Viyahapannatti 1359
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1359
- Language
- Gujarati
1359
‘ભગવતી’ સૂત્ર-૯૧૩ :– [૨૫/–/૬/૯૧૩]
ભગવન્! પુલાક, કાળધર્મ પામી કઈ ગતિમાં જાય? ગૌતમ! દેવગતિમાં જાય. - - દેવગતિમાં જતાં શું ભવનપતિમાં ઉપજે કે વ્યંતર-જ્યોતિષ્ક-વૈમાનિક ઉપજે? ગૌતમ! ભવનપતિ-વ્યંતર-જ્યોતિષ્કમાં ન ઉપજે, પણ વૈમાનિકમાં ઉપજે છે. વૈમાનિકમાં ઉપજતા જઘન્યથી સૌધર્મકલ્પમાં, ઉત્કૃષ્ટથી સહસ્રારકલ્પમાં ઉપજે છે.
બકુશમાં એ પ્રમાણે જ જાણવું. માત્ર ઉત્કૃષ્ટ અચ્યુતકલ્પમાં ઉપજે. - - પ્રતિસેવનાકુશીલને બકુશ માફક જાણવા. - - કષાય કુશીલને પુલાકવત્ જાણવા. વિશેષ એ કે - ઉત્કૃષ્ટ અનુત્તર વિમાનમાં ઉપજે. - - નિર્ગ્રન્થમાં એમ જ જાણવું. એ રીતે યાવત્ વૈમાનિકમાં ઉપજતા અજઘન્ય-ઉત્કૃષ્ટ અનુત્તરવિમાનોમાં ઉપજે. - - ભગવન્! સ્નાતક કાલધર્મ પામીને કઈ ગતિમાં જાય? ગૌતમ! સિદ્ધિગતિમાં જાય છે.
ભગવન્! પુલાક, દેવમાં ઉત્પન્ન થતાં શું ઈન્દ્રપણે ઉપજે, સામાનિકપણે - ત્રાયસ્ત્રિંશકપણે - લોકપાલપણે કે અહમિંદ્રપણે ઉપજે છે? ગૌતમ! અવિરાધનાને આશ્રીને ઈન્દ્રપણે - યાવત્ - લોકપાલપણે ઉપજે છે, પણ અહમિંદ્રપણે ન ઉપજે. વિરાધનાને આશ્રીને અન્ય કોઈ દેવમાં ઉપજે છે - - એ પ્રમાણે બકુશ અને પ્રતિસેવનાકુશીલમાં જાણવું.
કષાયકુશીલનો પ્રશ્ન? ગૌતમ! અવિરાધનાને આશ્રીને ઈન્દ્રપણે યાવત્ અહમિન્દ્રપણે ઉપજે. વિરાધનાને આશ્રીને અન્ય કોઈ દેવમાં ઉપજે. - - નિર્ગ્રન્થનો પ્રશ્ન? ગૌતમ! અવિરાધનાને આશ્રીને ઈન્દ્રપણે યાવત્ લોકપાલપણે ન ઉપજે. પણ અહમિન્દ્રપણે ઉપજે. વિરાધનાને આશ્રીને અન્ય કોઈ દેવમાં ઉપજે.
ભગવન્! દેવલોકમાં ઉત્પન્ન થનાર પુલાકની કેટલો કાળ સ્થિતિ છે? ગૌતમ! જઘન્યથી પલ્યોપમ પૃથક્ત્વ, ઉત્કૃષ્ટથી ૧૮ સાગરોપમ. - - બકુશનો પ્રશ્ન? જઘન્યથી પલ્યોપમ પૃથક્ત્વ, ઉત્કૃષ્ટથી ૨૨-સાગરોપમ. એ પ્રમાણે પ્રતિસેવના કુશીલ પણ જાણવા. - - કષાયકુશીલનો પ્રશ્ન? ગૌતમ! જઘન્યથી પલ્યોપમ પૃથક્ત્વ, ઉત્કૃષ્ટ ૩૩-સાગરોપમ. નિર્ગ્રન્થનો પ્રશ્ન? ગૌતમ! અજઘન્યોત્કૃષ્ટ ૩૩-સાગરોપમ.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit