Viyahapannatti 1372
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1372
- Language
- Gujarati
1372
વિવેચન :–૯૨૭, ૯૨૮
પુલાક જઘન્યથી એક ભવગ્રહણ કરીને કષાયકુશીલત્વાદિ સંયતત્વ પછી એક કે અનેકવાર, તે જ ભવમાં કે બીજા ભવમાં પ્રાપ્ત કરી સિદ્ધ થાય. ઉત્કૃષ્ટથી દેવાદિ ભવાંતરથી ત્રણ ભવ પુલાકત્વને પામે છે. - - બકુશ - ક્યારેક એક ભવમાં બકુશત્વ પામીને કષાયકુશીલત્વાદિ વડે સિદ્ધ થાય. કોઈ એક ભવમાં બકુશત્વ પામી, ભવાંતરે ન પામી સિદ્ધ થાય. અથવા ઉત્કૃષ્ટથી આઠ ભવ ગ્રહણથી ચારિત્ર માત્રને પામે. તેમાં બકુશપણાના આઠમાં અંતિમ ભવમાં સકષાયત્વાદિયુક્ત થઈને અને કોઈ પ્રતિભવ પ્રતિસેવના કુશીલત્વાદિ યુક્તિથી પૂરે છે - X -
હવે આકર્ષ દ્વાર - આકર્ષ અને ચારિત્રની પ્રાપ્તિ. સયગ્ગસો શત પરિમાણ વડે. - શત પૃથક્ત્વ. - X - X - ઉત્કૃષ્ટ બે વખત એટલે એક ભવમાં બે વખત ઉપશમ શ્રેણીકરણથી નિર્ગ્રન્થત્વના બે આકર્ષ થાય.
પુલાકના વિવિધ ભવગ્રહણમાં જે થાય, તેને એક આકર્ષ એક ભવમાં, બીજો અન્યત્ર ભવમાં, એ રીતે અનેક ભવમાં બે આકર્ષ થાય. પુલાકત્વ ઉત્કર્ષથી ત્રણ ભવમાં થાય, તે ઉત્કર્ષથી ત્રણ વખત થાય. પછી પહેલા ભવમાં એક આકર્ષ, અન્ય બે ભવમાં ત્રણ, ત્રણ એ પ્રમાણે સાત આકર્ષ થાય.
બકુશને ઉત્કર્ષથી આઠ ભવ કહ્યા. એક ભવમાં ઉત્કૃષ્ટથી શતપૃથક્ત્વ આકર્ષ કહ્યો. તેમાં આઠ ભવ ગ્રહણમાં ઉત્કૃષ્ટથી પ્રત્યેક ભવના ૯૦૦ આકર્ષ ગણતાં આઠ ભવમાં ૭૨૦૦ આકર્ષ થાય.
નિર્ગ્રન્થને ઉત્કૃષ્ટથી ત્રણ ભવ ગ્રહણો કહ્યા છે. એક ભવમાં બે આકર્ષથી બે, બીજા ભવમાં બે, પછીના ભવે એક એમ પાંચ આકર્ષ કરીને સિદ્ધ થઈ શકે, એમ કરીને પાંચ કહ્યા. - - - કાળદ્વારમાં કહે છે–
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit