Pramāṇa · Search · About · API

Viyahapannatti 1358

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1358

Language
Gujarati

1358

વિવેચન :–૯૧૨
અવસર્પિણી આદિ કાળ ત્રણ ભેદે છે - તેમાં પહેલા બે ભરત અને ઐરાવતમાં છે, ત્રીજો મહાવિદેહ અને હેમવતાદિમાં છે. સુષમદૂષમા એટલે આદિદેવનો કાળ. દુષમસુષમા કાળ એટલે ચોથો આરો. આ બે કાળ સિવાય કોઈ કાળે ન જન્મે. અવસર્પિણીના સદ્ભાવને આશ્રીને ત્રીજો, ચોથો, પાંચમો આરો થાય. તેમાં ચોથા આરામાં જન્મેલ, પાંચમામાં પણ હોય છે. ત્રીજા, ચોથા આરામાં સદ્ભાવ કહ્યો તે તેના જન્મથી છે.
ઉત્સર્પિણીમાં બીજા, ત્રીજા, ચોથા આરામાં જન્મ હોય છે. તેમાં બીજાના અંતે જન્મે છે, ત્રીજામાં ચારિત્ર લે છે. ત્રીજા અને ચોથામાં પણ જન્મે છે અને ચારિત્ર લે છે. સદ્ભાવને આશ્રીને ત્રીજા, ચોથામાં જ તેની સત્તા છે, તે બે આરામાં જ ચારિત્રનો સ્વીકાર છે.
સુસમપલિભાગે - સુષમસુષમાના સાદૃશ્યવાળો જે કાળ, આ કાળ દેવકુરુ - ઉત્તરકુરુમાં હોય, એ રીતે સુષમા સદૃશકાળ હરિવર્ષ અને રમ્યક્‌ વર્ષમાં હોય, સુષમદુષમા સદૃશ કાળ હૈમવત-ઐરણ્યવતમાં છે અને દુષમસુષમા સદૃશકાળ મહાવિદેહમાં છે.
નિર્ગ્રન્થ અને સ્નાતકને પુલાકવત્‌ જાણવા. વિશેષ આ રીતે - પુલાકને પૂર્વોક્ત યુક્તિથી સંહરણ ન હોય, આ બંનેમાં સંભવે છે તેમ કહેવું. સંહરણ દ્વારમાં તે બંનેને સર્વકાળમાં સંભવ છે. પૂર્વસંહૃતને નિર્ગ્રન્થ અને સ્નાતકત્વ પ્રાપ્તિ જોવા મળે છે. અપગત વેદવાળાનું સંહરણ ન થાય. કહ્યું છે કે – શ્રમણી, વેદરહિત, પરિહાર, પુલાક, અપ્રમત્ત, ચૌદપૂર્વી અને આહારકને કોઈપણ સંહરી ન શકે.
- - ગતિદ્વારમાં - X - નિરૂપણ કરે છે –

Linked texts (1)