Pramāṇa · Search · About · API

Viyahapannatti 1353

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1353

Language
Gujarati

1353

‘ભગવતી’ સૂત્ર-૯૦૬, ૯૦૭ :– [૨૫/–/૬/૯૦૬, ૯૦૭]
[૯૦૬] ભગવન્‌! પુલાક કેટલા જ્ઞાનમાં હોય? ગૌતમ! બે કે ત્રણમાં હોય. બેમાં હોય તો આભિનિબોધિક અને શ્રુતજ્ઞાનમાં હોય. ત્રણમાં હોય તો આભિનિબોધિક, શ્રુત અને અવધિજ્ઞાનમાં હોય. એ રીતે બકુશ પણ છે. પ્રતિસેવના કુશીલ પણ છે. - કષાયકુશીલની પૃચ્છા. ગૌતમ! બે-ત્રણ કે ચારમાં હોય. બેમાં હોય તો આભિનિબોધિક-શ્રુતમાં હોય. ત્રણમાં હોય તો આભિનિબોધિક-શ્રુત-અવધિમાં હોય, અથવા આભિનિબોધિક - શ્રુત-મનઃપર્યવમાં હોય. ચારમાં હોય તો આભિનિબોધિક-શ્રુત-અવધિ-મનઃપર્યવમાં હોય, આ પ્રમાણે નિર્ગ્રન્થ પણ કહેવા, સ્નાતક૦? માત્ર કેવલ જ્ઞાનમાં હોય.
[૯૦૭] ભગવન્‌! પુલાક, કેટલાં શ્રુત ભણે? ગૌતમ! જઘન્યથી નવમા પૂર્વની ત્રીજી આચાર વસ્તુ, ઉત્કૃષ્ટથી નવ પૂર્વ. - બકુશની પૃચ્છા-ગૌતમ! જઘન્યથી આઠ પ્રવચન માતા, ઉત્કૃષ્ટથી દશ પૂર્વો. - એ રીતે પ્રતિસેવનાકુશીલ પણ જાણવા. - કષાયકુશીલની પૃચ્છા - ગૌતમ! જઘન્યથી અષ્ટપ્રવચન માતા અને ઉત્કૃષ્ટથી ચૌદ પૂર્વો. એ પ્રમાણે નિર્ગ્રન્થને પણ જાણવા, - સ્નાતકની પૃચ્છા. - ગૌતમ! શ્રુત વ્યતિરિક્ત હોય છે.

Linked texts (1)