Viyahapannatti 1373
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1373
- Language
- Gujarati
1373
‘ભગવતી’ સૂત્ર-૯૨૯, ૯૩૦ :– [૨૫/–/૬/૯૨૯, ૯૩૦]
[૯૨૯] ભગવન્! પુલાક, કાળથી કેટલો કાળ રહે? ગૌતમ! જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત્ત. - - બકુશ વિશે પૃચ્છા. ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટ દેશ ન્યૂન પૂર્વકોડી. - - એ રીતે પ્રતિસેવના કુશીલ અને કષાય કુશીલ પણ જાણવા. - - નિર્ગ્રન્થ વિશે પૃચ્છા. ગૌતમ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત્ત. - - સ્નાતક વિશે પૃચ્છા. ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટથી દેશન્યૂન પૂર્વકોડી.
ભગવન્! પુલાકો કાળથી કેટલો કાળ હોય? ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત્ત. - - બકુશો વિશે પૃચ્છા. ગૌતમ! સર્વકાળ એ પ્રમાણે કષાયકુશીલો સુધી જાણવું. - - નિર્ગ્રન્થોને પુલાકોવત્ જાણવા. સ્નાતકોને બકુશવત્ જાણવા.
[૯૩૦] ભગવન્! પુલાકને કેટલા કાળનું અંતર હોય? ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ અનંતકાળ, અનંત અવસર્પિણી ઉત્સર્પિણી કાળ, ક્ષેત્રથી દેશ ન્યૂન અપાર્દ્ધ પુદ્ગલ પરાવર્ત. એ રીતે યાવત્ નિર્ગ્રન્થ. સ્નાતકો વિશે પૃચ્છા. [તેમને] અંતર નથી.
ભગવન્! પુલાકોને કેટલો કાળ અંતર હોય? ગૌતમ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સંખ્યાત વર્ષો. - - બકુશો વિશે પ્રશ્ન? ગૌતમ! અંતર નથી. એ પ્રમાણે કષાયકુશીલો સુધી જાણવું. નિર્ગ્રન્થો વિશે પ્રશ્ન? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી છ માસ. સ્નાતકોને બકુશો મુજબ જાણવા.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit