રણે હોય. - નિર્ગ્રન્થની પૃચ્છા. ગૌતમ! જિનકલ્પી કે સ્થવિરકલ્પી ન હોય, માત્ર કલ્પાતીત હોય. એ પ્રમાણે સ્નાતકને પણ જાણવા.
[૯૦૪] ભગવન્‌! પુલાક, સામાયિક સંયમમાં હોય કે છેદોપસ્થાપનિય-પરિહારવિશુદ્ધિ - સૂક્ષ્મ સંપરાય-યથાખ્યાત સંયમમાં હોય? ગૌતમ! સામાયિક કે છેદોપસ્થાપનીય સંયમમાં હોય, પણ પરિહાર વિશુદ્ધિ - સૂક્ષ્મસંપરાય કે યથાખ્યાત સંયમમાં ન હોય. એ રીતે બકુશ અને પ્રતિસેવના કુશીલને પણ જાણવા. - - કષાય કુશીલની પૃચ્છા. - ગૌતમ! સામાયિક યાવત્‌ સૂક્ષ્મ સંપરાય સંયમમાં હોય, પણ યથાખ્યાત સંયમમાં ન હોય. - - નિર્ગ્રન્થની પૃચ્છા - ગૌતમ! સામાયિક યાવત્‌ સૂક્ષ્મસંપરાયમાં ન હોય, પણ યથાખ્યાત સંયમમાં હોય. એ પ્રમાણે સ્નાતકને પણ જાણવા.
[૯૦૫] ભગવન્‌! પુલાક, પ્રતિસેવી હોય કે અપ્રતિસેવી? ગૌતમ! પ્રતિસેવી હોય, અપ્રતિસેવી નહીં. - - જો પ્રતિસેવી હોય તો મૂલગુણ પ્રતિસેવી હોય કે ઉત્તરગુણ પ્રતિસેવી? ગૌતમ! તે બંને હોય. મૂલગુણ પ્રતિસેવતા પાંચ આશ્રવોમાંના કોઈને પણ સેવે, ઉત્તરગુણ પ્રતિસેવતા દશવિધ પચ્ચક્‌ખાણમાંથી કોઈ એકનું પ્રતિસેવન કરે છે. - - બકુશની પૃચ્છા. ગૌતમ! પ્રતિસેવી હોય, અપ્રતિસેવી નહીં. - - જો પ્રતિસેવી હોય તો મૂળગુણ પ્રતિસેવી કે ઉત્તરગુણ પ્રતિસેવી હોય? ગૌતમ! મૂલગુણ પ્રતિસેવી ન હોય, ઉત્તરગુણ પ્રતિસેવી હોય. ઉત્તરગુણ પ્રતિસેવતા દશવિધ પ્રત્યાખ્યાનમાંના કોઈ એકને પ્રતિસેવે છે. પ્રતિસેવના કુશીલ, પુલાકવત્‌ છે. કષાયકુશલ૦? પ્રતિસેવી નથી, અપ્રતિસેવી છે. એ પ્રમાણે નિર્ગ્રન્થ અને સ્નાતક પણ જાણવા.

Linked texts (1)