Pramāṇa · Search · About · API

Viyahapannatti 1374

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1374

Language
Gujarati

1374

વિવેચન :–૯૨૯, ૯૩૦
પુલાકત્વને પ્રાપ્ત અંતર્મુહૂર્ત્ત પૂર્ણ ન થાય ત્યાં સુધી મરતા નથી કે પુલાકત્વથી પડતા નથી. માટે જઘન્યથી અંતર્મુહૂર્ત્ત કહ્યું. ઉત્કૃષ્ટથી પણ આ પ્રમાણ અંતર્મુહૂર્ત્ત છે. - X - બકુશને ચારિત્ર પ્રાપ્તિના પછીના જ સમયે મરણ સંભવે છે, માટે જઘન્ય એક સમય ઉત્કૃષ્ટથી દેશ ન્યૂન પૂર્વ કોડી કહ્યું કેમકે પૂર્વકોડી આયુવાળા આઠ વર્ષને અંતે ચારિત્ર સ્વીકારે તો તેમ થાય.
નિર્ગ્રન્થને જઘન્ય એક સમય. ઉપશાંત મોહના પ્રથમ સમય પછી અનંતર જ મરણનો સંભવ છે. ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત્ત પ્રમાણ છે. - - સ્નાતકને જઘન્યથી અંતર્મુહૂર્ત્ત કેમકે આયુના અંતિમ અંતર્મુહૂર્ત્તમાં કેવલજ્ઞાન ઉત્પત્તિમાં સ્નાતકનો આ જઘન્ય કાળ થાય છે.
પુલાકાદિનું કાળમાન હવે બહુવચનમાં કહે છે – એક પુલાકનો જે અંતર્મુહૂર્ત્ત કાળ, તેના અંત્ય સમયે, બીજા પુલાકત્વને પામે છે, એ રીતે જઘન્યત્વ વિવક્ષામાં બંને પુલાકનો એકત્ર સમયમાં સદ્ભાવ હોય છે - X - જો કે પુલાકો ઉત્કૃષ્ટથી એક સમયે સહસ્રપૃથક્ત્વ પરિણામને પામે છે તો પણ અંતર્મુહૂર્ત્તથી ઘણાં પુલાકોની અંતર્મુહૂર્ત્ત સ્થિતિ મોટી હોય છે. તેથી તેમનું ઉત્કૃષ્ટ અંતર અંતર્મુહૂર્ત્ત કહ્યું છે. બકુશાદિનો સ્થિતિકાળ સર્વકાળ છે. કેમકે તે પ્રત્યેકની સ્થિતિનું બહુપણું છે. નિર્ગ્રન્થો, પુલાકવત્‌ કહેવા.
અંતરદ્વાર - તેમાં પુલાક, પુલાક થઈને કેટલા કાળે પુલાકત્વ પામે? જઘન્યથી અંતર્મુહૂર્ત્ત રહીને ફરી પુલાક જ થાય. ઉત્કૃષ્ટથી અનંતકાળે પામે. - X - ક્ષેત્રથી અપાર્દ્ધ પુદ્ગલ પરાવર્ત અંતર જાણવું. કોઈ જીવ આકાશના પ્રત્યેક પ્રદેશે મૃત્યુ પામે, આવા મરણમાં જેટલો કાળ સમસ્ત લોકને વ્યાપ્ત કરે તેટલો કાળ ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત કહેવાય. અહીં દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્ત કહ્યું છે. - - સ્નાતકોને પ્રતિપાતના અભાવે અંતર નથી. - - એકત્વાપેક્ષાએ પુલાકત્વનું અંતર કહી પૃથક્ત્વાપેક્ષાએ પણ કહ્યું છે - હવે સમુદ્ઘાત કહે છે–

Linked texts (1)