Viyahapannatti 1352
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1352
- Language
- Gujarati
1352
વિવેચન :–૯૦૨ થી ૯૦૫
સરાગ - સકષાય. - - કલ્પદ્વારમાં - આચેલક આદિ દશ પદોમાં પહેલા-છેલ્લા તીર્થંકરના સાધુઓ રહે જ, તેને અવશ્ય પાળે, તેમને સ્થિતકલ્પ છે, તેમાં પુલાક હોય. મધ્યમ તીર્થંકરના સાધુમાં સ્થિતાસ્થિત કલ્પ, તેમાં કે ત્યાં પુલાક હોય. એ રીતે બધાં. અથવા કલ્પ - જિનકલ્પ અને સ્થવિરકલ્પ. કલ્પાતીત - જિનકલ્પ અને સ્થવિરકલ્પથી અન્યત્ર. કષાય કુશીલ કલ્પાતીતમાં હોય. કલ્પાતીત છદ્મસ્થ કે તીર્થંકરને સકષાયપણું હોવાથી. નિર્ગ્રન્થ કલ્પાતીત જ હોય. કેમકે તેમને જિનકલ્પ-સ્થવિરકલ્પધર્મ ન હોય.
ચારિત્ર દ્વાર સ્પષ્ટ છે. - પ્રતિસેવના દ્વાર - સંયમના પ્રતિકૂળ અર્થને સેવે છે. સંજ્વલન કષાયોદયથી સેવક તે પ્રતિસેવક - સંયમ વિરાધક. મૂલગુણ - પ્રાણાતિપાત-વિરમણાદિ, તેને પ્રતિકૂળતાથી સેવનાર તે મૂલગુણ પ્રતિસેવક. એ રીતે ઉત્તરગુણ પ્રતિસેવક પણ છે. વિશેષ એ કે - દશવિધ પ્રત્યાખ્યાનરૂપ તે ઉત્તરગુણ. તેમાં દશવિધ પ્રત્યાખ્યાન તે અનાગત, અતિક્રાંત આદિ પૂર્વે કહ્યા છે અથવા નવકારસી, પોરિસિ આદિ આવશ્યકમાં પ્રસિદ્ધ છે. તેમાંનું કોઈ એક પચ્ચક્ખાણ વિરાધે.
પિંડ વિશુદ્ધિ વિરાધે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit