Pramāṇa · Search · About · API

Viyahapannatti 136

Viyāhapannatti: ṭīkānusārī vivecana 136

Language
Gujarati

136

વિવેચન :–૮૭ થી ૯૧
કચ્છ - નદીના જળથી ઘેરાયેલ વૃક્ષાદિવાળો પ્રદેશ, દ્રહ, જળાશય, દવિય - તૃણાદિ દ્રવ્ય સમુદાય, વલય - ગોળાકાર, નદિ આદિના પાણીનો કુટિલ ગતિવાળો પ્રદેશ, નૂમ - અંધારાવાળો પ્રદેશ. ગહન - વૃક્ષ, વેલડી, લતા, વિશાળ વેલ સમુદાય. ગહનવિદુર્ગ - પર્વતના એક ભાગમાં રહેલ વૃક્ષ-વેલડી સમૂહ, પર્વત સમુદાય, એક જાતિય વૃક્ષ સમૂહ તે વન વિવિધ વૃક્ષસમૂહ. તે વનવિદુર્ગ.
હરણ વડે જેની આજીવિકા છે તે, તે મૃગરક્ષક પણ હોય તેથી કહે છે – હરણના હણવા કે છેદવાના સંકલ્પવાળો. તે ચલિત ચિત્ત પણ હોય, તેથી કહે છે – મૃગના વધમાં એકાગ્ર ચિત્ત, મૃગને મારવા કચ્છ આદિમાં જઈને. મૃગને પકડવાના ખાડા, તેને બાંધવાની જાળ, તેને મૃગને મારવા બનાવે છે. તે કૂટપાશથી કેટલી ક્રિયાવાળો થાય? ક્રિયા - કાયિકી આદિ, જે કરનાર છે. જેટલા કાળ સુધી. શેનો કર્તા? કૂટ પાશને ધારણ કરવાની ક્રિયાનો. તેટલો કાળ – કાયિકી - ગમનાદિ કાયચેષ્ટારૂપ, અધિકરણિકી - કૂટપાશ રૂપ અધિકરણથી થયેલી. પ્રાદ્વેષિકી - મૃગ સંબંધી દુષ્ટ ભાવથી થયેલ, તેના વડે કરાય તે ક્રિયા - ચેષ્ટા વિશેષ. પારિતાપનિકી - જેનો હેતુ પરિતાપ છે તે. મૃગને બાંધ્યા પછી આ ક્રિયા લાગે. પ્રાણાતિપાત - ઘાત.
કાન સુધી ઊંચું કરીને પ્રયત્નપૂર્વક બાણને ખેંચીને ફેંકે છે. પાછળથી પોતાના હાથ વડે, પૂર્વના ખેંચાણથી, તે માથું કાપનાર પુરૂષ, વૈરનું કારણ હોવાથી વધ પણ વૈર કહેવાય અથવા પાપ પણ વૈર કહેવાય. [શંકા] બાણ છૂટવામાં નિમિત્ત માથું કાપનાર છે, તો ધનુર્ધર મૃગવધથી કેમ સ્પૃષ્ટ થાય? [ઉત્તર] ‘ક્રિયમાણ ધનુષ્ય અને કાંડ વગેરે કૃત છે’ એમ વ્યવહાર છે? યુક્તિ પૂર્વવત્‌ લેવી.
દોરી પર ચડાવાતું ધનુષ્‌ કે કાંડ સાંધેલું જાણવું. દોરી ખેંચવાથી ગોળાકાર કરાતું તે ગોળાકાર થયેલ જાણવું, ફેંકાતું ફેંકેલું જાણવું. ફેંકવાની તૈયારી ધનુર્ધરે કરેલી માટે તેણે જ ફેંક્યું જાણવું. કાંડના ફેંકવાથી તે ધનુર્ધારીએ મૃગને માર્યુ ગણાય. - X -
અહીં ક્રિયાઓની હકીકત કહી. તે હમણાં કહેલ મૃગાદિ વધમાં જેમાં જેટલો કાલ વિભાગ છે, તેટલો ત્યાં દર્શાવતા કહે છે – છ માસમાં પ્રહાર હેતુથી મરણ થાય તો, પણ જો પછી મરણ થાય તો બીજું કારણ જાણવું. તેથી છ માસ પછી પ્રાણાતિપાત ક્રિયા ન લાગે અને વ્યવહાર નય અપેક્ષાએ પ્રાણાતિપાત ક્રિયા માત્ર દેખાડવા માટે કહી છે અન્યથા જ્યારે ક્યારે અધિકૃત પ્રહાર કારણે મરણ થાય તે હિંસાક્રિયા.
શક્તિ - એક શસ્ત્રથી હણે. પોતાના હાથે. તેને શરીર સ્પંદન રૂપ કાયિકી, ખડ્ગ વ્યાપારરૂપ આધિકરણિકી, મનના દુષ્પ્રણિધાનથી પ્રાદ્વેષિકી, પરિતાપન રૂપ પારિતાપનિકી, મારણરૂપ પ્રાણાતિપાત ક્રિયા વડે. ખડ્ગથી હણે કે તલવારથી માથુ છેદે તે પાંચે ક્રિયાને સ્પર્શે છે. પુરૂષ વૈરથી સ્પૃષ્ટ થાય ઈત્યાદિ - X -
વધક અને વધ પામતાને વધથી પરસ્પર વૈર વધે છે જે આ જન્મ કે જન્માંતરે પણ રહે છે - X - અનવકાંક્ષ - પર પ્રાણ નિરપેક્ષ. - X - ક્રિયા અધિકારથી જ આગળ કહે છે –

Linked texts (1)